________________
ભટ્ટ દુર્લભરામ જયેષ્ઠારામ- ભટ્ટ નર્મદાશંકર પ્રભુરામ
ભટ્ટ દુર્લભરામ જયેષ્ઠારામ : ખંડકાવ્ય 'ઉપ લાંભ' (૧૯૮)ના કર્તા.
ચરિત્રાવળી' (૧૯૨૦), ‘બળાની આત્મકથાઓ' (૧૯૨૧), વનિતાની વાતો' (૧૯૨૪) જેવાં ચરિત્રે તથા “ધીરજનાં કાવ્યો' (૧૯૨૩) અને 'બાલકવિતાઓ' ઉપરાંત કાંદરની કટાર' (૧૯૨૪) અને ‘લાલચીન' (૧૯૨૫) જેવાં પુસ્તકો પણ આપ્યાં છે.
ભટ્ટ દેવશંકર કેશવરામ : પદ્યકૃતિ ‘બળવીર કાવ્યમાળા' (૧૯૨૭) - ન કર્તા.
ભટ્ટ ધ્રુવ પ્રબોધરાય (૮-૫-૧૯૪૭) : નવલકથાકાર, બાળ - સાહિત્યલેખક. જન્મ નિંગાળા (જિ. ભાવનગર)માં. ૧૯૭૨માં બી.કોમ. ગુજરત મશીન મેન્યુફેકચરર્સમાં સેલ્સ સુપરવાઇઝર,
એમણે કિશોરકથા ‘ખેવાયેલું નગર' (૧૯૮૪) અને દ્રૌપદીને કથાકેન્દ્ર બનાવી લખેલી નવલકથા 'અગ્નિકન્યા' (૧૯૮૮) પી છે. આ ઉપરાંત પ્રતિષ્ઠિત સામયિકોમાં એમની કાવ્યકૃતિઓ પ્રકાશિત થયેલી છે.
ભટ્ટ દેવશંકર વૈકુંઠજી (૨૦--૧૮૫૮, ૨૨-૮-૧૯૨૨) : નાટયકાર. જન્મ પછેગામ (જિ. ભાવનગર)માં.
એમણ નાટક ‘ભાગ્યમહોદય’ ઉપરાંત ભાવનગર અને શિહારનાં ઇતિહાસ ભૂગળનાં પુસ્તકો લખ્યાં છે. વિવિધ સામયિકોમાં એમના સંશધન વિષયક લેખ પ્રકાશિત થયા છે.
ર.ર.દ. ભટ્ટ દોલતભાઈ વસંતભાઈ, દોલત ભટ્ટ (૧૭-૩-૧૯૩૪) : નવલકથાકાર, નવલિકાકાર, પત્રકાર. જન્મ ચરખા (જિ.અમરેલી)માં. ગુજરાતી ભાષા-સાહિત્યનું -અધ્યયન. પત્રકાર,
એમણ સૌરાષ્ટ્રની ધરતી અને લેકજીવનને નિરૂપતી સામાજિક નવલકથાઓ ધન્ય ધરા સારઠ (૧૯૬૬), નાચે મનના માર (૧૯૬૬), ધરતીની ફોરમ' (૧૯૬૮), ‘સયા સોળ શણગાર” (૧૯૬૮), ‘વહાલપનાં વેણ' (૧૯૭૨), 'કારભારી' (૧૯૭૫) અને ‘વાંસળી વગી વાલમની'; નવલિકાસંગ્રહ “પરણેતર” ઉપરાંત ‘ગુજરાતની રસધાર’, ‘ઘટમાં ઘોડા થનગને, “સરવો સોરઠ દેશ” વગેરે લોકકથાઓ; ‘મહેરામણનાં મોતી' (૧૯૮૩) અને “બ્રહ્મતેજના તણખા' જવી રાજ્યકથાઓ આપી છે. નાગરદાસ ફોજદાર', ‘છેલભાઈ દવે’, ‘મેવાડના મંત્રી’ અને ‘ભકત દયારામ' એ એમની બાપયોગી ચરિત્રપુસ્તિકાઓ છે. આ ઉપરાંત સુગંધ' (૧૯૭૪), ‘સંગાથે' (૧૯૭૬), 'ગૂર્જરગિરા' (૧૯૮૭) જેવાં ગીતસંપાદન તેમ જ 'રસને રાજા શુંગારરસ’, ‘આઝાદીજંગનાં પ્રથમ પચાસ વર્ષ' વગેરે સંશાધન-સંપદને પણ એમણે આપ્યાં છે.
ભટ્ટ નટવર જગનાથ (૩-૫-૧૯૩૦) : ચરિત્રલેખક. જન્મ રાજપીપળા માં. ૧૯૪૮ માં મંદિક, પત્રકારત્વની પ્રત્યક્ષ તાલીમ માટે અભ્યાસ અધૂરો મૂકી વિવિધ સમાચારપત્રોમાં પત્રકાર, પછીથી મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં હિન્દી ભાષાના શિક્ષક.
એમણે હિન્દીના સુખ્યાત કવિ રહીમ વિશેની પરિચયપુસ્તિકા કવિ રહીમ” લખી છે. આ ઉપરાંત “અખંડ આનંદ', ‘સમર્પણ” જેવાં સામયિકોમાં એમણે વાર્તાઓ અને કટારો લખી છે.
નવલકથા 'પ્રીત પરાગ' (૧૯૬૬)ના
ભટ્ટ નયનરાય કલ્યાણજી : કતાં.
ભટ્ટ નરેશ ભગવતીશંકર (૧-૭-૧૯૩૬) : પ્રવાસકથાલેખક. જન્મ વતન વલસાડમાં. સંસ્કૃત વિષયમાં એમ.એ., પીએચ.ડી. કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક.
જોયું મેં ઈશાન' (૧૯૭૮) અને વરાણના દેશમાં' (૧૯૮૩) એમના પ્રવાસગ્રંથો છે.
૮.ગા. ભટ્ટ નરોત્તમ ઘેલાભાઈ : દીર્ઘસૂત્રી સંવાદો ધરાવતું ચતુરંકી ‘આર્યાજ્ઞાન નાટક' (૧૮૯૩)ના કર્તા.
ભટ્ટ ધનંતર વેણીરામ : મરણા તાર પ્રકાશિત કાવ્યસંગ્રહ “ધન્વન્તર કાવ્યસુધા : અમૃતપન’ (બી. આ. ૧૯૪૯)ના કર્તા.
ભટ્ટ ધીરજરામ કેશવરામ : નવલકથા “લીલાદેવી' (૧૯૩૩) તથા ‘વિશાલખા' (અન્ય સાથે, ૧૯૪૨)ના કર્તા.
ભટ્ટ નર્મદાશંકર લંબકરામ, ‘બાલેન્દુ' (૧૫-૫-૧૯૦૦,-) : જીવનચરિત્ર ‘જગદ્ગુરુ શંક્રાચાર્ય' તથા 'ગુજરાતનો ઇતિહાસ (૧૯૩૭)ના કર્તા.
ભટ્ટ ધીરજરામ ધનેશ્વર : પદ્યકૃતિ 'પંચાવનને પકાર અને ' છપ્પનને સપાટો' (૧૮૯૯)ના કર્તા.
ભટ્ટ ધીરજલાલ અમૃતલાલ (૧૪-૮-૧૮૮૯) : નવલકથાકાર, ચરિત્રલેખક, કવિ. જન્મ રોજકા (તા. ધંધુકા)માં. અમદાવાદની મેલ ટ્રેનિંગ કોલેજમાં ત્રણ વર્ષના અભ્યાસ પછી શાળામાં શિક્ષક તથા આચાર્ય.
એમણે “રાજપૂતને રણયજ્ઞ' (૧૯૧૮), પેશાવરની પદ્મિની’ (૧૯૨૦), ‘આનંદલહરી'(૧૯૨૨) જેવી નવલકથાઓ; ‘આદર્શ
ભટ્ટ નર્મદાશંકર પ્રભુરામ (૧૮૭૪, ૧૮૯૯) : કવિ. જન્મસ્થળ વતન લીલીયા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીલીયા, અમરેલી અને ભાવનગરમાં. સંસ્કૃતપરંપરા અને દલપતશૈલીથી કાવ્યલેખનને આરંભ કરનાર આ કવિએ પછીથી ગીત, ઊર્મિકાવ્યો અને ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોમાં ‘કાન્ત’ની કાવ્યશૈલીમાં કેટલીક નોંધપાત્ર રચનાઓ કરી છે; પરંતુ કવિપ્રતિભાના ઘડતરકાળે જ અવસાન પામેલા
ગુજરાતી સાહિત્યકોશ-૨ :૪૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org