________________
મશરૂવાળાનો વિનાત્મક નિબંધ
બેકાર : જુઓ, પટેલ ઈબ્રાહિમ દાદાભાઈ, બેગ અને બિસ્તરા સામાનના ઢગલાથી વીંટાવાની વૃત્તિ : મુસાફરીથી માંડી આપણાં અનેક વળગણા સુધી પહોંચેલી છે એના પર વિનોદપૂર્ણ કટાક્ષ કરતા બકુલ ત્રિપાઠીનો હાસ્યનિબંધ,
ચંટો.
ચં.ટા.
બેંચરવાળા શામળ ચીમનલાલ : નવલકથા બ્રહ્મદેશની શ્રેણી'ના કર્તા.
૨.૨.૬.
બેટાઈ રમેશચંદ્ર સુંદરજી (૫૨-૧૯૨૬) : વિવેચક, અનુવાદક, સંપાદક. મસ્થળ માંડવી (કચ્છ). ૧૯૪૭માં મુંબઈ યુનિવર્સિટીમાંથીસંસ્કૃત વિષય સાથે બી.એ., ૧૯૫૭માં એમ.એ., ૧૯૫૭માં પીએચ.ડી. સંસ્કૃતના પ્રાધ્યાપક.
"સંસ્કૃત આદિત્યનો ઈનિવાસ'- ભા. ૧ ૨(૧૯૬૦), 'ઘર્ષવર્ધન’ (૧૯૬૯), ‘ભારતીય સાહિત્યવિચાર મંજૂષા’- ભા. ૧-૨ (સંપાદન, ૧૯૭૫), ‘ભારતીય કાવ્યમીમાંસા’(૧૯૭૮) વગેરેમાં સંસ્કૃતસાહિત્યના અભ્યાસ, કપ્રાસ વિશેની સૂઝ તેમ જ વિષયને સરળ ભાષામાં સદૃષ્ટાંત રજૂ કરવાની એમની પતિનો પરિચય થાય છે. ‘વિવેકચૂડામણ’(૧૯૭૯) એમનો અનુવાદ છે, 'બુદ્ધચરિત' (૧૯૫૮), 'વિક્રમે વંશીય’(૧૯૫૯), “માદન’(૧૯૫૯), ‘શાકુંતલ’(૧૯૫૯), ‘કાવ્યપ્રકાશ’-સર્ગ ૧, ૨, ૩, ૧૦ (૧૯૫૯) વગેરે અનુવાદો મુખ્યત્વે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા છે. 'પ્રાચીન ભારતીય સામ કિ સંસ્થાઓ'(૧૯૭૪) એમનું સમાજ દર્શનનું સંશાધન-પુસ્તક છે. નિ.વા.
બેટાઈ સુંદરજી ગોકળદાસ, 'પાયન','મિત્રાયણી'(૧૦-૮-૧૯૦૫, ૧૬-૧-૧૯૮૯) : કવિ, વિવેચક. જન્મ વતન જામનગર જિલ્લાના બેટ-દ્વારકામાં. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૩૨માં એલએલ.બી., ૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. પ્રારંભનાં ચારપાંચ વર્ષ ‘હિંદુસ્તાન’ ને ‘પ્રજામિત્ર'માં સબઍડિટર, ચારપાંચ વર્ષ મુંબઈની એક સંસ્થામાં આચાર્ય, એ પછી મુંબઈની એસ. એન. ડી. ડી. વિમેન્સ કોલેજમાં નિવૃત્તિપર્યંત મુખ્યતીના અધ્યાપક, ઇન્ડિયન પી.ઈ.એન.ના સભ્ય. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં
અવસાન.
પચાસેક વર્ષથી સતત કાવ્યસર્જન કરનારા આ ગાંધીયુગના કવિ નરસિંહરાવની કવિતાથી વિશેષ પ્રભાવિત છે, જે ખંડકાવ્યો અને કર્ણપ્રશસ્તિઓની સ્વસ્વગંભીર શૈલી, જીવનનાં મંગલમય તત્ત્વો પૂર આસ્પા, પ્રકૃતિ પ્રત્યેનું આકર્ષણ વગેરેમાં જોઈ શકાય છે. અલબત્ત, સૉનેટોનું વ્યાપક ખેડાણ કે નિષ્કામ કર્મવાળા જીવનનું આકર્ષણ એમની કવિતા પર ગાંધીયુગના પ્રભાવની પણ પ્રતીતિ રાવે છે.
‘જયોતિરેખા’(૧૯૩૪)માં પૌરાણિક અને ઐતિહાસિક પ્રસંગો
Jain Education International
બેંકાર -બેલસર મલ્હાર ભિકાજી
પર આધારિત પાંચ ખંડકાવ્યો છે.‘ઇન્દ્રધનુ’(૧૯૩૯),‘વિશેષમાંલિ’ (૧૯૫૨), ‘સદ્ગત ચંદ્રશીલાને’(૧૯૫૯), ‘તુલસીદલ’(૧૯૬૫), ‘વ્યંજના’(૧૯૬૯), ‘અનુવ્યંજના’(૧૯૭૪), ‘શિશિરે વસંત’ (૧૯૭૬) અને ‘શ્રાવણી ઝરમર’(૧૯૮૨) એ એમના કાવ્યકહાની કવિતા પરથી દેખાય છે કે અધ્યાત્મચિંતન, પ્રણય, પ્રકૃતિ અને સ્વમૂત્યુથી મને એક પ્રારંભથી અંત સુધી એમની કવિતાની ચાલકબળ રહ્યાં છે. અલ્પપરિચિત સંસ્કૃત શબ્દોના વિશેષ ઉપયોગી સંતાય પ્રસ્તારી શૈલીને લીધે સૉનેટ કરતાં લાંબી ચિંતનમનનનાં કાવ્યો વધુ સફળ નીવડધાં છે.
પૂર્વે પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યમાં સૉનેટ’(૧૯૩૫)ને સમાવતા વિવેચનસંગ્રહ ‘સુવર્ણમેઘ’(૧૯૬૪)માં ન્હાનાલાલ, બ. ક. ઠાકોર અને મેઘાણીની કવિતાનું તટસ્થ નિરીક્ષણ કરતા સમદ્રષ્ટિવાળા ધ્યાનપા ત્રલેખો છે. 'આમોદ' (૧૯૭૮)માં 'ગુજરાતી કિવામાં અપ' જેવા મહત્વના લેખ ઉપરાંત સંસ્કૃત અને ગુજરાતી કવિઓ અને તેમની કવિતા વિશેના લેખો છે. 'નસિંહ રાવ’(૧૯૮૦) નરિસરાયના વાઙમયપુરુષાર્થની ઝાંખી કરાવતી પુસ્તિકા છે. કવિ નવા કવિતા તરફ જોવાની સમષ્ટિ એમના વિવેચનનો લાક્ષણિક ગુણ છે.
‘સાહિત્યમાધુરી’, ‘સાહિત્યોદ્યાન’ અને ‘સાહિત્યસુષમા’એ એમનાં શાળાપયોગી સંપાદનો છે.
૪.ગા.
બૅન માણેક મદનજી: પદ્યકૃતિ ‘શ્રીરામલહરી' : લહેર : ૧ (અન્ય સાથે, ૧૯૧૬)નાં કર્તા.
૨...
બેન્ડવાલા પ્રબોધ, ‘સુણી’ : બાળવાર્તાનું પુસ્તક ‘ખુદાનો ખજાનો’ (૧૯૫૯)ના કર્તા. નવા
બેફામ : જો, વીરાણી બતઅલી ગુલામોન. બેર્હન : વાર્તાકૃતિ ‘રત્નગઢના બાળકુમાર’(૧૯૧૬)ના કર્તા. ...
બ્રેલરે મઝાર ભિકાજી (૨૨-૫-૧૮૫૩, ૪-૪-૧૯૦૬): કોશકાર, અનુવાદક. જન્મ જૂના જિલ્લાના બેલસર ગામમાં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ થાણા ને મુંબઈમાં. ૧૮૭૦માં મૅટ્રિક. ૧૮૭૩માં બી.એ. ઉર્દૂ, લેટિન અને ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ, ૧૮૭૫માં રાજકોટ અને પછી જૂનાગઢ ઈસ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક ૧૮૯૩માં વીરમગામમાં એંગ્લો વુલર સ્કૂલના આચાર્ય. ૧૮૮૭માં અમદાવાદની મેલ ટ્રેનિંગ કૉલેજમાં વાઈસપ્રન્સિપાલ.
એમણે ગુજરાતી ભાષામાં પ્રથમવાર જ તૈયાર કરેલા ‘ગુજરાતીઅંગ્રેજી કોશ’(૧૮૯૫) એમનું મહત્ત્વનું પ્રદાન છે. તે ઉપરાંત એમની પાસેથી હિંદુસ્તાનની પવિત’, ‘સ્વાતંત્ર્ય’ તેમ જ અનૂદિત પુસ્તક સંસ્કૃત ‘માર્ગાપદેશિકા’ મળ્યાં છે. આર. એસ. તરખંડના મરાઠી ગ્રંથમાળાના ત્રણ ગ્રંથોનો ગુજરાતી અનુવાદ અને અન્ય અંગ્રેજી પુસ્તકો પણ એમણે આપ્યો છે,
[,].
ગુજરાતી સાહિત્યકાશ - ૨ : ૩૯૯
For Personal & Private Use Only
www.jainalibrary.org