SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાલ રણછોડદાસ એન.– પંચેલી મનુભાઈ રાજારામ એમની પાસેથી નવલિકાસંગ્રહ ‘સાહેબ મને સાંભળે તો ખરા !” (૧૯૭૨), ‘વિદ્યાક્ષેત્રે' (૧૯૭૮) અને ‘વિદ્યાવાડીનાં ફૂલ' (૧૯૮૩) તેમ જ ચરિત્રલક્ષી પુસ્તક કેળવણીના કીમિયાગરો (૧૯૮૧) મળ્યાં છે. નિ.વે. પંચાલ રણછોડદાસ એન.: ‘પ્રભુનાં ગીત' (૧૯૮૩)ના કર્તા. નિ.વા. પંચાલ રતિલાલ ગોવિંદલાલ, ‘મધુર” (૨૪-૮-૧૯૨૨): કવિ, વાર્તાકાર, જન્મસ્થળ ભીડા. મૅટ્રિક. લેખન અને પ્રકાશનના વ્યવસાય. એમની પાસેથી કવિતાસંગ્રહ ‘સમા' (૧૯૭૮); લોકસાહિત્ય પર આધારિત કૃતિઓ'વ્રતકથાઓ (૧૯૪૭), 'રંગતાળી' (૧૯૭૪), ‘દાંડિયારાસ' (૧૯૭૬) અને 'પંચતંત્રની પંચોતેર વાતો(૧૯૮૧). તેમ જ અનૂદિત પુસ્તક 'સંન્યાસી અને સુંદરી' (૧૯૬૪), ‘ગીતામાધુરી' (૧૯૭૨) અને ‘મહાગીતા' (૧૯૮૨) મળ્યાં છે. નિ.વા. પંચાલ શિરીષ જગજીવનદાસ (૭-૩-૧૯૪૩) : વિવેચક, સંપાદક. જન્મ વડોદરામાં. ૧૯૫૮માં એસ.એસ.સી. ૧૯૬૪માં મ. સ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૬૬માં એ જ યુનિવર્સિટીમાંથી એ જ વિષયમાં એમ.એ. અને ૧૯૮૦માં પીએચ.ડી. ૧૯૬૫ થી ૧૯૬૭ સુધી બિલિમોરાની કૉલેજમાં અને -૧૯૬૭થી ૧૯૮૦ સુધી પાદરાની કૉલેજમાં અધ્યાપક. ૧૯૮૦ -થી મ. સ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા. ડૉ. સુમન શાહ સંપાદિત સાહિત્યસ્વરૂપ પરિચય શ્રેણી અંતર્ગત ‘નવલકથા' (૧૯૮૪) પર લખાયેલા એમના લઘુપ્રબંધમાં અભ્યાસ અને વિષય પરની પકડ જોઈ શકાય છે. “કાવ્યવિવેચનની સમસ્યાઓ' (૧૯૮૫) એમને શોધનિબંધ છે. એમાં ગુજરાતી કાવ્યવિવેચનને અનુષંગે ઐતિહાસિક ને ઉમિક ચર્ચા છે. નર્મદથી માંડીને અત્યાર સુધીના મહત્ત્વના પ્રશ્નોની વિચારણા કરવાનો અહીં ઉપક્રમ છે. નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, રા. વિ. પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી વગેરેના વિચારોની તપાસમાં રૂપરચના, ભાષા, અલંકારપ્રતીકરચના, જીવનદર્શન જેવાં વિવિધ પાસાંઓનો સ્પર્શ કરાયો છે. એમને રૂપરચનાથી વિઘટન' (૧૯૮૬) વિવેચનસંગ્રહ સાંપ્રત વિવેચનના વિવિધ પ્રવાહોનું પ્રમાણિત દિગ્દર્શન આપે છે. ‘વૈદેહી' (૧૯૮૮) એમની નવલકથા છે. ‘જરા મોટેથી' (૧૯૮૮) એમને નિબંધસંગ્રહ છે. આ ઉપરાંત એમણે સુરેશ જોષીની વાર્તાઓનું સંપાદન ‘માનીતીઅણમાનીતી' (૧૯૮૨) માં અને સુરેશ જોષીના નિબંધોનું સંપાદન ‘ભાવયામિ' (૧૯૮૪)માં કર્યું છે. આ સંપાદન સાથે જોડાયેલા એમના પ્રાસ્તાવિક અભ્યાસલેખે તલસ્પર્શી છે. ચં... પંચાલ હરિલાલ વિઠ્ઠલદાસ, ‘નિમિત્તામાત્ર' (૧૦-૧-૧૯૨૮) : ચરિત્રલેખક. જન્મ અમદાવાદમાં. સવિચાર પરિવારના પ્રમુખ. આદર્શ સંત સરયૂદાસ' (૧૯૫૫) અને ‘પ્રેમમૂર્તિ શબડીજી' (૧૯૭૭) જેવાં ચરિત્રો ઉપરાંત એમણે ‘સમર્પણની સુવ સ’ (૧૯૮૧), ધર્મસુધા' (૧૯૮૩) જેવાં પ્રકીર્ણ પુસ્તકો પણ આપ્યાં ર.ટી. પંચોતેરમે (૧૯૪૬): બળવંતરાય ક. ઠાકોરના પંચોતેરમાં વર્ષની ઊજવણી વખતે એમણે આપેલાં પ્રવચને અને આપવીતી લેખે ઉમેરેલી મિતાક્ષરી નથને રમાવનું સાહિત્યિક નામકથનાત્મક પુસ્તક. અહીં ભાવનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, પૂના અને મુંબઈમાં અપાયેલાં કુલ સાત પ્રવચને છે. ઉપરાંત અંતે મિતાક્ષરી નોંધમાં કુટુંબીઓ, ઉછેર, કેળવણી, નેકરી આદિ વિશે શૂટક ભૂળ હકીકત આપી છે. આ પ્રવચનોમાં લેખકના સતત ચાલેલા કઠોર સંઘર્ષ દ્વારા ઊઘડતાં આવેલાં દૃષ્ટિ, શ્રદ્ધા અને અનુભવપરિપકવતાને પરિચય થાય છે. પ્રવેગનેનું ગદ્ય પ્રાણવાન છે. ચં.ટા. પંચેલી મનુભાઈ રાજારામ, ‘દર્શક’ (૧૫ '૦'૧૯૬૪) : નવલકથાકાર, નાટયકાર, નિબંધકાર. જન્મથળ પંચાશિયા (જિ. સુરેન્દ્રનગર). પ્રાથમિક શિક્ષણ તીથવા-વાણમાં. માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ. સ્વાતંત્રયલડતમાં સક્રિયતા અને તેથી જેલવાસ. ૧૯૩૨ માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીને આરંભ. ૧૯૩૮ થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લેકશાળામાં અધ્યાપક અને ત્યારબાદ ૧૯૫૩ થી રાણા માં લેકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક, નિયમિક અને મંદિરમાં ટ્રસ્ટી. ૧૯૪૮માં ભાવનગર રાજયના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં ગુજરાત રાજયના શિક્ષણમંત્રી. ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય. ઇતિહાસ અને સંસ્કૃતિના ચાહક. ભારતીય અને ૫::સાહિત્ય, ઇતિહાસ, દર્શન, રજનીતિ અને ધર્મવિષયક ગ્રંથોનું વાંચનમનન અને પરિશીલન. ટાગેરના સોંદર્યબાધ અને ગાંધીજીના આચારબંધની ઊંડી અસર. પ્રકૃતિએ ચિંતક હોવાની સાથે જાગૃત કેળવણીકાર. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજસેવક. ૧૯૬૪ માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કાર. ૧૯૮૭માં 'ઝેર તો પીધાં ને ભારતીય જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કાર. ૧૯૮૨ માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૨૨ , શ્રુ અને સીટો) is દ્વારા લબ્ધપ્રતિક ‘દર્શક’ની સર્જકપ્રતિભાને સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. વિશાળ વાચનના અધ્યાસથી અને ગાંધીપ્રેરિત માનવતાવાદી અભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના એમની નવલકથાઓમાં વિશષભાવે અભિવ્યકિત પામી છે. જેલજીવનનાં વિવિધ પાસાંઓને અનુલક્ષીને રચાયેલી પ્રથમ નવલકથા 'બંદીઘર'(૧૯૩૫)માં ૧૯૩૦-૩૧ ના રાષ્ટ્રીય ૩૩૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy