________________
પટેલ રૂસ્તમજી પાલનજી– પટેલ વસંતરાય માધવજીભાઈ
પત્ર, મમતાળ મિત્ર, ગાંધીજીના આદર્શ ભકત, નિષ્ઠાવાન પતિ, પ્રમાળ પિતા, સમાનરાધાક, જીવનપ પક – એમ એમના વ્યકિતત્વનાં વિવિધ પાસાં અહીં ઉઠાવ પામ્યાં છે. બીજા ભાગમાં એમાણ પોતાના પરિવારની મુખ્ય કથા સાથે તે કાળની સરદાર વલ્લભભાઈ, જવાહરલાલ નહેર, નંદાજી વગેરે વિભૂતિઓનાં
દચિત્ર આલેખ્યાં છે. અહીં, આ બંને ભાગમાં લેખકને હું હાઇ જગ્યાએ અશામનીય રીતે ડાકાના અનુભવાય છે, પણ તત્કાલીન દક્ષિણ આફ્રિકા, હિન્દુ અને ગુજરાતનું ચિત્ર અમાં તાદૃશતાથી અને સત્યતાથી અંકિત થયું હશે તે એક નોંધપાત્ર દરતાવજી કૃતિ બની રહે છે. •
આ ઉપરાંત એમણ ‘મહાત્મા ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગા' (અન્ય સાથે, ૧૯૨૨), ‘કુલીને વિધવા' (૧૯૩૧), બાળકોના પેકાર' (૧૯૩૫), ‘ગાંધીજીની સાધના' (૧૯૩૯), ‘સમાજશુદ્ધ થા વ્યવહારશુદ્ધિ' (૧૯૫૮) જેવાં પુસ્તકો લખ્યાં છે, જે એમના જીવન અનુભવના નિચોડરૂપ છે. માનવમૂત્ર વિશે પણ એમણ એક ઉપયોગી પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે.
પટેલ લીલાબહેન ચીમનલાલ (૩-૨-૧૯૧૪) : નિkiધલેખક, જન્મ વડોદરામાં. ૧૯૩૩ માં પી.ટી.સી. ૧૯૪૮ માં એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, મુંબઈમાંથી જી.એ. આરંભમાં શિક્ષિકા, પછી વડોદરા ટ્રેનિંગ કોલેજ અને અમદાવાદની મહાલક્ષમી ટ્રેનિંગ કોલેજમાં અધ્યાપક. ૧૯૬૨થી “સંદેશ”-પ્રકાશન ‘સ્ત્રી' સાપ્તાહિકનાં તંત્રી. ‘સ્ત્રીનિકેતન” સંસ્થાનાં સંચાલક અને પ્રમુખ.
વ્યકિતગત અને કૌટુંબિક જીવનની અનેક સમસ્યાઓના ઉકલરૂપે લખાયેલા લેખો અને પ્રસંગના સંગ્રહરૂપ પુસ્તક “વાત મા-બાપને' (૧૯૮૫), 'સંસાર યાત્રાના સવાલો' (૧૯૮૮), ‘દામ્પત્યજીવનના પ્રશ્નો' (૧૯૮૮), પ્રેમ અને વાસના' (૧૯૮૮) વગરે એમની પાસેથી મળ્યાં છે.
નિ.વા. પટેલ વલીભાઈ : મુસ્લિમ સમાજનું કથાવર ધરાવતી નવલકથા | ‘અરબૂની હિજરત (૧૯૬૧) ના કર્તા.
પટેલ રૂસ્તમજી પાલનજી : લેખસંગ્રહ ‘માત્ર વાંક કહેનાર’ના કતાં.
પટેલ રેવાભાઈ જે. : ચરિત્રા સંગ્રહ ‘ઉત્તર ગુજરાતના ઘરદીવડા' (અન્ય સાથે, ૧૯૫૪) ના કર્તા.
પટેલ લલ્લુભાઈ ગોકળદાસ : ઐતિહાસિક નવલકથાઓ ‘મહારાણા
બાપારાવ' (૧૯૫૪) અને 'હમીરને મા ઍવિ' (૧૯૨૮) તથા ‘શાળાપયોગી ગુજરતી શબ્દકોશ’ અને ‘પોકેટ ગુજ::તી અંગ્રેજી ડિકશનરી' (૧૯૦૩) ના કર્તા.
પટેલ લલુભાઈ મકનજી : નવશિક્ષિતા માટેની સાહિત્યશ્રેણીની કૃતિકા ગાંધીજીના પાવક પ્રસંગા (૯૫), ‘ગાંધીજીના જીવનપ્રસંગા’ તથા ૧૨૧ (હાયપ્રસંગોના સંગ્રહ ‘ગાંધીજીને વિનાદ’ (૧૯૫૭)ના કર્તા.
પટેલ વલ્લભભાઈ ઝવેરભાઈ, ‘સરદાર પટેલ (૩૧-૧૦-૧૮૭૫, ૧૫ ૧૨ -૧૯૫૦): જન્મ નડિયાદમાં. ૧૮૯૭માં નડિયાદથી મંરિક. ૧૯૬૦માં ડિરિટ્રકટ પ્લીડરની પરીક્ષા પાસ કરી, ૧૯૯૨ સુધી ગોધરામાં વકીલાત. ૧૯૧૦માં બૅરિસ્ટરના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ. ૧૯૧૩ માં પાછા ફરી, અમદાવાદમાં વકીલાત આરંભી. ૧૯૧૬ માં ગાંધીજી સાથેનું પહેલું મિલન. ૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહમાં સક્રિય. ૧૯૨૩ માં નાગપુરમાં ઝંડા સત્યાગ્રનમાં એ જ વર્ષમાં બોરસદ લડતમાં વિજયી. ૧૯૨૪ માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ. ૧૯૨૬ માં બારડોલી સત્યાગ્રહમાં નેતૃત્વ અને “સરદાર'નું બિરુદ. ૧૯૩૮ માં હરિપુરા કોંગ્રેસના સ્વાગતપ્રમુખ. ૧૯૪૬ માં નૌકાસૈન્યના બળવાને શમાવ્યા. ૧૯૪૭માં સ્વતંત્ર ભારતની પહેલી સરકારમાં નાયબ વડાપ્રધાન. એમની અથાક મહેનતથી દેશી રાજ્યો સ્વતંત્ર હિંદમાં ભળ્યાં. હૃદયરોગના હુમલાથી મુંબઈમાં અવસાન. રણછોડજી કેસુરજી મિસ્ત્રી સંપાદિત ‘વીરની હાકલ (૧૯૩૨)માં બારડોલી સત્યાગ્રહ સમયનાં ભાષણો સંચિત છે. નરહરિ પરીખ અને ઉત્તમચંદ શાહ સંપાદિત ‘સરદારનાં ભાષણા' (૧૯૪૯)માં વિવિધ લડતો વખતનાં પ્રેરક ભાષણો સંચિત છે. ‘સરદારની અનુભવવાણી' (૧૯૬૦), ‘સરદારની શીખ' (૧૯૬૨), સરદાર વલ્લભભાઈ પટેલના લેખો' (૧૯૬૯) વગેરે એમનાં લખાણોના અન્ય સંપાદિત સંગ્રહો છે. આ ઉપરાંત મણિબહેન પટેલ અને ગ. મા. નાંદુરકર સંપાદિત “સરદારશ્રીના પત્રા' (૧૯૭૫)માં કેટલાક અપ્રગટ પત્ર ગ્રંથસ્થ થયા છે.
ચ.ટા. પટેલ વલ્લભભાઈ શંકરભાઈ : રહસ્યકથી કલંકિની યા હીરાના હાર' (બી. આ. ૧૯૫૦)ના કર્તા.
પટેલ લલુભાઈ માધવભાઈ : નાટક ‘ગ્રામોદ્યારે માર્ગદર્શન’ (૯૩૭) ના કર્તા.
પટેલ લાલભાઈ ભૂલાભાઈ (૧-૪-૧૯૩૩) : કવિ, વાર્તાકાર, વિવેચક, જન્મ વતન ગાંધીનગર જિલ્લાના પારમાં. ૧૯૬૭માં ગુજરાતી વિષય સાથે બી.એ. અને ૧૯૬૯ માં એમ.એ. મુખ્યત્વે નડિયાદ અને અમદાવાદની કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક.
અંકિત' (૧૯૭૯) એમને ઊર્મિકાવ્યોનો સંગ્રહ છે. “રણમાં ઊગ્યાં ગુલાબ' (૧૯૭૭) એમને વાર્તાસંગ્રહ છે. “મડિયાની મન:સૃષ્ટિ' (૧૯૭૩), 'પરિક્રમણ' (૧૯૭૯) ઇત્યાદિ એમના વિવેચનસંગ્રહો છે.
જ.ગા.
પટેલ વસંતરાય માધવજીભાઈ (૧૫-૭-૧૯૩૫) : કવિ. જન્મ
સૌરાષ્ટ્રના શાહપુરમાં. ડિપ્લોમા ઇન આર્કિટેકચર, સ્થપતિ.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૧૭,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org