________________
દેસાઈ મૂળચંદ જે.–દેસાઈ મેહનલાલ દલીચંદ
દેસાઈ મોરારજી રણછોડજી (૨૯-૨-૧૮૯૬): આત્મકથાલેખક, નિબંધલેખક. જન્મ ભદેલી (વલસાડ)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે સાવરકુંડલા અને આવાંબાઈ હાઈસ્કૂલ, વલસાડમાં. ૧૯૧૨ માં મૅટ્રિક. ૧૯૧૭ માં વિલ્સન કોલેજ, મુંબઈથી, બી.એ. એ જ કૉલેજમાં દક્ષિણા-ફેલો. ૧૯૧૭માં યુ.ટી.સી.ની એક વર્ષની તાલીમ પછી ૧૯૧૮-૧૯૩૦ દરમિયાન નાયબ કલેકટર, પ્રાંત ઓફિસર અને મૅજિસ્ટ્રેટ તરીકે ગુજરાત-મહારાષ્ટ્રમાં સનંદી સેવા. ઓકટોબર ૧૯૩૦ની આઝાદીની લડત અંગે ધરપકડ અને જેલવાસ. એ દરમિયાન ગાંધી-સંપર્ક. ૧૯૩૬ માં ધારાસભ્ય અને મંત્રીમંડળના સભ્ય. ૧૯૫૦માં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક, ૧૯૭૩થી કુલપતિ. ૧૯૫૬માં કેન્દ્ર સરકારના વેપારઉદ્યોગ તથા નાણાખાતાના પ્રધાન. ૧૯૭૭માં વડાપ્રધાન. હાલ નિવૃત્ત.
એમણ “મારું જીવનવૃત્તાન્ત'- ભા. ૧-૩ (૧૯૭૨-૧૯૮૧)નામે આત્મકથા ઉપરાંત કુદરતી ઉપચાર' (૧૯૭૮), ગીતા : એક અનુશીલન' (૧૯૭૫), 'કૃષ્ણ જીવનસાર' (૧૯૮૦), 'અંતાની જીવનદૃષ્ટિ'- ભા. ૧-૩ (૧૯૮૨-૧૯૮૪) વગેરે પુસ્તકો આપ્યાં છે.
એ પત્રના મદદનીશ તંત્રી. “સાંજ વર્તમાનના વાપિક અંકોના સંપાદક. ૧૯૫૦થી ‘મુંબઈ સમાચાર'ના પારસી વિભાગના સંપાદક. ૧૯૬૧ થી એના તંત્રી. પશ્ચિમ જર્મની, સિંગાપુર, મોરિશિયાને પ્રવાસ.
ગુજરાતી સાહિત્યપરંપરાને સમજપૂર્વક અપનાવી શુદ્ધ ગુજરાતીમાં સર્જનાત્મક ઉન્મેપ બતાવનાર આ લેખકે શાંત, હાસ્ય, વીર, શૃંગાર વગેરે છ રસને અનુલક્ષીને અર્પણકૃતિ સહિત આઠ કાવ્યકૃતિઓનો લધુસંગ્રહ ‘પડથાર' (૧૯૪૩) આપ્યો છે. ‘બાપુ’ (૧૯૪૮) રાષ્ટ્રપિતાની કરુણ કાવ્યપ્રશસ્તિ છે. “નિમિષ” (૧૯૪૯) ઊર્મિગીતો અને મુકતકોને સંગ્રહ છે.” “અણસાર” (૧૯૬૧) “નિમિપીની સંવર્ધિત આવૃત્તિ છે. ‘ગુલઝારે શાયરી (૧૯૬૪)માં ચૂંટેલી ગઝલે છે. “પ્રીત' (૧૯૬૮) ઊર્મિકાવ્યોને સંગ્રહ છે.
‘વિદ્યાર્થી નાટિકાઓ' (૧૯૬૭) ઉપરાંત એમણે ‘મેરારજી દેસાઈ' (૧૯૫૪), વાલ્વર ફરામરોઝ હો. એડનવાલા' (૧૯૫૮),
સંત દસ્તુરજી કુકાદારૂ (૧૯૫૮), જમશેદજી જીજીભાઈ (૧૯૫૯) જેવાં ચરિત્રો તેમ જ ‘જર્મની આવું છે' (૧૯૬૬) અને ‘મોરિશિયસ' (૧૯૬૮) જેવાં પ્રવાસવર્ણને આપ્યાં છે. ધન્યભૂમિ ગુજરાત' (૧૯૬૫)માં ગુજરાતદર્શન છે. ‘મનીષા' (૧૯૫૧) અને ‘શ્રેષ્ઠ નિબંધિકાઓ' (૧૯૫૭) પ્રો. રમણલાલ શાહ સાથેનાં સંપાદન છે; તો ‘સુવર્ણરેણુ' (૧૯૫૩) ખાંડેકરની નવલકથાને અનુવાદ છે. “રત્નકંકણ' (૧૯૫૪) અને ‘કનકરેખા' (૧૯૭૦) અનુક્રમે રવીન્દ્રનાથનાં અને શરદબાબુનાં વિચારરત્નનાં સંપાદનો છે.
ભૂસુ. દેસાઈ મૂળચંદ જે.: પદ્યકૃતિ “સરાવીને સનેપાત અને વાંઢાને વિલાપ' (૧૯૧૧)ના કર્તા.
૨.ર.દ. દેસાઈ મૃણાલિની પ્રભાકર (૭-૧૦-૧૯૨૭): નવલકથાકાર, નિબંધલેખક. ૧૯૫૩માં નાગપુરથી બી.એ. ૧૯૫૫માં મુંબઈની એસ. એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૫૦થી ૧૯૫૩ સુધી મોરારજી દેસાઈના સચિવ. ૧૯૫૫થી ૧૯૫૮ સુધી આકાશવાણીના મુંબઈ કેન્દ્રમાં. ૧૯૭૫થી ૧૯૮૩ સુધી દિલ્હીમાં ફિલ્મ સેન્સર બોર્ડમાં તેમ જ ૧૯૭૨ થી ૧૯૮૦ સુધી દિલ્હી દૂરદર્શન વિભાગમાં એમણે સેવાઓ આપેલી. મરાઠી અને હિન્દીમાં પણ એમનાં પુસ્તકો પ્રકાશિત થયાં છે.
‘નિશિગંધ' (૧૯૭૦), પુત્ર માનવીનો' (૧૯૭૭) ને ‘પૂર્ણાહુતિ' (૧૯૭૯) એમની નવલકથાઓ છે. તે પૈકીની પુત્ર માનવીનો ગાંધીજીના ચરિત્રને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલકથા છે. “પ્રગતિને પંથે' (૧૯૭૭) અને જ્ઞાનદેવ' (૧૯૮૩) એમના ચરિત્રગ્રંથ છે.
બ.જા. દેસાઈ મોતીલાલ છોટાલાલ: ‘ફ્રાન્સિસ બેકનનું જીવનચરિત્ર' (૧૮૯૯)ના કર્તા.
૨૨.દ.
દેસાઈ મોહનલાલ દલીચંદ, ‘એક ગ્રેજ્યુએટ’, ‘વીરભકિત'
(૬-૪-૧૮૮૫, ૨-૧૨-૧૯૪૫) : સાહિત્યસંશોધક. જન્મ ગુણસર (જિ. રાજકોટ)માં. બી.એ., એલએલ.બી. થઈ મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત. અનેક જૈન સંસ્થાઓ સાથે સંલગ્ન. જેનયુગ” (૧૯૨૫-૧૯૩૧) તથા ‘જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હરેલ્ડ’ (૧૯૧૨-૧૯૧૭)ના તંત્રી. રાજકોટમાં અવસાન.
પ્રાચીન-મધ્યકાલીન જૈન સાહિત્યનું સંશોધન-અધ્યયન એમનું મુખ્ય ક્ષેત્ર છે. એમના ગ્રંથોમાં રહેલી સાહિત્ય-ઇતિહાસની પ્રચુર સામગ્રીમાં શાસ્ત્રીય વ્યવસ્થા, ચોકસાઈને વૈજ્ઞાનિક દૃષ્ટિ છે. એમના બે આકરગ્રંથ છે: 'જૈન ગૂર્જર કવિઓ'-ભા. ૧ (૧૯૨૬), ભા.૨ (૧૯૩૧), ભા. ૩-ખ. ૧ તથા ૨ (૧૯૪૪) અને 'જેનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ' (૧૯૩૩). પ્રથમ ગ્રંથ એક સંકલિત વર્ણનાત્મક હસ્તપ્રતસૂચિ તરીકે આશરે ચાર હજાર પાનાંની જેને ગૂર્જર કવિઓ'ની શ્રેણીરૂપે ઘણાં પરિશિષ્ટોથી યુકત છે; તો બીજા ગ્રંથ સંક્ષિપ્ત તરીકે ઓળખાવાયેલો પણ હજારેક પાનાં ધરાવતા જેને સાહિત્યનો ઇતિહાસ છે, જે મહાવીર સ્વામીના સમયથી સં. ૧૯૬૦ સુધીના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી સાહિત્યનું કાલક્રમબદ્ધ દિગ્દર્શન કરાવે છે. | ‘જેને ઐતિહાસિક રાસમાળા'- ભા. ૧ (૧૯૬૯), 'કવિવર
નયસુંદરકૃત ગિરનાર તીર્થોદ્ધાર રાસ અને તીર્થમાલા' (૧૯૨૦), ‘વિનયવિકૃત નયકણિકા' (ગુજરાતીમાં, ફત્તેહચંદ બાલન સાથે, ૧૯૧૦; અંગ્રેજીમાં, ૧૯૧૫), 'જૈનાચાર્ય આત્માનંદ જન્મશતાબ્દિ સ્મારક ગ્રંથ' (૧૯૩૬) અને 'જેન કાવ્યપ્રવેશ (૧૯૧૨) એમનાં સંપાદન છે. “શ્રીમદ્ યશોવિજયજી (અંગ્રેજીમાં), ‘સામાયિક સૂત્ર' (૧૯૧૧), ‘જિન દેવદર્શન' (૧૯૧૦) અને ‘સ્વામી વિવેકાનંદના પત્રો(૧૯૬૮) એમનાં અન્ય પ્રકીર્ણ પુસ્તકો છે.
જ.કો.
૨૫૮: ગુજરાતી સાહિત્યકેશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org