________________
દેબુ જહાંગીર અરદેશર–દેવજી વ્રજલાલ
દેબુ જહાંગીર અરદેશર (૧૦-૮-૧૯૧૯) : નવલકથાકાર. જન્મ નવસારીમાં. અભ્યાસ મૅટ્રિક સુધી. ‘મુંબઈ સમાચાર' સાથે સંલગ્ન.
એમણે ‘પ્રેમમહિમા' (૧૯૪૧), ‘સ્ત્રીજીવનને મહાન આદર્શ (૧૯૨૨), ‘સંગીતની કરામતી અસરો' (૧૯૪૩), 'નૃત્યકળા’ (૧૯૪૪), ‘નરગીસ ધિ ફિલ્મસ્ટાર' (૧૯૪૫), ‘મહોબ્બતનાં આંસુ યાને કિસ્મતની કટી' (૧૯૪૬), ‘સ્ત્રીસંસારની સાચી સફળતા’ (૧૯૫૫) તથા ‘| સિનેમા ગાયનમાળા' (૧૯૪૩) તેમ જ ‘ન્યૂ ઈન્ડિયા ફિલ્મ મ્યુઝિક ગાઈડ' (૧૯૪૭) જેવા ગ્રંથો આપ્યા છે.
૧૯૪૭માં એમ.બી.બી.એસ. તબીબી વ્યવસાય,
એમણે ‘લગ્નજીવન, માતૃત્વ અને કુટુંબનિયોજન' (૧૯૭૩) ગ્રંથ આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતી તબીબી સાંજ્ઞાઓના ઘડતરનું પ્રારંભિક કાર્ય પણ એમણે કર્યું છે.
દેબુ રૂસ્તમ બે. : નવલકથા ‘ગુલાબી ગામડિયણ' (૧૯૪૦)ના કર્તા.
દેલવાડાકર ગેપાળજી કલ્યાણજી (૧-૬-૧૮૬૯, ૧૭-૨-૧૯૩૫) : જન્મ જૂનાગઢ રાજયના દેલવાડામાં. ગુજરાતી છ ધોરણ સુધીનું ભણતર લઈ, મુંબઈ જઈ, મેસર્સ વાછા ગાંધીજી કંપનીમાં નામું લખવાની નોકરી. સર મંગળદાસના કુટુંબ સાથે પરિચય થતાં એ મારફતે આલફ્રેડ કંપનીના અધિપતિ મિ. રાણીના સંપર્કમાં. શાળામાં સંગીતશિક્ષક તેમ જ કિંડર ગાર્ટન શિક્ષણ પદ્ધતિમાં ઊંડો રસ. મુંબઈમાં અવસાન.
‘રાજા શ્રીમાળ’, ‘વસંતમાધવ', 'રમણસુંદરી' (૧૮૯૫), 'મદન વસંત' (૧૮૯૫), ‘મને હારી રંભા’, ‘નીલમ-માણેક, ‘તારા સુંદરી’, ‘મધુર બાળા’, ‘ચન્દ્રકળા’, ‘મનહર મેના', 'કુંડલીક’, ‘રાજભકિત', ‘યોગમાયા’ વગેરે એમનાં નાટકો છે.
‘નીલમ અને માણેક' (૮ ભાગ), ‘ચન્દ્રકળા’, ‘નિરંજાની અથવા વરઘેલી વનિતા’, ‘મધુરી અથવા પ્રેમઘેલી પ્રમદા', ‘મંદારિકા', ‘બેરિસ્ટરની બૈરી’, ‘બ્રીફલેસ બેરિસ્ટર’, ‘શાંતિપ્રિયા, ‘બહાદુર કલો અને અનાથ તારા', નંદકિશોર’, ‘નરગીસ નાટકકાર, ‘નવલગંગા' : ૧-૨, ‘સ્ત્રીઓની મહત્તા', ‘સહચરી', 'પૃથુકુમાર', ‘મહિલાસમાજ', 'કસુમ વાઘેલી’ વગેરે એમની નવલકથાઓ છે. આ ઉપરાંત બાળગ્રંથાવલીનાં અનેક પુસ્તકો અને સંગીત સતીમંડળ' પણ એમના નામે છે.
એ.ટી. દેવકરણ જયાવતી પ્રાણલાલ: પૌરાણિક તેમ જ ધાર્મિક વિષય પર રચેલા સંવાદોના સંગ્રહ 'સુ-મન સારથિ' (૧૯૪૫) નાં કર્તા.
દેરાસરી ડાહ્યાભાઈ પીતાંબરદાસ, ‘બુલબુલ' (૧૧-૧૦-૧૮૫૩, ૧૪-૩-૧૯૩૮): ૧૪ન્મ સુરતમાં. ૧૮૮૭માં પૂનાની કોલેજ ઍવ સાયન્સમાં જોડાયા. રાજકોટની ટ્રેનિગ કોલેજમાં શિક્ષક અને પછી ઉપાચાર્ય. ૧૮૯૬ માં ભૂસ્તરવિદ્યાના અભ્યાસ માટે ઇલૅન્ડ-ગમન. ત્યાં બાર એટ લૅની ઉપાધિ પણ મેળવી. અમદાવાદમાં વકીલાત. ગુજરાતના ભૂસ્તરવિદ્યા મંડળના પ્રથમ સભ્ય ફેલે. રૉયલ એશિયાટિક સેસાયટીના માનાર્ડ સભ્ય. રાજકોટની ૉન્ગ લાઈબ્રેરી અને વોટસન મ્યુઝિયમના સેક્રેટરી.
પંડિતયુગમાં મણિલાલ દ્વિવેદી અને બાલારામ ઉલ્લાસરામ કંથારિયાના ગઝલસંસકાર ઝીલીને સરલ તળપદી ભાષામાં દલપતરીતિએ પોતીકી લોકભાગ્ય રચનાઓ ઉતારનાર આ કવિનાં ‘ચમેલી’ અને ‘બુલબુલ' (૧૮૮૩) મહત્ત્વનાં સળંગ કાવ્યો છે. ‘ચમેલી' પંદર viડોમાં વિભકત સબંગ હરિગીતમાં ત્રણ પંકિતનું કાવ્ય છે; તો બુલબુલ'માં હરિગીત સાથે દેહરાનું મિશ્રણ કર્યું છે અને તેર અસમ ખંડોમાં એ ચાર પંકિતમાં રચાયું છે. એક જ છંદમાં વિસ્તારથી લખાયેલાં આ કાવ્યોમાં શિષ્ટ શૃંગારનું નિરૂપણ છે. એકના એક ભાવની પુનરાવૃત્તિથી કયાંક એકતાનતા આવી જતી હોવા છતાં વિષય અને રજૂઆતમાં આ રચનાઓ લાક્ષણિક બની છે. ‘હરિધર્મશતક' (૧૮૮૪) ની બસ પંકિતઓમાં, ધર્મગ્રંથોનાં અનિષ્ટ તત્ત્વને ઉપહાસ કર્યો છે. “અમારાં આંસુ (૧૮૮૪) અને ‘મધુમૃત’ પણ એમનાં કાવ્યો છે.
‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન' (૧૯૧૧) એ એમનું સુપ્રતિક વિવેચન છે. એમાં ૧૮૫૦થી ૧૯૧૦ સુધીના ગુજરાતી સાહિત્યની ઐતિહાસિક સમીક્ષા કરવાને પહેલો પ્રયત્ન છે. ‘કાન્હદે પ્રબંધ’નું ટિપ્પણ સહિત સંપાદન (૧૯૧૩) અને એને સુગમ્ય પદ્યાનુવાદ (૧૯૨૮, ૧૯૩૪, ૧૯૨૬?) નોંધપાત્ર છે.
મરાઠી પર આધારિત ‘પૌરાણિક કોશ’ અને ‘ભૌગોલિક કોશ’ તથા ' રસાયનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાન પરનાં પાઠવપુસ્તકો તેમ જ ‘રણજિતસિંહ' (૧૮૯૫) અને ‘શહેનશાહ પંચમજયોર્જ (૧૯૩૦) જેવા અનુવાદગ્રંથે પણ એમના નામે છે.
- એ.ટો. દેરાસરી હરિત રણજિત (૯-૧-૧૯૧૭) : કોશકાર, નિબંધકાર, જન્મ અમદાવાદમાં. ૧૯૩૪ માં મૅટ્રિક. ૧૯૩૯માં બી.એસસી.
દેવકી અયોધ્યા: જુઓ, ઝવેરી મનસુખલાલ મગનલાલ. દેવકૃષ્ણ મહારાજ : પદ્યકૃતિ “વેદાંતપદાવલિ'ના કર્તા.
દેવચંદ્ર: ‘મૃગાવતી રાણા' (૧૯૨૯)ના કર્તા.
નિ.વા. દેવચંદ્ર નરોત્તમદાસ : પદ્યકૃતિ 'કવિ પરભાશંક્ર વિરહ' (૧૮૯૧)ના
કર્તા.
દેવજી ગોરધનદાસ ભીમજી : નવકથા ‘ફિરંગી વહેપારીઓ (૧૯૨૫)ના કર્તા.
દેવજી લલ્લુભાઈ : રવદેશપ્રમાજિક વાત “બાબુ સત્યશોધક (૧૯૦૯)ના કર્તા.
૨.૨,દ. દેવજી વીજલાલ: નવલકથા ‘જગતશેઠના પુત્ર' (૧૮૮૨)ના કર્તા.
૨,૨,દ.
૨૪૪: ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org