SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ દવે જેઠાલાલ દેવશંકર – દવે જતીન્દ્ર હરિશંકર ભાવની કુમાશ અને અર્થનું ગાંભીર્ય છે, તો બાલગીતોમાં પ્રસન્તા અને સાદગી છે. બાળસાહિત્ય અને બાળશિક્ષણમાં એમની અધિક રચિ છે. ‘કૌશિકાખ્યાન' (૧૯૨૬) મહાભારતના ઉપથાન પરથી રચેલું કથાકાવ્ય છે. ધર્મવ્યાધને એમણ અનુભવી હરિજનરૂપે નિરૂપલે છે. સર્વધર્મપાલનને મહિમાં ગાનું આ કાવ્ય મહાકાવ્યની પ્રૌઢ શૈલીમાં રચાયેલું છે. તેમાં મરાઠીને ઓવી છંદ પ્રયોજાયો છે તે નવપ્રસ્થાન છે. ‘ગીતાગીતમંજરી' (૧૯૪૫)માં ગીતાના શ્લોકોને આધારે રચલી રૂપકાત્મક ગય રચનાઓ છે. ‘આંધળાનું ગાડું'(૧૯૨૭) ભવાઈનાં સફળ તવેના વિનિયોગ સાધતા લોકનાટયને પ્રયોગ છે. 'પ્રલાદ નાટક તથા સહનવીરનાં ગીત' (૧૯૨૯)માં સહનવીર પ્રહલાદની ઈશ્વરનિષ્ઠાને પ્રગટ કરનું નાટક અને બીજા ભાગમાં બાર ગીત છે. “ખેડૂતન શિકારી અને મધ્યમસની ચલ' (૧૯૩૧)માં મઘનિષેધ અને ખેડૂતોના શાષણને દર્શાવતાં નાટકો છે. 'રોકડિયો ખડૂત’ (૧૯૫૭) લેકસુલભ હતુપ્રધાન નાટક છે. ‘ગાલી મારી ઘરરર....જાય' (૧૯૫૭) બળનાટિકા છે. જીવનકથા મિષ પ્રવૃત્તિઓના આલેખ આપની ‘મારી જીવનકથા' (૧૯૭૫) એમની આત્મકથા છે. ‘ગાંધીજી' (૧૯૩૯), ‘બારસેવક ગેખલે' (૧૯૪૦) અને ‘ખાદીભકત ચુનીભાઇ' (૧૯૬૬) એમણ કરેલાં સુખ ચરિત્રાલેખને છે. ચાલગાડી' (૧૯૨૩), 'પંખીડાં' (૧૯૨૩), ‘ચણીબોર' (૧૯૨૩). અને ‘રાયણ' (૧૯૨૩) એ પ્રાચીન-અર્વાચીન બાચિત ગીતાનાં સંપાદન છે. “ગ્રામ ભજન મંડળી' (૧૯૩૮) એ ગ્રામજનો માટેનાં ઉત્તમ ભજનોનું સંપાદન છે. ‘વિદ્યાપીઠ વાચનમાળા'ભા. ૧ થી ૪ (૧૯૨૩)માં એમણે સહસંપાદન કર્યું છે. ‘ઈશ ઉપનિષદ' (૧૯૬૬)માં ઈશપનિષદના શ્લોકોને પદ્યાનુવાદ, મૂળ શ્લોકો તથા તેની સમજૂતી આપેલાં છે. ગુરુદેવનાં ગીતા' (૧૯૭૨) માં ટાગેરનાં કાવ્યોના ભાવવાહી ગેય અનુવાદ છે. એમાંનાં શિશુકાવ્યો નિર્ચાજ શૈલીથી ગુજરાતીમાં કન્યાં છે. મ.સ. દવે જેઠાલાલ દેવશંકર : ચરિત્રલક્ષી પુસ્તકો ‘મહાત્મા ગાંધી અને હિંદનાં મહાન નવ રત્નો' (૧૯૨૧), ‘વધર્મનિષ્ઠ દૈવી જીવન’ (૧૯૨૩), ‘ગૃહિણી રત્નમાળા’, ‘વિનોદચંદ્ર', 'સુભદ્રાની આત્મકથા’ તથા અન્ય કથાત્મક પુસ્તકો ‘આત્મજતિ કિંવા બ્રહ્મદર્શન અને જયોતિદેવીની આત્મકથા' (૧૯૨૧), ‘સુખી દંપતિ', ‘રાજર્ષિ', ‘વહુ ઠકુરાણી, તપસ્વી રાજકુમાર’ અને ‘બહુચરાજીની યાત્રાના કર્તા. નિ.વા. દવે જેઠાલાલ નાથાલાલ : નવલકથા ‘ભકિતના ખલ’ભા. (૧૯૪૩), ‘સ્વર્ગની અથવા આદર્શની કથા'- ભા. ૧, કાવ્યગ્રંથ “અદ્વૈતવીણા’, ‘સ્વધર્મસંગીત” અને “માયાનાં મંથન” (૧૯૪૬)ના કર્તા. નિ.. દવે જતીન્દ્ર હરિશંકર, ‘અવળવાણિયા', ગુમ'(૨૧-૧૦-૧૯૦૧, ૧૧-૯-૧૯૮૦) : હાસ્યલેખક. જન્મ વતન સુરતમાં. પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૩માં સંસ્કૃત-ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૨૫માં એમ.એ. ૧૯૨૬-૩૩ દરમિયાન મુંબઈમાં ક. મા. મુનશી સાથે રહી ગુજરાતી સાહિત્યને ઇતિહાસ તૈયાર કરવાની યોજનામાં જોડાયા અને ‘ગુજરાત' માસિકના ઉપતંત્રી બન્યા. વચ્ચે થોડો સમય મુનશી જેલમાં જતાં પોતે મુંબઈની કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. ૧૯૩૩-૩૭ દરમિયાન સુરતની એમ. ટી. બી. કોલેજમાં ગુ૧૮રાતીના અધ્યાપક, ૧૯૩૭માં મુનશીના આગ્રહથી ફરી પાછ મુંબઈમાં ઓરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં પહેલાં ભાષાંતર કાર અને પછી મુખ્ય ભાષાંતરકાર. ૧૯૫૬ માં ત્યાંથી નિવૃત્તા થઈ મુંબઈની કેટલીક કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક. છેલ્લે માંડવી (કચ્છ)ની કોલેજમાં ત્રણેક વર્ષ આચાર્ય. ૧૯૪૧ માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૬ માં સુરતમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. અંતિમ વર્ષો મુંબઈમાં વિતાવી ત્યાં જ અવસાન. ગાંધીયુગમાં બુદ્ધિલક્ષી નર્મમર્મયુકત હળવે: નિબંધાના કા રા. વિ. પાઠક, ધનસુખલાલ મહેતા, વિભૂરાય વૈદ્ય, ગગનવિહારી મહેતા, જયેન્દ્ર દૂકાળ આદિને જ વર્ગ આવ્યા તેમાં જયોતીન્દ્ર દવે સૌથી વિશેષ કપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. હાસ્યકાર તરીકેની ઊંચી શકિત અને હાસ્યપ્રેરક વ્યાખ્યાના આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણાને એમાં ફાળે હતું. ‘રંગતરંગ'- ભા. ૧ થી ૬ (૧૯૩૨, ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૪, ૧૯૪૬), ‘મારી નોંધપોથી' (૧૯૩૩), ‘હાસ્યતરંગ' (૧૯૪૫), ‘પાનનાં બીડાં' (૧૯૪૬), ‘અલ્પાત્માનું આત્મપુરાણ (૧૯૪૭), ‘રતીની રોટલી' (૧૯૫૨), ‘નજ૨ : લાંબી અને ટૂંકી’ (૧૯૫૬), ‘ત્રીજું સુખ' (૧૯૫૭), રોગ, યોગ અને પ્રગ’ (૧૯૬૦), જયાં ત્યાં પડે નજર મારી' (૧૯૬૫) તથા પોતાના પ્રતિનિધિ હાસ્યલેખેને સંપાદિત કરી પોતે જ પ્રગટ કરેલે સંગ્રહ ‘જયોતીન્દ્ર તરંગ' (૧૯૭૬)- એ ગ્રંથોમાંના લેખા-નિબંધામાં સાહિત્ય, કેળવણી, સામાજિક-રાજકીય આચારવિચાર, અંગત જીવનની રુચિ-અરુચિ, રોજિંદા જીવનની વસ્તુઓ અને ઘટનાઓ એમ માનવજીવનને સ્પર્શતી કોઈ પણ બાબત લેખકના હાસ્યનું લક્ષ્ય બની છે. વસ્તુની અંદર રહેલી ન્યૂનતા, વિસંગતિ ને વિકૃતિ પારખવાની અપૂર્વ સૂઝ, માનવજીવન તરફ જાવાની સમભાવપૂર્ણ દૃષ્ટિ તથા બહુશ્રુતતા - આ તત્ત્વોના રસાયણમાંથી સર્જાયેલા એમના નિબંધો વક્રદર્શી કે છીછરા બન્યા વગર વિવિધ પ્રકાર હાસ્ય નિષ્પન્ન કરે છે. સંવાદચાતુર્ય, આડકથા, પ્રસંગે ને ટુચકાના આશ્રય; આડંબરી ભાષાનો પ્રયોગ; વિચિત્ર પ્રકારની પરિસ્થિતિનું આયોજન; અત્યુકિત, અતિશયોકિત કે શબ્દરમત, અલંકારો ઇત્યાદિ વિવિધ પ્રયુકિતઓનો આશ્રય લેતી એમની શૈલી લીલયા હાસ્યને જન્માવે છે. “અવસ્તુદર્શન', “અશોક પારસી હતો', ‘મહાભારત : એક દૃષ્ટિ', ‘મારી વ્યાયામસાધના,’ ‘સાહિત્ય પરિષદ જેવા ઘણા નિબંધે એમની ઉત્તમ હાસ્યકાર તરીકેની શકિતના ૨૨૦: ગુજરાતી સાહિત્યકાળ -૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy