________________
-
દવે ઇન્દ્રવદન કાશીનાથ- દવે કાશીશંકર મૂળશંકર
દવે ઉગરેશ્વર ભગવાન : પદ્યકૃતિ ‘દવી કોપ' (૧૮૯૬)ના કતાં.
‘નિકાંધાદશ' (૧૯૩૮) ઉપરાંત એકાંકીસંગ્રહ “સાચું લગ્ન અને બીજાં નાટકો' (૧૯૬૪) એમના નામ છે.
પ.માં. દવે ઇન્દ્રવદન કાશીનાથ (૮-૧૦-૧૯૨૨, ૨૧-૬-૧૯૭૬): વિવેચક, સંપાદક. જન્મ શહેરામાં. વતન અમદાવાદ. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ શહેરા અને અમદાવાદમાં. ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૫માં બી.એ. ૧૯૪૭માં એમ.એ. ૧૯૫૮ માં પીએચ.ડી. ૧૯૪૭થી ૧૯૭૬ સુધી વિવિધ કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક. છેલ્લે જંબુસરમાં આચાર્ય. ભરૂચમાં અવસાન. વિવેચનસંગ્રહ ‘ઉપાસના' (૧૯૭૧) અને શોધપ્રબંધ ‘કલાપી – એક અધ્યયન' (૧૯૬૯) એમના નામે છે.
આ ઉપરાંત 'કલાપીનો કેકારવ' (૧૯૫૯),‘અભિમન્યુ આખ્યાન' (૧૯૬૭), ‘સુદામાચરિત' (૧૯૬૭), 'કાશમીરનો પ્રવાસ' (૧૯૭૮), ‘કલાપીના ચાર સંવાદો' (૧૯૭૫), ગ્રંથ અને ગ્રંથકાર’: ૧૦ (ધીરૂભાઈ ઠાકર સાથે, ૧૯૫૨) જેવાં સંપાદનો પણ એમણે આપ્યાં છે.
૫.માં. દવે ઇશ્વરલાલ રતિલાલ, ‘રાજ્યવ્રત' (૨૧-૯-૧૯૨૧): વિવેચક,
સંપાદક. જન્મ પાળિયાદ (જિ. ભાવનગર)માં. ૧૯૩૯માં બોટાદ (હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૪૩ માં ભાવનગરની શામળદાસ કોલેજમાંથી બી.એ. ૧૯૪૫ માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૪૫ ના પ્રથમ સત્ર દરમિયાન જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અધ્યાપન. ત્યારબાદ ૧૯૪૫ થી ૧૯૪૭ સુધી ‘ફૂલછાબ' (રાણપુર) અને પછી 'પ્રજાબંધુ' (અમદાવાદ)ના સહતંત્રી. ૧૯૪૭થી ૧૯૧૧ સુધી અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કોલેજમાં અધ્યાપક. ૧૯૫૨ થી ૧૯૫૩ સુધી સૌરાષ્ટ્ર રાજયમાં આસિસ્ટન્ટ ડાયરેકટર
ઓફ ઇન્ફર્મેશન. ૧૯૫૩થી ૧૯૬૯ સુધી ભાવનગરની શામળદાસ કૉલેજમાં અને ૧૯૬૯થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. ૧૯૮૧માં નિવૃત્ત.
‘૧૯૫૯નું ગ્રંથસ્થ વાડ મય' (૧૯૫૯), 'ટૂંકીવાર્તા : શિલ્પ અને સર્જન' (૧૯૬૭), “સાહિત્યગોષ્ઠિ' (૧૯૭૧), ‘સરરવતીને તીરે તીરે' (૧૯૭૬) અને 'અનુભાવના' (૧૯૮૨) એમના વિવેચનગ્રંથ છે. ‘દક્ષિણ ભારતના સૌરાષ્ટ્રી' (૧૯૫૫), 'કવિ ન્હાનાલાલનાં ભાવપ્રધાન નાટકો-એક અધ્યયન’(૧૯૬૩) અને 'ચારણી સાહિત્ય : આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો' (૧૯૮૨) એમના સંશોધનગ્રંથ છે. એમણે બહુધા સાહિત્યસ્વરૂપ સિદ્ધાંતવિચારણા, કૃતિ અને કર્તાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરતા લેખે લખ્યા છે.
‘સુદામાચરિત્ર' (૧૯૫૧), ‘ચન્દ્રહાસાખ્યાન' (૧૯૬૧), 'કુંવરબાઈનું મામેરું' (૧૯૬૪), ‘આદિકવિની આર્યવાણી' (૧૯૭૩), ‘મહેકથો કસુંબીને રંગ' (૧૯૭૪), 'બ્રહ્માનંદ પદાવલિ' (૧૯૭૯) વગેરે એમનાં સંપાદનો છે. આ ઉપરાંત ‘રવિ-ઘ તિ' (૧૯૮૦)માં એમણે રવિશંકર જોષીના લેખે સંપાદિત કર્યા છે. “વૈષ્ણવધર્મ: ઉદ્ભવ અને વિકાસ’ (૧૯૮૧) એમને અનુવાદગ્રંથ છે.
બ.જા.
દવે ઉપેન્દ્રપ્રસાદ નટવરલાલ (૨૯-૧૦-૧૯૪૫) : કવિ, નવલકથાકાર. જન્મ રૂપલ (જિ. ગાંધીનગર)માં. ૧૯૬' માં એસ.એસ.સી. ૧૯૬૫ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭ માં ગુજરાતી ભાષાવિજ્ઞાનમાં એમ.એ. અત્યારે કવિશ્રી બોટાદકર કૉલેજ, બોટાદમાં ગુજરાતીના અધ્યાપક.
ભકિતગીનો સંગ્રહ સ્મૃતિ' (૧૯૬૫) અને નવલકથા હું જ મારો અંતર' (૧૯૭૧) એમનાં પુસ્તકો છે.
હત્રિ. દવે કનુબહેન ગણપતરામ (૧૮૯૨, ૬-૧-૧૯૨૨) : કવિ, અ'વાદક. જન્મસ્થળ કરનાળી (જિ. વડોદરા). પ્રાથમિક શિક્ષણ પેટલાદની કન્યાશાળામાં. ચાર ઘેરણ સુધી અભ્યાસ. ૧૯૧૭૧૯૧૮ દરમિયાન અનુક્રમે પાટણ મહિલા સમાજ તથા સુરતે સ્ત્રી સમાજનાં મંત્રી. ૧૯૨૦માં સત્યાગ્રહની ચળવળમાં. કોલદાપુરમાં અવસાન. શૈશવ અને શાળાજીવનનાં તથા દાંપત્ય અને સાહિત્યજીવનનાં સ્મરણની નોંધને સંચય ‘મારી જીવનમૃતિ' (મરણોત્તર, ૧૯૩૮) તથા રાષ્ટ્રભાવના, ધર્મ, તત્ત્વજ્ઞાન, લગ્નભાવના, શિક્ષણ, સાહિત્ય, કલા અને વિજ્ઞાન જેવા વિષયે પરના ચિંતનાત્મક વિચારોને નિરૂપતાં લખાણને સંચય “નોંધપાથી સંવેદનસંહિતા' (૧૯૩૮) એમના નામે છે. એમણે હિન્દીમાંથી રવીન્દ્રનાથકૃત ‘ગીતાંજલિ'ને, ન્હાનાલાલની પ્રસ્તાવના સાથેના અનુવાદ ૧૯૨૦માં પ્રગટ કર્યો છે.
દવે કનૈયાલાલ ભાઈશંકર (૨૫-૧-૧૯૦૭, ૧૫-૭-૧૯૧૯) : સંપાદક. વતન રણુંજ (તા. પાટણ). પ્રાથમિક છ ધોરણ સુધીના અભ્યાસ પાટણમાં કર્યા બાદ કાશીની સરકારી કોલેજની ‘મધ્યમા' પરીક્ષા પસાર કરી. દ્વારકા શારદાપીઠના શ્રી શંકરાચાર્ય તરફથી ‘કર્મકાંડ વિશારદ'ની પદવી. સંશોધન, પુરાતત્ત્વ, ઇતિહાસમાં ઊંડો રસ. નર્મદ સુવર્ણચંદ્રક. વ્યવસાયે કર્મકાંડી.
એમણે સંપાદિત અનુવાદ ‘સરસ્વતીપુરાણ' (૧૯૪૦) ઉપરાંત ‘ગુજરાતનું મૂર્તિવિધાન’, ‘સિદ્ધસર સહસ્ત્રલિંગને ઇતિહાસ (૧૯૩૫) અને ‘વડનગર' (૧૯૩૭) જેવા ગ્રંથો આપ્યા છે. .
કૌ.બ. દવે કપિલપ્રસાદ મહાસુખરામ: પદ્યકૃતિ “રાષ્ટ્રને રણનાદ' (૧૯૩૦) તેમ જ ચરિત્રકૃતિ ‘ભગતસિંહ કોણ?” ('૫૯૩૧) ના
કર્તા.
ક..
દવ કાલિદાસ રતનજી : શ્રીમદ્ ભગવદ્ ગીતાના સા“ભૂતતવન પદ્યમાં રજૂ કરતી કૃતિ 'અષ્ટાદશશ્લોકી ગીતા' (૧૯૨ ૧) ના કર્તા.
કૌ.બ. દવે કાશીશંકર મૂળશંકર : કવિ, ચરિત્રલેખક, મુખ્યત્વે દલપતરામ
અને નર્મદા વિશે જ લખતા રહેલા એમણે વિવિધ સંસ્કૃત છંદોમાં
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૨૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org