________________
ત્રિપાઠી મણિભાઈ દામોદરદાસ-ત્રિપાઠી રણછોડલાલ મૂળજીભાઈ
વ્યકિતનિરૂપણ ઉપસાવ્યું છે. ઉત્તરાજયકુમારી’ એમનું નાટક છે.
‘દેશી રાજય અને મનુસ્મૃતિમાંને રાજનીતિસાર' (૧૮૬૮), “વેદાન્તવિચાર' (૧૮૯૮), ‘વેદાન્તતત્ત્વ પત્રાવલી', “વાર્તિકલેખક અને વાચન’ એમને અન્ય ગ્રંથ છે.
એમણે ‘વિચારસાગર’, ‘મણિરત્નમાળા’, ‘ભગવદ્ ગીતા', ‘અદ્વૈતાનુભૂતિ' વગેરે અનુવાદ-ગ્રંથો આપ્યા છે. “ધ સ્કેચ ઑવ વેદાન્ત ફિલેફી' નામે અંગ્રેજી પુસ્તક પણ લખ્યું છે.
બા.મ. ત્રિપાઠી મૂળજી રઘુનાથ : ‘બાળરબોધ' -- ભા. ૧, ૨ (૧૮૯૮,
૧૮૯૯)ના કર્તા.
આશય પણ અહીં લેવાયો છે. ‘વૈકુંઠ નથી જાવું' (૧૯૮૩) નામના એમના લલિતનિબંધોના સંગ્રહમાં અંગતતા અને હળવાશનું વિશિષ્ટ સંવેદન રચાયું છે. હળી’ કે ‘વૈકુંઠ નથી જાવું' જેવા નિબંધે નોંધપાત્ર છે. દ્રોણાચાર્યનું સિંહાસન' (૧૯૮૫)માં શિક્ષણજગતના એમના અંચિત અનુભવો મૃદુ હાસ્યથી તીવ્ર કટાક્ષ દ્વારા નિબંધિકાઓના સ્વરૂપમાં મુકાયા છે; તો ગોવિન્દ માંડી ગોઠડી' (૧૯૮૭) ના અનુભવપુષ્ટ અને સમભાવયુકત હળવા હાસ્યમાં સંવાદિતા અને પ્રફુલ્લિતતાનો સૂર પ્રવેશેલો છે.
એમણે “લીલા' (૧૯૭૪) નામે ત્રિઅંકી નાટક લખ્યું છે, જેમાં ગુજરાતની લોકનાટયશૈલીને વિનિયોગ એમને અનેક વેશે’ રચવા તરફ લઈ ગયો છે. એના પચાસેક નાટયપ્રયોગો થઈ ચૂકયા છે.
ચં.ટે. ત્રિપાઠી મણિભાઈ દામોદરદાસ (૧૮૯૦, ૧૯૬૭) : દક્ષિણમાં
આવેલાં દત્તાત્રેયનાં તીર્થધામની યાત્રાનું નિરૂપણ કરતું ‘સાહમાંથી સતતીર્થ' (અન્ય સાથે, ૧૯૫૪) એમનું પ્રવાસપુસ્તક છે. 'જડીબૂટી' (૧૯૫૯)માં પુત્ર મનુભાઈના અકાળ અવસાનથી ઉદ્ભવેલી વેદનાને પત્રરૂપે વ્યકત કરી છે. એમના “હૃદયદ્ગાર' (૧૯૬૩)માં સ્વરૂપવૈવિધ્ય જોવાય છે.
શ્ર.ત્રિ. ત્રિપાઠી મનઃસુખરામ સૂર્યરામ (૨૩-૫-૧૮૪૦, ૩૦-૫-૧૯૦૭): નિબંધકાર, ચરિત્રકાર. ૧૮૬૧માં ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટમાં પ્રવેશ લીધા પછી આંખની બીમારીને કારણે ૧૮૬૩માં અભ્યાસ છોડી મુંબઈની શેઠ માધવદાસ ધીરજલાલની પેઢીમાં જોડાયા. શેરસટ્ટાને ધંધા. ફાર્બસ સભા'ના સ્થાપકોમાંના એક. ‘બુદ્ધિવર્ધક સભા'ના અગ્રગણ્ય સભ્ય. અમદાવાદની “ધર્મસભાના મુખપત્ર “ધર્મપ્રકાશના ઉપતંત્રી. ૧૮૬૯થી જૂનાગઢના અને ત્યાર પછી કચ્છ, ઈડર, ભાવનગર વગેરે સ્થળે દેશી રાજયોના એજંટ, નડિયાદમાં પત્નીના નામ ઉપર “ડાહીલક્ષ્મી લાયબ્રેરીની સ્થાપના. નડિયાદમાં અવસાન.
એમની લેખનપ્રવૃત્તિનો પ્રારંભ રણછોડભાઈ ઉદયરામ સાથે કરેલી પદ્યકૃતિ ‘વિવિધપદેશ' (૧૮૫૯)થી. પછી ગદ્યલેખન એમની મુખ્ય પ્રવૃત્તિ બની. ગુજરાતી નિબંધના પ્રાથમિક તબક્કો પ્રાચીન સંસ્કૃતિ, સંસ્કૃતપ્રીતિ, વેદાન્તવિચારધારા અને વિલક્ષણ વ્યકિતત્વના વિશિષ્ટ સંયોજનથી જુદું તરી આવતું એમનું પંડિતયુગીન ગદ્ય ખાસ ધ્યાન ખેંચે છે. બહુશ્રુતતા અને સંસ્કૃતપ્રાર્થના સંસ્કારોથી એમનું ગદ્ય બહુધા અતિશિષ્ટ છે.
‘વિપત્તિ વિશે નિબંધ' (૧૮૬૩) અને “અસ્તોદય અને નળદમયંતી' (૧૮૭૦)માં આવતાં સુખદુ:ખ-ચડતી પડતીની સદૃષ્ટાંત ચર્ચા કરીને જીવનસત્વને એમણે તારવ્યું છે. એમણે ફૉર્બસ જીવન ચરિત્ર અને ફૉર્બસ વિરહ' (૧૮૬૯), 'સુજ્ઞ ગોકુલજી ઝાલા તથા વેદાન્ત (૧૮૮૧), “શેઠ હરિવલ્લભદાસ બાલગેવિન્દદાસ' (૧૮૮૯), 'શ્રીમાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝા-- એઓના જીવનચરિત્રનું ઉદ્ઘાટન’ (૧૯૦૪) અને 'કરસનદાસ અને તત્સંબંધી વિચાર’ જેવા ચરિત્રગ્રંથોમાં ગુણાનુરાગી
ત્રિપાઠી મૂળવંતરાય વસંતરાય, ‘મનુભાઈ' (૫-૫-૧૯૧૨, ૧૧-૪-૧૯૮૭): નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ગોંડલમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જૂનાગઢમાં. ૧૯૩૫માં મૅટ્રિક. ૧૯૩૭માં બી.એ. ૧૯૩૯થી ભાવનગર, રાજકોટ, જેતપુરની વિવિધ હાઇસ્કૂલમાં શિક્ષક, પછી આચાર્ય. ૧૯૧૫-'૧૯૭૨ દરમિયાન આફ્રિકા. ત્યાં શિક્ષક, પછી શિક્ષણાધિકારી. ૧૯૭૨થી ભારતમાં, નિવૃત્ત જીવન. જૂનાગઢમાં અવસાન.
એમણે 'પ્રતાપી પર્વત' (૧૯૩૭) અને તત્કાલીન શિક્ષણની બદીઓ વ્યકત કરતી “ઘડવૈયો' (૧૯૪૬) એ બે નવલકથાઓ તેમ જ ‘સ્મરણજયોત' (૧૯૫૬) અને ‘એક આ વન' (૧૯૫૮) નામે બે વાર્તાસંગ્રહો આપ્યાં છે. ‘ગાવે ઘૂમતા ગુજરાતી કોશ’ (૧૯૪૨) અને “નાનું અંગ્રેજી વ્યાકરણ’ ઉપરાંત એમણ કેટલાંક પાઠયપુસ્તકો પણ લખ્યાં છે.
બા.મ. ત્રિપાઠી ગીન્દ્ર જગન્નાથ (૧૪-૧૫ ૧૯૧૧, ૨૦૧૨-૧૯૭૨): કવિ. જન્મ ગામડી ગામે. વતન સરખેજે. એમ.એ., પીએચ.ડી. ૧૯૫૮ થી ૧૯૭૨ સુધી મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક. વડોદરામાં અવસાન. ‘હદોમિ' (૧૯૬૫) અને ‘ત્રિનેત્ર' (૧૯૭૩) એમના કાવ્યસંગ્રહ છે. ‘તમ મા જયોતિર્ગમય' (૧૯૬૯) એમની લઘુનવલ છે. ગુરુ નાનક' (૧૯૪૨) ચરિત્રગ્રંથ છે. ‘માટીપગે માનવી (૧૯૬૩)માં ચૌદ રેખાચિત્રો છે. શોધપ્રબંધ સાગર : જીવન અને કવન' (૧૯૪૬) તેમ જ ‘અખે અને મધ્યકાલીન સંતપરંપરા' (૧૯૭૨) પણ એમના નામે છે.
‘દિવાને સાગર' (૧૯૪૩), “સાગરની પત્રપા' (૧૯૫૦), ‘માતાજી ડેકારેશ્વરી ભજનામૃત' (૧૯૬૮) વગેરે એમનાં સંપાદન છે. જીવનમાં સફળ કેમ થશે?” (૧૯૬૩) એમણે કરેલો અનુવાદ છે.
પા.મા. ત્રિપાઠી રણછોડલાલ મૂળજીભાઈ, ‘નૌતમ': ‘સુબાધ ચિતામણિ કાવ્ય' (૧૯૦૫)ના કર્તા.
નિ.વ.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૧૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org