________________
ઠાકર ભેગીભાઈ – ઠાકર લાભશંકર જાદવજી
એમણે શબ્દસલિલ' (૧૯૭૨) અને 'વહ્યાભાઈ ળશાજી-એક અધ્યયન' (૧૯૭૪) જેવાં વિવેચનપુસ્તકો આપ્યાં છે. ઉપરાંત અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી એમણે ઘણાં પુસ્તકો તૈયાર કર્યા છે.
‘મદનમોહના' (૧૯૭૬), 'કલાપીના સંવાદો' (૧૯૭૬), ‘કાશમીરને પ્રવાસ' (૧૯૭૬) વગેરે કૉલેજકક્ષા માટેનાં એમનાં સંપાદનો છે.
ચં.ટી. ઠાકર ભેગીભાઈ : અગિયાર હિન્દી કાવ્યો સહિત પિસ્તાળીસ કાવ્યકૃતિઓનો સંગ્રહ ‘વંદના' (૧૯૫૯)ના કર્તા.
૨૨દ. ઠાકર ભેગીલાલ: દસ પ્રવેશવાળું એકાંકી “ઉજાણી'ના કર્તા.
૨.૨,દ. ઠાકર મણિલાલ : બાળસાહિત્યકાર, મેરીબેયનના અંગ્રેજી પુસ્તકને
આધારે લખાયેલા એમના બાળપુસ્તક “ધરતીને બાળમેળો (૧૯૪૫)માં દુનિયાના જુદાજુદા નવ દેશે અંગેની વાત જે તે દેશના બાળકને મુખે કહેવાયેલી છે. “ભળી જમના' અને ‘વાત બહેનો' (૧૯૩૦) એ પુસ્તકો ઉપરાંત બાપુની કૂચ અને પરિમલ” નામનાં પુસ્તકોનું સર્જન એમણે ઈન્દ્રપ્રસાદ ભટ્ટ સાથે કર્યું છે.
-માં હરિયાજૂથની વાર્તાઓ સર્જક-આવિષ્કારનું એક સંપન્ન પાસું ઊભું કરે છે. વિનેદ અને કપોલકલ્પિતને વિનિયોગ પરિણામગામી છે.
ચહેરા' (૧૯૬૬) નવી નવલકથાની વિભાવના ચરિતાર્થ કરતી પ્રયોગશીલ નવલકથા છે; અને નાયકના વિષાદની બૂટક સ્મૃતિકથા રૂપે કહેવાયેલી છે. એમાં ઘટકો પરસ્પરથી સંલગ્ન થયા વગર કથાની એક વિશિષ્ટ સૃષ્ટિ ઊભી કરે છે અને કૃતક મહારાં ધારણ કરીને આવતા વર્તમાનના ચહેરાનું ઉપહાસચિત્ર પ્રાણવાન ભાષામાં ઉપસાવે છે. ‘કિમ્બલ રેવન્સવુડ’ (૧૯૮૧)માં અમેરિકાની ધરતી પર જયોતિષવિદ્યાના સહારે હળવી માવજતથી કપોલકલ્પિતનાં તો ગૂંથીને કરેલી રજૂઆત છે. ‘કલ્પવૃક્ષ' (૧૯૮૭) એમની કોમ્યુટર નવલકથા છે. એમણે પોતાનાં જ નાટકો પરથી કરેલાં નવલકથા-રૂપાન્તરો રૂપે ત્રણ કૃતિઓ આપી છે. કામિની' (૧૯૭૦) એ કોઈ એક ફૂલનું નામ બોલો તો' (૧૯૬૮)નું, ‘સભા' (૧૯૭૨) એ 'કુમારની અગાશી' (૧૯૭૫)નું અને ‘સાપબાજી' (૧૯૭૩) એ “આપણે કલબમાં મળ્યાં હતાં’નું રૂપાન્તર છે. ખૂન અને રહસ્ય જેવા વિષયવસ્તુની આસપાસ ગૂંથાયેલી આ કૃતિઓમાં સંવાદો આકર્ષક છે. બોલચાલની નજીક પહોંચી જતી પાની ભાષાનું પત જીવંત છે. “અશ્વત્થામા' (૧૯૭૩) એમના તખ્તાલાયક એકાંકીઓને સંગ્રહ છે. એમાં ઍબ્સર્ડ રંગભૂમિની સભાનતા છે, છતાં નાટયાત્મક પરિસ્થિતિ અને પાત્રોચિત ભાષાના વિવિધ અર્થ-અધ્યાસે જન્માવવામાં નાટકકાર સફળ રહ્યા છે.
‘આકંઠ' (૧૯૭૪)માં ‘આકંઠ સાબરમતી' નાદ્યસંરથાની પ્રવૃત્તિના ફાલ રૂપ ઊતરેલાં, વિવિધ લેખકોનાં પચાસેક નાટકોમાંથી અભિનવ અખતરા હોય એવાં તવીસ નાટકોનું ચયનસંપાદન છે.
શૉના “પિમેલિયન’નું ‘સંતુ રંગીલી' અને ફ્રેડરિક દુરન માનના “ધ વિઝિટ'નું ‘શરત’ તેમ જ લુથની કૃતિનું ‘ખલંદો' એ એમનાં અત્યંત સફળ નીવડેલાં નાટયરૂપાન્તરો છે. આ ઉપરાંત યુસિસ સંસ્થા માટે એમણે ત્રણેક સાહિત્યકૃતિઓના અનુવાદ પણ કર્યા છે.
એ.ટી. ઠાકર માણેકલાલ નાગરલાલ: ‘કર્વેનું આત્મચરિત્ર': ઉત્તરાર્ધ (૧૯૨૮)ના કર્તા.
કી..
ઠાકર મધુસૂદન વલ્લભદાસ, મધુરાય' (૧૯-૭-૧૯૪૨): વાર્તાકાર, નવલકથાકાર, નાટયકાર. જન્મ જામખંભાળિયામાં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ દ્વારિકામાં. કલકત્તાની રેસિડન્ટ કૉલેજ, કલકત્તા યુનિવર્સિટીમાંથી જનરલ વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં અમદાવાદ. નવનીતલાલ એન્ડ કંપનીમાં જાહેરખબર-લેખનના કાર્ય સાથે સંલગ્ન. ‘આકંઠ સાબરમતી’ નાટ્યસંસ્થાની સ્થાપના. ૧૯૭૦માં ઈસ્ટ વેસ્ટ સેન્ટર તરફથી સાંસ્કૃતિક આદાનપ્રદાન યોજનામાં રંગમંચ અને દિગ્દર્શનની તાલીમાર્થે અમેરિકા. ૧૯૭૨ માં ભારત પરત. ૧૯૭૪માં ફરી અમેરિકા. ત્યાં સર્જનાત્મક સાહિત્યલેખન વિષયમાં એમ.એ. ૧૯૭૮માં અમેરિકામાં ‘ગુજરાતી' નામક સાપ્તાહિકને પ્રારંભ. હાલ અમેરિકામાં. નર્મદચન્દ્રકવિજેતા.
આધુનિક કથાસાહિત્ય અને નાટસાહિત્યમાં કપોલકલ્પિતના વિનિયોગ સાથે તેમ જ નાટયાત્મક પરિસ્થિતિઓ અને ઉઠાવદાર પાત્રરેખાઓ સાથે પ્રયોગશીલતાની વિવિધ સંવેદનાઓ ઊભી કરતી અને ભાષાની અપૂર્વ અનુનેયતા સિદ્ધ કરી બતાવતી આ લેખકની કૃતિઓ અત્યંત ધ્યાનપાત્ર છે.
પ્રથમ વાર્તાસંગ્રહ ‘બાંશી નામની એક છોકરી' (૧૯૬૪)માં આધુનિક વાર્તાનાં સશકત મંડાણ જોઈ શકાય છે. રચનારીતિ અને ભાષાભિવ્યકિતથી જુદી પડતી આ વાર્તાઓમાં વિષાદનાં વિવિધ રૂપાન્તરે છે. રૂપકથા' (૧૯૭૨)માં પારંપરિક શૈલીની વાર્તાઓ ઉપરાંત આઠેક જેટલા હાર્મોનિકાના પ્રયોગો વાર્તાનું આગવું સ્વરૂપ બતાવે છે. વર્ણવલંબિત નાદ પર અર્થશૂન્ય સ્વરૂપ વાચકને માટે ઉદ્દીપકનું કાર્ય કરે છે. કાલસર્પ' (૧૯૭૨)
ઠાકર માધવલાલ: શાળાપયોગી રાસ-સંગ્રહ ‘રાસમાળા' (૧૯૩૩) ના કતો.
ઠાકર માવજી જીવરાજ (વરસડાવાળા): પદ્યકૃતિ 'છપ્પનિયાની ઝાળ' (અન્ય સાથે, ૧૯૦૦)ના કર્તા.
ઠાકર લાભશંકર જાદવજી, ‘પુનર્વસુ' (૧૪-૧-૧૯૩૫): કવિ, નાટયકાર, નવલકથાકાર, વતન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું પાટડી.
૧૭૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org