________________
જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ
જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ, ધૂમકેતુ' (૧૨-૧૨-૧૮૯૨, ૧૧-૩-૧૯૬૫): નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર. જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં. ૧૯૧૪માં મૅટ્રિક. ૧૯૨૦માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ગોંડલ રાજયની રેલવે ઓફિસમાં અને પછી ગેડલની હાઈસ્કૂલમાં. ૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા. પ્રારંભમાં અંબાલાલ સારાભાઈના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે અને પછી સર ચીનુભાઈ બેરોનેટના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાને વાચનશોખ, શ્રીમન નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્યસર્જનનાં મહત્ત્વનાં પ્રેરક બળો રહ્યાં. ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૪૪ માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫ મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૫૭-૫૮ માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય.
એમણે અનેક ગદ્યસ્વરૂપે ખેડ્યાં છે, પરંતુ એમની કીર્તિ તે નવલિકાકાર તરીકે પ્રતિષ્ઠિત છે. એમના આગમન પૂર્વે ગુજરાતી સાહિત્યમાં મલયાનિલ આદિ દ્વારા નવલિકા-લેખનની આબોહવા સર્જાઈ હતી, પરંતુ અનેક કલાત્મક વાર્તાઓના સર્જનને લીધે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા ગણાયા. 'તણખા' મંડળ ૧ થી ૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫), ‘અવશેષ' (૧૯૩૨), 'પ્રદીપ’ (૧૯૩૩), ‘મલ્લિકા અને બીજી વાર્તાઓ (૧૯૩૭), ‘ત્રિભેટો' (૧૯૩૮), ‘આકાશદીપ' (૧૯૪૭), 'પરિશપ’ (૧૯૪૯), ‘અનામિકા' (૧૯૪૯), ‘વનછાયા(૧૯૪૯), 'પ્રતિબિંબ' (૧૯૫૧), 'વનરેખા' (૧૯૫૨), 'જલદીપ' (૧૯૫૩), ‘વનકુંજ' (૧૯૫૪), 'વનરેણ' (૧૯૫૬), 'મંગલદીપ' (૧૯૫૭), ચન્દ્રરેખા' (૧૯૫૯), “નિકુંજ' (૧૯૬૦), “સાધ્યરંગ' (૧૯૬૧), સાધ્યતેજ' (૧૯૬૨), ‘વસંતકુંજ' (૧૯૬૪) અને છેલ્લો ઝબકારો' (૧૯૬૪) એ ચોવીસ સંગ્રહની નવલિકાઓમાં સામાન્ય, દીનદરિદ્ર પાત્રોને પ્રથમવારને પ્રવેશ ગુજરાતી નવલિકાક્ષેત્રે કાંતિરૂપ હતા. એમની નવલિકાઓ ભાવનાવાદી છે, તે વાસ્તવલક્ષી પણ છે. ભાવનાવાદી નવલિકાઓમાં મસ્તીભર્યા, રંગદર્શી, કલ્પનારંગ્યા વાતાવરણમાં તેઓ કોઈ આદર્શ કે ભાવનાનું નિરૂપણ અને ઊમિનું ઉત્કટ આલેખન કરે છે. વાસ્તવલક્ષી નવલિકાઓમાં એમને ઝોક સમાજસુધારણા પ્રત્યેનો છે. ગાંધીભાવનાનો પડઘો પણ એમણે ઝીલ્યો છે. માનવસંવેદનાની સૂક્ષ્મ ક્ષણ, લાગણીઓ, નારીની વેદના, કરુણા તથા વત્સલતા, માનવઅંતરનાં દ્ર, વિષાદ કે આનંદનાં નિરૂપણો તેમાં છે; તો પ્રાચીનકાળ, મધ્યકાળ અને ભવિષ્યકાળને નિરૂપતી વાર્તાઓ પણ અહીં છે.
ધૂમકેતુ રંગદર્શી પ્રકૃતિના સર્જક છે, પરિણામે લાગણી-નિરૂપણ, વેગ, કવિતાની નિકટ બેસતી ગદ્યશૈલી, વાતાવરણની ચિત્રાત્મકતા અને ક્યારેક ચિંતન તેમ જ ધૂની-તરંગી પાત્રો એમની નવલિકાઓમાં પ્રગટ થાય છે. એમની વાર્તાકથનની નિજી લાક્ષણિક શૈલી
છે. લેકબેલીનો લહેજો, કાવ્યમય આલંકારિક અને સચોટ પ્રભાવ નિરૂપતું ગદ્ય તથા સંવાદો એમની નવલિકાઓને ઓપ આપે છે. કટાક્ષ તથા હાસ્યને પણ એમાં ઉપયોગ થયો છે.
એમની નવલિકાઓમાં અતિપ્રસ્તારને કારણે કયારેક સંવિધાન કથળે છે. ગ્રામજીવન પ્રત્યેનો પક્ષપાત, નગર-યંત્ર-સંસ્કૃતિ પ્રત્યેને. અણગમો, જૂનાં મૂલ્યોની પ્રતિષ્ઠા, ઊમિનો અતિરેક, ચિંતનનો અનુચિત મોહ, અતિમુખરતા, લેખકનું ભાષ્ય આદિ એમની વાર્તાઓની સીમાઓ છે. આમ છતાં ‘પોસ્ટઑફિસ, ભૈયાદાદા', 'લખમી’, ‘હૃદયપલટો', ‘એક ટૂંકી મુસાફરી', “જીવનનું પ્રભાત', ‘તિલકા’, ‘બિન્દુ’, ‘સોનેરી પંખી’, ‘ત્રિકોણ, ‘રતિનો શાપ, રજપૂતાણી’, ‘માછીમારનું ગીત’ ઇત્યાદિ નવલિકાઓ આવી સીમાઓથી મુકત કલાત્મક કૃતિઓ છે.
એમણે સામાજિક-ઐતિહાસિક નવલકથાઓ વિપુલ પ્રમાણમાં આપી છે. એમની ‘પૃથ્વીશ' (૧૯૨૩), ‘રાજમુગુટ' (૧૯૨૪), ‘ડદ્રશરણ' (૧૯૩૭), “અજિતા' (૧૯૩૯), ‘પરાજય’ (૧૯૩૯), ‘જીવનનાં ખંડેર' (૧૯૬૩), “મંઝિલ નહીં કિનારા' (૧૯૬૪) વગેરે સામાજિક નવલકથાઓમાં સાંપ્રત સમાજની અભિપ્રેરણા છે. દેશી રજવાડાંની ખટપટોને આલેખતી તે નવલકથાઓમાં નૂતન પરિસ્થિતિમાં પ્રગટતી લોકજાગૃતિ નિરૂપાઈ છે, તો સાથોસાથ લકતંત્ર, ગ્રામસ્વરાજ આદિ ભાવનાના નિરૂપણ સાથે રાજ
ખટપટને યથાર્થ ચિતાર પણ છે. એમની નવલકથાઓમાં પાત્રવસ્તુમાં આદર્શમયતાનું નિરૂપણ છે, ગામડાં પ્રત્યેને પક્ષપાત છે;
છતાં કથાવેગ, ચરિત્રચિત્રણ, રહસ્યમયતા અને શૈલીને કારણ વાચનક્ષમતા છે. ચૌલાદેવી' (૧૯૪૦), ‘રાજસંન્યાસી' (૧૯૪૨), ‘કર્ણાવતી'(૧૯૪૨), 'રાજકન્યા'(૧૯૪૩), વાચિનીદેવી' (૧૯૪૫), ‘જયસિંહ સિદ્ધરાજ' (બર્બરજિષ્ણુ) (૧૯૪૫), ‘જ્યસિંહ સિદ્ધરાજ' (ત્રિભુવન ખંડ) (૧૯૪૭), ‘જ્યસિંહ સિદ્ધરાજ' (અવંતીનાથ) (૧૯૪૮), ‘ગુર્જરેશ્વર કુમારપાળ' (૧૯૪૮), 'રાજર્ષિ કુમારપાળ (૧૯૫૦), ‘નાયિકાદેવી' (૧૯૫૧), ‘રાય કરણ ઘેલો' (૧૯૫૨),
અજિત ભીમદેવ' (૧૯૫૩), “આમ્રપાલી' (૧૯૫૪), ‘વૈશાલી' (૧૯૫૪), 'મગધપતિ' (૧૯૫૫), ‘મહાઅમાત્ય ચાણકથ' (૧૯૫૫), ‘ચન્દ્રગુપ્ત મૌર્ય' (૧૯૫૬), ‘સમ્રાટ ચન્દ્રગુમ' (૧૯૫૭), ‘પ્રિયદર્શી અશોક' (૧૯૫૮), ‘પ્રિયદર્શી સમ્રાટ અશોક' (૧૯૫૮), 'મગધસેનાપતિ પુષ્યમિત્ર' (૧૯૫૯), 'કુમારદેવી' (૧૯૬૦), ‘ગુર્જરપતિ મૂળરાજદેવ’: ૧-૨ (૧૯૬૧), ‘પરાધીન ગુજરાત' (૧૯૬૨), ‘ભારતસમ્રાટ ચન્દ્રગુપ્ત': ૧, ૨ (૧૯૬૩, ૧૯૬૪), “વદેવી' (૧૯૬૬) વગેરે એમની ઐતિહાસિક નવલકથાઓમાં ગુપ્તયુગ અને ચૌલુકયયુગનું નિરૂપણ છે. ગુપ્તયુગની નવલકથાઓ દ્વારા ભારતની અને ચૌલુકયયુગની નવલકથાઓ દ્વારા ગુજરાતની અસ્મિતા પ્રગટ કરવાને એમને ઉદ્દે શ જણાય છે. એમાં રસજિજ્ઞાસા સંતોષતી કથા-ઘટનાનું સંયોજન છે, છતાં સંવિધાન-શિથિલતા, પ્રસંગે-પાત્રોની એકવિધતા, રહસ્ય-ભેદભરમ-સાહસ-અભુતરસાદિનું સાયાસ નિરૂપણ તેમ જ વર્ણન-પ્રસ્તારને કારણે એમની ઐતિહાસિક નવલકથા સીમિત રહે છે. ‘જીવનવિચારણા' (૧૯૭૦)માં એમના સમાજવિષયક નિબંધ
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org