________________
જરમનવાળ, મગનલાલ ભપીદાસ – જોસ મનચેરજી હશંગજી
જશવંત શેખડીવાલા: જુઓ, પટેલ જશભાઈ મણિભાઈ. જશે દાબહેન: સરળ, રોચક શૈલીમાં લખાયેલાં બાળવાર્તાઓનાં પુસ્તકો ‘એક હતાં શેઠાણી' (૧૯૫૮) અને “બા, વાર્તા કહોને!”
નિ.. જદાબેટીજી: વૈષ્ણવ ભકતોને અનુલક્ષીને રચેલાં કૃષ્ણવિષયક પદોને સંચય “શ્રી જશોદાબેટીજી મહારાજકૃત કાવ્ય' (૧૯૧૩)નાં
કર્તા.
જરમનવાળા મગનલાલ ભપીદાસ, જીવનચરિત્ર ‘સાઈ-ઝલક – ૨ (૧૯૮૨)ના કર્તા.
કૌ.બ્ર. જરીવાલા ચંપકલાલ ગિરધરલાલ: નવલકથા પુષ્પહાર' (૧૯૧૬). -ના કર્તા.
કૌ.બ. જરીવાલા દિનેશચંદ્ર બાબુભાઈ, નેહગી': કવિ. વતન સુરત. ૧૯૪૨ માં એમ.એ. ૧૯૬૦માં વડોદરા યુનિવર્સિટીમાંથી બી.એડ. ૧૯૪૯ માં સુરતમાં શિક્ષક. ૧૯૬૫ થી આર. ડી. કોન્ટ્રાકટર હાઈસ્કૂલમાં આચાર્ય.
એમના કાવ્યસંગ્રહ 'અર્ચના' (૧૯)માં ભાવોટક હદય સ્પર્શી છે. “સસલાની પાંખે' (૧૯૬૬)માં પ્રકૃતિ, ઈશ્વર અને પ્રણયને નિરૂપતાં કાવ્યો આસ્વાદ્ય છે. એમાં આઝાદ હિંદ, શહીદો, નહેર, ગાંધીજી વિશેની રચનાઓ પણ છે. “આરત પુષ્પો (૧૯૪૮) એમનો ગદ્યકાવ્યોને સંચય છે. આ ઉપરાંત એમની પાસેથી વાર્તાસંગ્રહ ‘રતીનું દહેરું' (૧૯૬૭) અને સંપાદિત કૃતિ ‘નવતાર-ભાયાદર્શન' (૧૯૭૦) પણ મળ્યાં છે.
નિ.. જરીવાલા પ્રાણ : પ્રણયના વિષયનિમિત્તે પરંપરાગત ઢબે લખાયેલી નવલકથા ‘પળ પળ ઝંખે પ્રીતના કર્તા.
કૌ.બ્ર. જરીવાલા સાગરચંદ મગનલાલ: અંબાજી માતાએ મુશ્કેલીઓમાં કેવી કેવી રીતે પોતાને સહાય કરી તે દર્શાવતી મદનસુંદરીની પદ્યકથા “મદનસુંદરી નવલકથા' (૧૯૧૬)ના કર્તા.
કૌ.બ્ર. જલન માતરી : જુઓ, અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન. જવનિકા (૧૯૪૧): જયંતિ દલાલના, બાર એકાંકીઓના આ સંગ્રહમાં લેખકનું સૂક્ષ્મ જીવનનિરીક્ષણ માનવ-સંબંધને સમજવાના એમના પ્રશ્નાકુલ અભિગમમાં વિશિષ્ટ રીતે નિરૂપાયું છે. પ્રથમ છ એકાંકીઓમાં સ્ત્રી-પુરુષ-સંબંધનું, સ્ત્રીની હૃદયવિદારક મૂક વેદનાનું નિરૂપણ થયું છે. “પત્નીવ્રત અને “કજળેલાંમાં એ વેદના વધુ ધારદાર બની છે. ‘અંધારપટ યુદ્ધની પાર્શ્વભૂમિકા પર રચાયેલું, તખ્તાને નવું પરિમાણ આપતું પ્રયોગશીલ એકાંકી છે. ‘સરજત” અને “અ-વિરામ'ની લાંબી એકોકિતમાં લાઘવયુકત ભાષામાં સફળ પ્રયોગશીલતાનું દર્શન થાય છે.
તંત્રવિધાનની ચુસ્તતા, સંવાદોની સૂક્ષ્મ છટા તથા વેધકતા, માર્મિક લાઘવયુકત સચોટ સંવાદો, ભુલાઈ ગયેલી-ભુલાઈ જતી ગુજરાતી બોલચાલની ભાષા, રૂઢિપ્રયોગો તથા કહેતીને યથોચિત ઉપયોગ, જીવનનું માર્મિક સંવેદન, પાત્રોનું વૈવિધ્ય, વિશેષ કરીને સ્ત્રીપાત્રોની તેજસ્વિતા, સૂક્ષ્મ કાર્યવેગ દ્વારા સર્જકને અપેક્ષિત એવા “વર્ટિકલ ડ્રિલિંગ’ દ્વારા સર્જાતી પરાકોટિ અને અંતે ડંખ મૂકી જતી ચોટ એ આ એકાંકીઓની વિશેષતા છે. સંગ્રહમાં નિપ' નામે મૂકેલો એકાંકીના તંત્રવિધાન વિશેને. લેખ અભ્યાસપૂર્ણ છે.
૨.ઠા.
નિ.વો. જહાં ખુશાલ: નૃત્યનાટિકા ‘રસીયો વાલમ' (૧૯૭૭)ના કર્તા.
નિવે. જંબુકાકા: હાસ્યરસિક લેખોનો સંગ્રહ 'કુવારા' (૧૯૪૨)નાં કર્તા,
૨.૨.દ. જાગીરદાર અમૃતભારતી સૂરજભારતી: વરસાદ માટેની પ્રાર્થનાને
આલેખતી રચના “વૃષ્ટિવિલાપ' (૧૯૧૧) અને સાખીઓ તેમ જ દેશીઓમાં રચેલાં ધાર્મિક પદોની પુસ્તિકા ‘મહાત્મા શ્રી સર્યદાસજી સ્વર્ગવાસ યાને અમૃતરસ' (૧૯૧૨)ના કર્તા.
નિ.. જાગીરદાર છોટાલાલ ડાહ્યાભાઈ (૧૮૮૬, ૧૯૩૪): હાસ્યલેખક. જન્મસ્થળ અને વતન સુરત. ઇન્ટરમિડિયેટ આર્ટ્સ સુધીના અભ્યાસ. હાથવણાટ કાપડ તથા રૂનો વ્યવસાય.
હાજી મહમદ અલારખિયા શિવજીની પ્રેરણાથી વીસમી સદી'માં ‘મારી ફઈબા” નામના હાસ્યલેખથી લેખનને આરંભ કરનાર
એમણે સમાજ અને કુટુંબજીવનના વિવિધ પ્રસંગોમાંથી વિનોદાત્મક હાસ્ય નીપજાવતાલેખેના સંગ્રહો ‘ઊંધિયું' (૧૯૨૯), ‘ફઈબાકાકી' (૧૯૩૦), “સબરસિયું' (૧૯૩૧), 'હાસ્યરસિકા (૧૯૩૩), ‘જાગીરદારને હાસ્યભંડાર' (૧૯૩૫) વગેરે આપ્યા છે. 'ગુજરાતી ડીડૂ જ્ઞાતિને ઇતિહાસ' (૧૯૨૭) પણ એમણે લખેલે છે.
૨.૨,દ. જાગીરદાર વાગભારથી જીવભારથી: “ઈશ્વર ભકતમંડળ માટે બાધિક ગાયનસંગ્રહ' (૧૮૯૮), “વિદ્યાર્થીઓ માટે નાટક - પ્રથમથી સાત ધોરણ સુધીનાં – ભાષણ સાથે (૧૯૦૩), “સ્ત્રીનીતિદર્શક ગરબાવળી' (૧૯૦૩), ઈશ્વરસ્તવનાવલિ તથા “વૃષ્ટિવિલાપ'(૧૮૯૯)ના કર્તા.
નિ.. જાગેસ મનચુરજી હશંગજી: “સમસુલ ઉષ્મા દસ્તુરજી સાહેબ પેસ્તનજી બહેરામજી સંજાના, એમ.એ., પીએચ.ડી.નું જન્મચરિત્ર' (૧૯૦૦), ઓનરેબલ શેઠ નવરોજજી નસરવાનજી વાડીઆ, સી.આઈ.એ.નું જીવનચરિત્ર' (૧૯૦૧), ‘કાવસજી જહાંગીર’, ‘જમશેદજી જીજીભાઈ વગેરે ચરિત્રાત્મક પુસ્તકો તથા ધર્મ-નીતિ'- ભા. ૩ (૧૮૯૬) ના કર્તા.
નિ..
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૧૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org