________________
ચૌધરી રામનારાયણ- છગનલાલ ઘનશ્યામદાસ
ચૌધરી રામનારાયણ: જીવનચરિત્ર “બાપુ મારી નજરે (૧૯૫૯) અને અનુવાદ ‘પંડિતજી, પોતાને વિશેના કર્તા.
કૌ.બ્ર. ચૌધરી હરિ રેશ્વર : શબ્દકોશ ગુજરાતી-દક્ષિણી ભાષાન્તર' (ત્રી. આ. ૧૮૯૦)ના કર્તા.
ચૌલાદેવી (૧૯૪૦): ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુની ચૌલુકયવંશની નવલકથા. એમાં રાજા ભીમદેવના સમયની કથા છે. સોમનાથ-પાટણના પતન પછી ગુજરાતની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી ચૂકી હતી; પરાક્રમી રાજા ભીમદેવ ભગવાન પિનાકપાણિના દેવમંદિરની રક્ષા કરી શક્યા નહીં તે કારણે ગુજરાતના રાજવી ઉપહાસપાત્ર બન્યો હત; બરાબર તે જ વખતે પાટણ આંતરિક અસંતોષથી ધંધવાનું હતું. બહારના ઉપહાસ અને અંદરના જવાળામુખી વચ્ચે ગુજરાતની ગન્નત પ્રતિમા ઉપસાવવા મંત્રી વિમલ, સંધિવિગ્રહિક દાદર અને અભિજાતસુંદરી ચૌલાદેવી મથે છે. ચૌલાદેવીની ઉદાત્તતાને અને સ્વપ્નમંડિત ભાવનાને સ્પર્શ લગભગ તમામ પાત્રોને થયો છે. ગુજરાતના નિર્માણની એ પ્રેરણામૂર્તિ બને છે.
જ.પં. ચૌલાદેવી: ભીમ બાણાવળી અને દેવનર્તકી ચલાની પ્રેમકથા નિરૂપતી કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા 'જય સોમનાથ'ની નાયિકા.
ચંટો. ચૌહાણ અર્જુન: શૈક્ષણિક આશયથી લખાયેલી પુસ્તિકા “સચારામ અને જૂઠારામના કર્તા.
ચૌહાણ પુરુત્તમ ખીમજી: નવલિકાસંગ્રહો ઉપરાગપુષ્પો' (૧૯૩૨)
અને ઘરેણાનો શોખ' (૧૯૩૫) તથા લેખસંગ્રહ ‘સૌરભ' (૧૯૩૫)ના કર્તા.
- પા.માં. ચૌહાણ ભગવતપ્રસાદ રણછોડદાસ (૮-૧૨-૧૯૨૯): કવિ. જન્મ
ભરૂચમાં. એમ.એ., બી.ટી., સી.એડ. (ઈંગ્લૅન્ડ). આર. બી. સાગર કૉલેજ ઑવ ઍજ્યુકેશન, અમદાવાદમાં આચાર્ય. ‘સૂરજમાં લોહીની કૂંપળ' (૧૯૭૭) એમને કાવ્યસંગ્રહ છે.
કૌ.બ્ર. ચૌહાણ ભગવાનભાઈ ભૂરાભાઈ, ‘સલિલ' (૧૦-૧-૧૯૪૮):
અભ્યાસ બી.ઈ. (સિવિલ). હાલ સચિવાલય (ગાંધીનગર)માં સિંચાઈ શાખામાં નાયબ કાર્યપાલક ઇજનેર. ‘આંખ લગોલગ કંઠ લગોલગ’ એમને કાવ્યસંગ્રહ છે.
કૌ.બ્ર. ચૌહાણ યશવંતરાય જગજીવનદાસ, ‘કલ્પના ચૌહાણ’, ‘કુમાર ચૌહાણ, ‘કીર્તિદા રાજા', “યશકુમાર’, ‘યશ રાય' (૨૪-૧-૧૯૪૬): જન્મ વલસાડમાં. ૧૯૬૪માં પારડીથી મૅટ્રિક. ૧૯૬૫-૬૮માં મામલતદાર કચેરી, પારડીમાં રેવન્યૂ કલાર્ક. ૧૯૭૩ થી ૧૯૭૬ સુધી સવિચાર પરિવારના ‘સવિચાર' માસિકના સંપાદક. ૧૯૭૯ થી નવનીત પ્રકાશન કેન્દ્રમાં.
સંજોગ' (૧૯૭૧), “નારી એક રૂપ અનેક' (૧૯૭૧) એમની નવલકથાઓ છે, તો ‘તમને મળ્યાનું યાદ’ (૧૯૭૫) એમની લઘુનવલ છે.
.ટા.
ચૌહાણ કનૈયાલાલ બળવંતરાય, ‘ચિરાગ ચાંપાનેરી' (૪-૫-૧૯૪૭): જન્મ બાલાશિનોરમાં. એમ.એ., એમ.એડ., એલએલ.બી. અનુપમ વિદ્યાવિહાર દરિયાપુર, અમદાવાદમાં શિક્ષક.
એમણે ‘ગુલદીપ' (૧૯૭૯) નવલિકાસંગ્રહ અને ‘ગુંજારવ’ (૧૯૮૦) કાવ્યસંગ્રહ આપ્યા છે.
ચંટો. ચૌહાણ ગેવિંદ ગીલાભાઈ (૧૮૪૯, ૮-૭-૧૯૨૬): કવિ. જન્મ સિહોરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિહોરમાં. જૈન સાધુ પાસેથી પિંગળ અને કોશનું જ્ઞાન. તેવીસ જેટલા નાના-મોટા ગ્રંથ હિંદીમાં. રાજકોટના ઠાકોર મહેરામણજીરચિત વ્રજભાષાના ગ્રંથ “પ્રવીણસાગરની લહેરોને સંમાજિત કરી આપવાની મહત્વની કામગીરી એમણે કરેલી.
એમની ગુજરાતી કવિતા પર નર્મદની અસર છે. “ગોવિંદકાવ્ય (૧૮૭૩)માં સુધારાનાં કાવ્યો છે. એમાં ‘કુધારા પર સુધારાની ચઢાઈ રૂપકાત્મક છે. વ્યભિચારનિષેધબાવની'માં પૃથક પૃથક બાવન છપ્પા છે. ‘કિશનબાવની' (૧૮૯૫) પણ એમના નામે છે. ‘શિવરાજશતક (૧૯૧૬) હિંદી કવિ ભૂષણના ‘શિવરાજબાવની’ અને “શિવરાજભૂષણને અનુવાદ છે.
ચૌહાણ રતિલાલ કેશવભાઈ, ‘શાનમ' (૨૧-૬-૧૯૨૭): કવિ, વાર્તાકાર. જન્મ કડોદ (તા. બારડોલી)માં. ૧૯૫૨ માં વડોદરાની કોલેજમાંથી બી.એડ. શિક્ષક, આચાર્ય તથા સુધરાઈની શાળાઓના નિરીક્ષક તરીકેની કામગીરી કર્યા પછી ભરૂચ જિલ્લાના નાયબ શિક્ષણાધિકારી.
એમની કૃતિઓમાં ‘આયખાનાં ઓઢણ' (૧૯૬૧) અને ઝરણ ઝરણનાં નીર' (૧૯૬૧) એ બે વાર્તાસંગ્રહો તથા 'મુકુલ' (૧૯૬૫) અને ‘રસમાધુરી” એ બે કાવ્યસંગ્રહો છે.
નિ.વા. ચૌહાણ લલિત: રહસ્યપ્રધાન ત્રિઅંકી નાટક ‘અંતરાલ' (૧૯૭૮), સંન્યસ્તના દંભને પ્રગટ કરતું ભાવનાપ્રધાન ત્રિઅંકી નાટક 'લૂ વરસે ચાંદનીમાં' (૧૯૮૦) તેમ જ નારીગૌરવ અને સમાજસુધારાના દૃષ્ટિબિંદુથી લખાયેલું ત્રિઅંકી નાટક ‘મહામાનવ' (૧૯૮૨)ના કર્તા.
કૌ.બ્ર.
છગનલાલ ઘનશ્યામદાસ: શ્રી જગદંબાની સ્તુતિ તથા ગરબાઓને સંગ્રહ 'જગદંબા-ભજનામાળા' (૧૮૯૬)ના કર્તા.
નિ..
ચંટો.
૧૨૦ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org