________________
ગાંધી કુમુદચન્દ્ર નંદકુણલાલ– ગાંધી ત્રિકમલાલ બાપાલાલ
તમામ કૃતિઓમાં અને વિશેષ તે ‘સુદર્શન'માં પ્રકાશિત ૧૧૬ કડીની કાવ્યકૃતિ “સ્નેહમંજરી' (અગ્રંથસ્થ, ૧૯૦૯)માં કલાપી તેમ જ 'કલાન્ત કવિ'ની કાવ્યરીતિ પ્રયોજાયેલી છે. ‘ગિરિશૃંગ’ (૧૯૪૧) એ એમનું સ્વામી અનંતાનંદજીનાં સંસ્મરણોને આધારે લખેલું નાના કદના દશ વિભાગમાં વિભાજિત ગદ્ય-સંકલન છે.
કૌ.બ્ર. ગાંધી કુમુદચન્દ્ર નંદકુણલાલ (૨૧-૨-૧૯૨૩): બાળસાહિત્યકાર, જન્મ ભરૂચ જિલ્લાના ઝગડિયામાં. ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૫ માં એલએલ.બી. ૧૯૪૬ માં બી.એ. ધંધો વકીલાતને.
એમણે 'જમનાશેઠાણી' (૧૯૫૮), ‘સેનાનાં સંતરાં' (૧૯૫૮), ‘અમરફળ” (૧૯૬૭) જેવી બાળવાર્તાઓ; તોફાની બારકસ” (૧૯૭૨) જેવી નૂતન સાહસકથાઓ; “ચમકારા' (૧૯૬૪) જેવું બાળનાટક તેમ જ‘ઝાકળિયાં' (૧૯૬૪) જે બાળગીને સંગ્રહ આપ્યાં છે. ‘પદ્મા પંપા સરોવરની' (૧૯૭૨) એમની નવલકથા છે, ' તે ‘સંકેત' (૧૯૭૨) એમને ગીત-ગઝલ-ગરબાને સંગ્રહ છે.
ચં.ટો. ગાંધી ગુણવંતી વ.: ‘હસતી કળી રડતાં ફૂલ’ નવલકથાનાં કર્તા.
નિ.. ગાંધી ચમનલાલ: ગંભીર અને ચિંતનપરાયણ પરંતુ ભાવવાહી કાવ્યકૃતિઓ કલ્યાણયાત્રી’ અને ‘શમશાનમાં' (૧૯૩૪)ના કર્તા.
નિ.. ગાંધી ચંપકલાલ હીરાલાલ, 'સુહાસી' (૨૭-૬-૧૯૩૨): નવલ- કથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, વિવેચક. જન્મ વતન ઓલપાડ (જિ. સુરત)માં. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૬૨ માં ગુજરાત યુનિવર્સિટીના સ્નાતક. ૧૯૬૪માં અનુસ્નાતક. ૧૯૭૧ માં પીએચ.ડી. ૧૯૫૧ થી ૧૯૬૧ સુધી “ચેતન પ્રકાશન ગૃહમાં ભેગીલાલ ગાંધી સાથે પુસ્તક-પ્રકાશનની કામગીરી. ૧૯૬૨ માં ઓલપાડના મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં અને ૧૯૬૪-૬૫માં સુરતની આઈ. પી. મિશન હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય. ૧૯૬૫ માં જે. એમ. શાહ આર્સ એન્ડ કોમર્સ કોલેજ, સુરતમાં ગુજરાતીના ટયુટર અને ૧૯૬૮ થી ત્યાં જ વ્યાખ્યાતા.
એમણે “મેઘલી રાતે' (૧૯૫૫)થી ‘બ બળદિયાને બ' (૧૯૮૨). સુધીની સામાજિક વાસ્તવલક્ષી ચૌદ નવલકથાઓ આપી છે.
ઓ મહાત્માજી’ અને ‘જૂઠી પ્રીત સગપણ સાચું' (૧૯૬૦) જેવાં ત્રિઅંકી નાટકો તથા “ધરતી પોકારે છે' (૧૯૬૫)થી ‘અગિયાર એકાંકી' (૧૯૮૦) સુધી ચાર એકાંકીસંગ્રહો આપ્યાં છે. ઉપરાંત, મિલન’માં સુકુમાર પ્રણયભાવનાં કાવ્યો, ‘સુહાસ' (૧૯૬૦)માં બાળકાવ્ય સંગ્રહાયાં છે.
સાહિત્યકાર કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ, ચં. ચી. મહેતા અને જયંતિ દલાલ વિશેના અભ્યાસે ઉપરાંત નાનાલાલની અહિત્યસૃષ્ટિ' (૧૯૭૮), 'કલાપી: જીવન અને કવન (ડ. ઇન્દ્રવદન દવે સાથે, ૧૯૭૦), 'ગુજરાતી નવલકથામાં રાષ્ટ્રીય અસ્મિતા (૧૯૭૩) અને ‘અર્વાચીન સાહિત્યને પ્રેરનારાં પરિબળો’ (૧૯૭૯) એ એમના વિવેચનગ્રંથો છે. એમનાં સંપાદનમાં પ્રેમાનંદકૃત શ્રાદ્ધ' (૧૯૫૯), અનુવાદમાં રાહુલ સાંકૃત્યાયનની
કૃતિને અનુવાદ “ભાગો નહિ, બદલો' (૧૯૦૩) ઉલ્લેખનીય છે.
બા.મ. ગાંધી ચિમનલાલ ભેગીલાલ, ‘વિવિજુ' (૧૫-૯-૧૮૮૪, ૧૯૬૫
સંભવત:) : કવિ, અનુવાદક. ખેડા જિલ્લાના કપડવંજમાં જન્મ. વતન આંતરસુબા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દહેગામ અને પાટણમાં. ૧૯૩૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષયમાં બી.એ. શિક્ષક અને આસિસ્ટન્ટ ડેપ્યુટી ઍજયુકેશનલ ઇન્સ્પેકટર તરીકે ચોત્રીસ વર્ષ કેળવણીખાતામાં.
‘રસમાલિકા અને રાસપાંખડી' (૧૯૩૮) કુટુંબપ્રેમ, સ્વદેશપ્રેમ તથા પ્રકૃતિપ્રેમ વિશેનાં એમનાં રાસ-ગીતના સંગ્રહો છે. ‘પાંખડીઓમાં એમનાં મુકતકો પ્રગટ થયાં છે. ‘કરકસર',
છોડવાનાં જીવન’, ‘મયૂખ' (૧૯૩૨) અને ‘સામાજિક સુખરૂપતા' (૧૯૩૫) એમણે કરેલા અનુવાદો છે. દેવ આરાધના (૧૯૫૦)માં તત્ત્વજ્ઞાનવિષયક લેખો પ્રકાશિત થયા છે.
નિ.. ગાંધી ચુનીલાલ માણેકલાલ: ચરિત્રપુસ્તક “માઉન્ટ ટુઅર્ટ ઍલફિન્સ્ટન' (૧૮૯૫)ના કર્તા.
નિ.વા. ગાંધી ચુનીલાલ શિવલાલ: જૈન ધર્મના આચાર્ય વિજ્યધર્મસૂરિનું જીવનચરિત્ર નિરૂપતું પુસ્તક “ વિજ્યધર્મસૂરિ' (૧૯૩૨)ના કર્તા.
નિ.વો. ગાંધી જગજીવનદાસ અ. :દત્તાત્રેય ભગવાનની પૌરાણિક કથાઓ પર આધારિત ઓગણીસ પ્રસંગકથાઓને સંગ્રહ 'દત્તલીલાસાર -૧' (અન્ય સાથે, ૧૯૪૧) ના કર્તા.
ગાંધી જયંત: નવલકથાકાર. એમની પ્રથમ નવલકથા “મહારા' (૧૯૬૬)માં કોલેજિયન યુવક-યુવતીઓનાં છીછરાં જીવનવલણ અને આવેગ-આવેશમય વર્તનનું આલેખન ચલચિત્રશૈલીમાં થયું છે.
કૌ.બ્ર. ગાંધી ડાહ્યાભાઈ હરિભાઈ: ગુરુમૂર્તિ અલગારબાપુના જીવનચરિત્રની પુસ્તિકા “અલગાર મહાભ્ય’ના કર્તા.
નિ.વો. ગાંધી ત્રિકમલાલ બાપાલાલ (૧૮૬૩, ૩૧-૭-૧૯૨૮): નાટકકાર. જન્મસ્થળ અમદાવાદ. મેટ્રિક સુધીનો અભ્યાસ. ‘હિતવર્ધક સભા'ના સ્થાપક. ‘દશાનાગર હિતેચ્છુ માસિકના તંત્રી. જ્ઞાતિવાદ અને રૂઢિસુધારાના પ્રખર હિમાયતી. વડોદરા સરકારની નોક્રી.
એમના ત્રાસદાયક તેરમા દુ:ખદર્શક નાટક' (૧૮૯૨) માં સંવાદો સરળ ને સાદા છે, તે વચ્ચે વચ્ચે ગીત પણ મૂકેલાં છે. સુબોધવચન' (૧૮૯૩), મરણ પાછળ જમણવાર' (૧૮૯૫), જમણવાર બંધ કરી શું કરવું?” (૧૮૯૬) અને “જ્ઞાતિહિતોપદેશ' (૧૮૯૬) એ તત્કાલીન સામાજિક રૂઢિઓને વિરોધ અને સુધારાને પ્રચાર કરતી, સરળ ગદ્યમાં લખાયેલી પુસ્તિકાઓ છે.
નિ..
જ: ગુજરાતી સાહિત્યશ- ૨
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org