________________
નામ એ રીતે માહિતી મૂકવામાં આવી છે. સામયિકોના પ્રકાશનવર્ષના નિર્દેશમાં જ્યાં આગળ ગુજરાતી મહિના હોય ત્યાં પ્રકાશનવર્ષ સંવતમાં અને જ્યાં આગળ અંગ્રેજી મહિના હોય ત્યાં પ્રકાશનવર્ષ ઈસવી સનમાં સમજવું. સામયિકના સંદર્ભમાં લેખના નામને અવતરણચિહનથી સૂચિત કર્યું છે. ગ્રંથ કે સામયિકનું નામ ફરી સંદર્ભ તરીકે આવતું હોય તો ‘એજન’ સંજ્ઞાથી નિર્દેશ કરવામાં આવ્યો છે. જે ગ્રંથોમાં પ્રકાશનવર્ષ ન મળ્યું હોય ત્યાં ડેશ (C) મૂકી છે. જે ગ્રંથ કે ગ્રંથની અમુક આવૃત્તિ તથા સામયિક કોશ-કાર્યાલયને જોવા ન મળ્યાં હોય તો એમની આગળ ફૂદડી (*) કરવામાં આવી છે.
જે કર્તાઓનાં જીવન અને કવન વિશેની ઉપયોગી સંદર્ભસૂચિઓ તૈયાર થઈ છે તે સૂચિ જે ગ્રંથ કે સામયિકમાં ઉપલબ્ધ હોય તેની માહિતી ‘'કારાદિ ક્રમમાં આપી છે. અધિકરણલેખક
દરેક અધિકરણને છેડે જમણી બાજુ મૂકેલા ખૂણિયા કૌંસમાં અધિકરણલેખકનું નામ સંતપમાં મૂક્યું છે. એમાં અધિકરણલેખકનાં વ્યકિતનામ અને એમની અટકના આઘાહાર મૂક્યા છે. અધિકરણલેખકોનાં પૂરાં નામ તથા તેમના સંક્ષિપ્ત પરિચયની યાદી પાછળ આપી છે. પરિશિષ્ટ
કોશની સામગ્રીનું મુદ્રણ થઈ ગયા પછી નવા પ્રગટ થયેલાં પુસ્તકોને લીધે કોઈ નવી માહિતી પ્રાપ્ત થઈ હોય, કોઈ પ્રાપ્ત માહિતીને સુધારવાની જરૂર જણાઈ હોય કે કોશકાર્યાલ્યને પોતાને જ અગાઉની મુદ્રિત સામગ્રીમાં કંઈ ફેરફાર કરવો જરૂરી લાગ્યો હોય તો એ સૌનો સમાવેશ પરિશિષ્ટમાં કરવામાં આવ્યો છે. અધિકરણલેખન
અધિકરણોને જેમ નિશ્ચિત સ્વરૂપમાં મૂક્યાં છે તેમ એમના લેખનમાં પણ બને તેટલી એકવાક્યતા જળવાઈ રહે એની પણ કાળજી લેવાઈ છે. એ સંદર્ભમાં જોડણીવિષયક કેટલીક બાબત તરફ ધ્યાન દોરવું જરૂરી છે. આમ તો કોશે ગૂજરાત વિદ્યાપીઠના “સાર્થ જોડણીકોશ'ની જોડણીને સ્વીકારી છે, પરંતુ વ્યકિતનામોમાં ‘હ શ્રુતિ આવશ્યક લાગે ત્યાં રાખી છે. જેમ કે ‘હાન.’ પણ જો નામ અમુક રીતે રૂઢ થયું હોય તો ત્યાં પ્રતિનિર્દેશ મૂક્યા છે. જેમ કે ‘કા ન: જુઓ કહાન’ કે ‘કાહાન : જુઓ કહાન.’ નામોમાં આવતાં જૂનાં ભાષારૂપોને અત્યારના પરિચિત ભાષારૂપમાં મૂક્યાં છે. એટલે‘ધૂલિભદ્ર હોય ત્યાં ‘સ્થૂલિભદ્ર’ કે ‘ભરફેસર’ હોય ત્યાં ‘ભરતેશ્વર’ એમ નામ મૂક્યાં છે. કેટલાક શબ્દોની જોડણી વૈકલ્પિક રૂપે મળતી હોય ત્યાં એક જ જોડણી રાખી છે. જેમ કે અસાડ, ચોપાઈ, માગશર વગેરે. દ્વિરુકત ને સામાસિક શબ્દોને ભેગા લખ્યા છે. પણ સંયોજકોમાં બે ઘટકોને અલગ રાખ્યા છે. જેમ કે, જો કે, તો પણ વગેરે. રૂપે તથા એવા બીજા નામયોગી તરીકે કામ કરતા ઘટકોને અલગ રાખ્યા છે. જેમ કે કારણ રૂપે.' રામાયણ, મહાભારત, પુરાણો વગેરે પ્રસિદ્ધ ગ્રંથોનાં નામોમાં અવતરણચિહને નથી મૂક્યાં. સંખ્યાવાચક શબ્દોને આંકડામાં લખ્યા છે. જેમ કે ૯, ૧૦, ૧૫૭ વગેરે. પરંતુ સંખ્યક્રમવાચક શબ્દો ૯ સુધી “સાતમું અને ‘નવમું એ રીતે લખ્યા છે. પણ ત્યાર પછી ‘૧૮મું ‘૧૫૦મું” એ રીતે લખ્યા છે.
સાહિત્યકોશ આખરે એક સંક્લન છે. સાહિત્ય અને સંશોધનકોત્રે અનેક વિદ્વાનોએ જે પુરુષાર્થ કર્યો છે તે ન થયો હોત તો સાહિત્યકોશ સ્વપ્નવત બની રહેત. કવિ શ્રી દલપતરામથી યાદ કરીએ તો નર્મદ, ઇચ્છારામ સૂ. દેસાઈ, હરગોવિંદદાસ કાંટાવાળા, છગનલાલ રાવળ, મોહનલાલ દેશાઈ, કે. કા. શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા, હરિવલ્લભ ભાયાણી વગેરે મધ્યકાલીન સાહિત્યમાં કામ કરનાર અનેક વિદ્વાનોએ કરેલા કામનો કોશ અહીં ઋણસ્વીકાર કરે છે.
કોશકાર્યની સામગ્રી ભેગી કરવા, ચકાસવા નિમિત્તે કોશના કાર્યકર્તાઓને ગુજરાતના વિવિધ ગ્રંથાલયો ને ગ્રંથભંડારોની મુલાકાત લેવી પડી (જેની યાદી પાછળ મૂકી છે.). અમદાવાદની ભો. જે. વિદ્યાભવન' ને ‘લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર’ જેવી સંરથાઓએ તો પોતાના અનેક ગ્રંથો ઘણા સમય સુધી કોશને વાપરવા માટે આપ્યા તેને કારણે અનેક અગવડોથી બચી શકાયું છે. એ સિવાય અન્ય ગ્રંથાલયોએ પણ કેટલીય અપ્રાપ્ય ગ્રંથો કોશને જોવા અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org