________________
માહિતીઓને વર્ણવતા જે વર્તમાનમાં ગ્રન્થો પ્રાપ્ત થાય છે તેની યાદી પ્રસ્તાવનાના ચેથા પરિશિષ્ટમાં આપી છે. જેમાં કેટલાક સ્વકૃત ગ્રન્થો તેમજ અન્ય મહાત્માઓએ રચેલા ગ્રન્થોચિરિત્રો અને રાસેનો સમાવેશ થાય છે. શ્રેષ્ઠ કૃતિકારઃ
જૈન શાસનના સાહિત્ય ક્ષેત્રમાં રાખ્યાબંધ મૌલિક કૃતિઓના સર્જક તરીકે આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્ર સૂરિ મહારાજનું સ્થાન મોખરે છે. વર્તમાનમાં પ્રાપ્ત થતી તેઓ શ્રીમદે રચેલી કૃતિઓ જોતા જણાય છે કે તે બધી મૌલિક છે/સ્વકૃત છે. તદુપરાંત તેઓશ્રીના સાહિત્યને નજર સામે લાવતા જણાય છે કે સાહિત્યને કેઈ વિષય એ નથી કે જે વિષય ઉપર તેઓશ્રીએ કલમ ન ચલાવી હોય. સાહિત્યના તમામ વિષયોને આવરી લેતી તેઓશ્રીની કૃતિઓ જોતાં તેઓશ્રીને આજની ભાષામાં માસ્ટર ઓફ ઓલ (Master of all કહી શકાય.
સાડાત્રણ કરોડ લેક પ્રમાણ વિશાળ સાહિત્યની રચના કરનાર એ મહાપુરુષની આ વિશેષતાઓનું ભાન તેઓ શ્રીમદે રચેલ પ્રાપ્ત/અપ્રાપ્ત ગ્રંથની નામાવલી જેવાથી જ થશે. આ પ્રસ્તાવનાના પાંચમાં પરિશિષ્ટમાં અમે આ નામાવલી આપી છે. શ્રદ્ધાંજલિ
પૂર્વના ખ્યાતનામ કવિઓ અને સૂરિઓએ, ગ્રંથકારે અને રાસકારોએ કલિકાલસવ આચાર્યશ્રીને પ્રાકૃત/સંસ્કૃત અને ગુર્જરંગીરાથી ગુંફિત બ્લેક અને પદ્ય રૂપી અર્થ દ્વારા ભાવભીની અંજલિ આપી છે. આપણે પણ એમાંની કેટલીક અંજલિઓનું આચમન કરીએ ... ५ सम्यग्ज्ञाननिधैर्गुरोरनवधे: श्रीहेमचन्द्रप्रभोः । ग्रन्थे व्याकृतिकौशलं वसति तत् क्वास्मादृशां तादृश ।।
अनेकार्थकैरवाकरकौमुदी-श्रीमहेन्द्रसूरि २ विधाम्भोनिधिमंथमंदरगिरिः श्रीहेमचन्द्रो गुरुः ।।
चन्द्रलेखानाटक-श्रीदेवचन्द्रसूरि क्लुप्त व्याकरणं नव विरचितं छन्दो नवो द्वाश्रया-, लकारौ प्रथितौ नवौ प्रकटितो श्रीयोगशास्त्रं नवम् । तर्कः संजनितो नवो जिनवरादीनां चरित्र नवम्, बद्ध येन न केन केन विधिना मोहः कृतो दूरतः ।।
शतार्थकाव्य-श्रीसोमप्रभसूरि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org