________________
આ કેશમાં અભિધાનચિંતામણિ ગ્રંથના શબ્દોની અકારાદિકમે વ્યુત્પત્તિઓ હેવાથી આ કોશનું નામ અભિધાન વ્યુત્પત્તિપ્રક્રિયાકેશ યથાર્થ છે.
આ કેશ વિસ્તૃત હોવાથી તેના બે વિભાગ કર્યા છે. પ્રથમ ભાગમાં ૧ થી સુધીના શબ્દ લેવામાં આવ્યા છે. છ થી સુધીના શબ્દો બીજા ભાગમાં આવશે.
सहतिः कार्यसाधिका :
આ અભિનવકેશના પ્રેરક સિદ્ધાંત દિવાકર પૂજ્યપાદ આચાર્યદેવશ્રી જયઘોષ સૂરિમહારાજના વિદ્વાન શિષ્યરત્ન પૂજ્યશ્રી જયસુંદર વિજયજી મહારાજ છે. દર્શનશાસ્ત્રમાં નિપુણ વિદ્વત્તાને ધરાવતા પૂજ્ય મુનિરાજશ્રી આ કોશના માત્ર પ્રેરક જ નહિ પણ સાદ્યત દિગ્દર્શક પણ છે. પૂજ્ય મુનિરાજશ્રીની વર્ષોથી આ કાર્ય કરવાની ભાવના હતી પરંતુ અન્યાન્ય ગ્રંથોના સંપાદન, સંશોધનમાં વ્યસ્ત હોઈ આ કામને હાથમાં લઈ શક્યા ન હતા. તેઓશ્રીએ આ કામ કરવા મને સૂચન કર્યું. મેં સહર્ષ સ્વીકારી લીધું. મારા પ્રગુરુદેવશ્રી (પૂ. પં. શ્રી હેમચન્દ્ર વિજ્યજી મહારાજ) ને વાત કરતા તેઓશ્રીએ મને સહર્ષ અનુમતિ આપી. ૧૪ થી ૧૫ હજાર શબ્દોની અકારાદિકમે વ્યુત્પત્તિ આદિ લખવું તે કઠિન હતું, વળી સમય પણ ઘણો જોઈએ. સમયની સાથે ધીરતા પણ એટલી જ જોઈએ. આ કામ જલ્દીથી પૂર્ણ થાય તે માટે મેં પૂજ્યદિવ્યરત્ન વિજય મહારાજને વાત કરી. પૂ. પં. શ્રી ધર્મજિત્ વિજયજી મહારાજ (હાલ આચાર્ય શ્રી ધર્મજિ સૂ. મહારાજ) ની ઉદાર સંમતિથી મારી વાતને તેમણે સ્વીકારી. તે છતાં હજી પણ ઘણું વિશાળ કાર્ય કરવાનું હતુ. હજી પણ જે આ કાર્યમાં બીજા બે ભાગ પડી જાય તે સારૂ એ દૃષ્ટિથી વિદ્વતય પૂ. શ્રી પૂર્ણચન્દ્ર વિ. મ. તથા પૂ. શ્રી મુનિચન્દ્ર વિ. મ. (પૂ. કલાપૂર્ણ સૂ. મ. ના સમુદાયના ) ને જણાવ્યું. બંને મહાત્માઓએ પિતાનાં સ્વારસ્યથી જ આ કામ ઉપાડી લીધું. આમ આ ત્રણેય મહાત્માઓએ આ કાર્ય સ્વીકારીને મને ઉપકૃત કર્યો. અમે ચારેય જણાએ પોતપોતાના ભાગમાં આવેલ શબ્દોનું કામ શુભ મુહૂર્ત શરૂ કર્યું.
કાર્ય શરૂ થયા બાદ જ ઘણીવાર તે કાર્ય માં આવતી મુશ્કેલીઓને ખ્યાલ આવે છે. જેમ જેમ આ કાર્ય અમે કરતા ગયા તેમ તેમ આ કાર્યમાં અમને કેટલીક અપૂકુંતાઓ ભાસતી ગઈ. તેમજ કેટલાક પ્રશ્નો ઉભા થતા ગયા. પૂ. શ્રી જયસુંદર વિ. મ. ના સલાહસૂચન દ્વારા અમે મુશ્કેલીઓના અડાબીડ જંગલ વચ્ચેથી પણ માગ મેળવી લેતા. ચાતુર્માસના પ્રારંભથી શરૂ થયેલ આ કાર્ય દરેકે પોતપોતાની અનુકૂળતા મુજબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org