________________
: ૩૭૦:: ૧૦૩૩૭
અગ્નિ
૧૦૩૩૮ વાયુ
૧૦૩૩૯ વનસ્પતિકાય
સૂક્ષ્મ અને બાદર ૨ ભેદે, બાદર અગ્નિકાયના ૧૪ ભેદ–અંગારાની, ભાઠાભરહાડની, તૂટતી જવાલાની, અખંડ જ્વાલાની, ઉંબાડાની, ચકમકની, વીજળીની, તારાની, અરણીની, વાંસની, કાટકાની, સૂર્ય સામે કાચ ધરે તેમાંથી ઝરે તેની, દાવાનળની, નિંભાડાની અગ્નિ અગ્નિના ૧ તણખામાં અસંખ્યાત જીવ ભગવંતે કહ્યા છે સૂક્ષ્મ અને બાદર ૨ ભેદે, બાદર વાયરાના ૧૭ ભેદ – પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊર્ધ્વ, અધો, તિર્યક, વિદિશાનો, વાયુ ઝામી, ઉકલીયો, મંડલીયો, ગુંજ, ઝુંઝ, સંવર્તક, ઘન, તનુ અને શુદ્ધ. વાયરાના એક ફરકવા માંડી અસંખ્યાત જીવ શ્રી ભગવંતે કહ્યા છે સૂક્ષમ અને બાદર ૨ ભેદે બાદરના ૨ ભેદ – પ્રત્યેક અને સાધારણ. પ્રત્યેક એટલે એક શરીરમાં એક જીવ રહે છે. સાધારણ એટલે એક શરીરમાં અનંત જીવ રહે છે. પ્રત્યેકના ૧૨ ભેદ-વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વેલ, પાવગ, તૃણ, વળીયા, હરિતકાય, ઔષધિ, જલવૃક્ષ અને કોસંડ એ ૧૨ ૧. વૃક્ષના ૨ ભેદ : એક અદ્ધિ (અસ્થિ) = ૧ ફળમાં ૧ બીજ હોય તે. હરડાં, બહેડાં, આમળાં, અરીઠા, ભીલામા, આસોપાલવ, આંબો, મહુડો, રાયણ, જાંબુ, બોર, લીંબોળી બહુ અદ્ધિ– ૧ ફળમાં વધારે બીજ હોય તે. જામફળ, સીતાફળ, દાડમ, બીલાં, કોઠાં, કેરાં=કેરડા, લીંબુ, વડના ટેટાં, પીપળાના ટેટાં વગેરે ૨. ગુચ્છઃ નીચાં અને ગોળ ઝાડ હોય તે. રીંગણી, ભોરીંગણી, જવાસા, તુલસી, આવચીબાવચી. ૩. ગુલ્મઃ ફૂલની જાત-જાઇ, જૂઇ, ડમરો, મરવો, કેતકી, કેવડો વગેરે ૪. લતા: નાગલતા, અશોકલતા, ચંપકલતા, ભોંઇલતા, પદ્મલતા વગેરે ૫. વેલાઃ વનસ્પતિના વેલા ચાલે છે. આરિયા, તુરિયા, કારેલા, કંકોડા, કોળા, કોઠીંબડા, તુંબડાના, દૂધીના, ચણક ચીભડીના, ચણોઠીના વગેરે ૬. પાવગઃ ગાંઠાળા ઝાડ - શેરડી, એરડી, સરકડ, સાંઠો, નેતર, વાંસ ૭. તૃણ દાભડો, આરાતારા, કડવાળી, ઝેઝવા, ધરો, કાલીયા ૮.વલીયાઃ ઊંચાં ને ગોળ ઝાડ- સોપારી, ખારેક, ખજૂર, કેળ, તજ, ઇલાયચી, લવિંગ, તાડ, તમાલ, નાળિયેરી ૯. હરિતકાય: મૂળા, મેથી, તાંદળજા, સુવા, લુણી, અફીણની ભાજી ૧૦. ઔષધિ: ૨૪ પ્રકારનાં ધાન્ય, ૨ ભેદ : લાસા અને કઠોળ લાસાના મુખ્ય ૧૨ ભેદઃ ઘઉં, જવ, જુવાર, બાજરી, ડાંગર, વરી, બંટી, બાવટો, કાંગ, ચિપ્પોઝીણો, કોદરા, મકાઈ વગેરે વગેરે કઠોળના મુખ્ય ૧૨ ભેદ : મગ, મઠ, અડદ, તુવેર, ઝાલર, (વાલ) વટાળા, ચોળા, ચણા, લાંગ, કળથી, મસુર, અળસી વગેરે ઘણા ભેદ ૧૧. જલવૃક્ષ: પોયણા, કમળપોયણાં, ઘીતેલાં, શિંગોડાં, સેવાળ, કમળકાકડી ૧૨. કોસંડાઃ બિલાડીના ટોપ વગેરે ભૂમિ ભેદીને બહાર નીકળે તે ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org