________________
:: ૨૭૨ :: ૭૬૧૮ વિપરીત વિરુદ્ધ, વિરોધી, ઊલટાં ૭૬૧૯ શિથિલ ઢીલો, નિર્બળ, નરમ ૭૬ ૨૦ સમીપ મુક્તિગામી નજીકના ભવિષ્યમાં મોક્ષે જનાર ૭૬૨૧ સપ્રમાણ માપસર, આધારભૂત, પુરાવા-સાબિતી સહિત ૭૬૨૨ પરમ નિશ્ચયરૂપ ઉત્તમ-અંતિમ નિશ્ચયરૂપ-નિર્ધારરૂપ ૭૬૨૩ સર્વ વિભાગે બધા ભાગ-પેટા ભાગમાં, ફિરકામાં; બધા અંશમાં ૭૬ ૨૪ નિરૂપણ વર્ણન, વિવેચન, અવલોકન ૭૬૨૫ અનાદિ અનાદિ કાળથી જીવના અહંભાવ-મમત્વભાવવાળી રાજસવૃત્તિવાળી દુઃખ,
સ્વપ્નદશા સુષુપ્તિની દશા ૭૬૨૬ દેશના તીર્થકરના બોધ કે ઉપદેશ માટે વપરાતો શબ્દ ૭૬૨૭ પ્રકાશી છે. પ્રસિદ્ધ કરી છે; પ્રકાશ પાથર્યો છે ૭૬ ૨૮ સહજ માત્રમાં સ્વાભાવિક રીતે જ, સહેજ વારમાં જ, ક્ષણવારમાં ૭૬૨૯ અંતરરહિત જુદાઇ વિના; અંતરાલ કાળ-અવકાશ વિના, તરત જ ૭૬૩૦ વિભાવપર્યાય રાગાદિ વિભાવપર્યાય ૭૬૩૧ અધ્યાસ મિથ્યા આરોપણ, ભ્રાન્તિમય પ્રતીતિ ૭૬૩૨ ઐક્યતા
એકતા, સમરૂપતા ૭૬૩૩ અપરોક્ષ પ્રત્યક્ષ, સાક્ષાત્, હાજરાહજૂર ૭૬ ૩૪ કૃતાર્થ કૃતકૃત્ય, સફળ, ધન્ય ૭૬૩૫ સહજ અવસ્થાન સહજ નિવાસ-સ્થિર ૭૬૩૬ નિષ્કારણ કારણ વિનાની, અહેતુક ૭૬૩૭ - સ્તવવામાં તુ સ્તુતિ કરવામાં ૭૬૩૮ સ્થાપન
સ્થા સ્થાપિત, પ્રતિષ્ઠિત ૭૬ ૩૯ જે સત્પરુષોએ જે તીર્થંકરદેવોએ ૭૬૪૦ શિષ્ય વિદ્યાર્થી, ચેલો ૭૬૪૧ આત્માની ચેષ્ટા આત્માની હિલચાલ, દશા, હાવભાવ, આચરણ ૭૬૪૨ શક્તિપણે સામર્થ્યરૂપે, બળ રૂપે, શક્યતા રૂપે પૃ.૩૯દ્ધ ૭૬૪૩ શ્રદ્ધાપણે વિશ્વાસરૂપે-આસ્થારૂપે-અંશે કેવળજ્ઞાન પ્રગટ ૭૬૪૪ વિચારદશા શ્રદ્ધા થયા બાદ તેના જ વિચાર આવ્યા કરે તે દશા ૭૬૪પ ઇચ્છાદશા ઇચ્છા પણ તે જ રહ્યા કરે તે દશા ૭૬૪૬ મુખ્ય નયના હેતુથી શુદ્ધ નિશ્ચય નયથી
પત્રાંક ૪૯૪ શ્રી સોભાગ્યભાઈને તા.૯-૪-૧૮૯૪ થી ૨૦-૪-૧૮૯૪ દરમ્યાન ૭૬૪૭ નિવૃત્તિના પ્રકારમાં ફેર નિવર્તન-પરવારવાની રીતમાં તફાવત-ફરક ૭૬૪૮ નિકાચિત કર્મ ગાઢ કર્મ જે ભોગવ્યે જ છૂટે, સર્વથા ભોગ યોગ્ય કર્મ, સકલ-સર્વ-૮ કરણો
વડે પણ અસાધ્ય કર્મ ૭૬૪૯ આકારફેર આકૃતિ-ઘાટ-સ્વરૂપ-દેખાવના ફરક ૭૬૫૦ શિથિલ કર્મ વિચાર આદિથી દૂર કરી શકાય તેવાં કર્મ, તે કર્મ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org