________________
સરક
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ હ. તેમને બાર મુખ્ય શિષ્યો હતા– (૧) સંદણભદ્ર, (૨) ઉવણંદ(૧), (૩) તીસભ૬, (૪) જસભદ્દ(૪), (૫) સુમિણભદ્દ, (૬) મણિભદ્દ, (૭) પુણભદ્દ(૩), (૮) ઉજ્જુમઇ, (૯) જંબૂ(૩), (૧૦) દીહભદ્દ, (૧૧) પંડુભદ્દ અને (૧૨) થૂલભદ્દ. તેમની જે સાત મુખ્ય શિષ્યાઓ હતી તે થૂલભદ્દની સાત બહેનો હતી. તે સંભૂઇ અથવા સંભૂઇવિજય નામે પણ જાણીતા હતા.
૧. કલ્પ. (થેરાવલી). ૬-૭, કલ્પવિ.પૃ.૨૫૧-૫૨, ૨૫૬, કલ્પધ.પૃ.૧૬૩, નન્દિ. ગાથા ૨૪, આવચૂ.૨.પૃ.૧૮૫, નિશીયૂ.૨.પૃ.૩૬૦, તીર્થો.૭૧૩, આવહ. પૃ. ૬૯૫, નન્દ્રિય.પૃ.૪૯.
સંભૂયવિજય (સંભૂતવિજય) જુઓ સંભૂય(૪).૧
૧. આવહ.પૃ.૬૯૫.
સંમજ્જગ (સમ્મજ્જક) અનેકવાર પાણીમાં ડૂબકી મારી સ્નાન કરનારા વાનપ્રસ્થ તાપસોનો વર્ગ.૧
૧. ભગ.૪૧૭, ભગઅ.પૃ.૫૧૯, નિર.૩.૩, ઔપ.૩૮.
૧. સંમુઇ (સમુચિ) સયદુવાર નગરના ભાવી રાજા. ગોસાલ તેમના મહાપઉમ(૯) નામના પુત્ર તરીકે જન્મ લેશે અને તે મહાપઉમ સંમુઇની રાણી ભદ્દા(૨૭)(૧)ની કૂખે · જન્મશે.૧
૧. ભગ.૫૫૯.
૨. સંમુઇ ભરહ(૨) ક્ષેત્રમાં સયદુવારમાં થનારા ભાવી છેલ્લા કુલગર અને પ્રથમ ભાવી તિર્થંકર મહાપઉમ(૧૦)ના પિતા. તેમની પત્ની હતી ભદ્દા(૨૭)(૨).૧
૧. સ્થા.૬૯૩.
૩. સંમુઇ ભરહ(૨) ક્ષેત્રના છઠ્ઠા ભાવી કુલગર. સ્પષ્ટતા માટે જુઓ કુલગર.
૧. સ્થા. ૭૬૭.
સંમેત અથવા સંમેય(સમ્મત) આ અને સમ્મેય એક છે.
૧
૧. આચાચૂ.પૃ.૨૫૭, તીર્થો. ૫૫૨, વિશેષા.૧૭૦૨.
સંલેહણસુય અથવા સંલેહણાસુય (સંલેખનાશ્રુત) એક અંગબાહિર ઉક્કાલિઅ આગમગ્રન્થ જે વર્તમાનમાં અસ્તિત્વમાં નથી. તે વિચ્છિન્ન થયેલ મરણસમાહિથી અભિન્ન હતો. વર્તમાનમાં આ અસ્તિત્વ ધરાવતી કૃતિ મરણસમાહિનું બીજું નામ છે. ૧. નન્દ્રિ.૪૪, નન્દિરૂ.પૃ.૫૮, નન્દિહ.પૃ.૭૨, નન્દિમ.પૃ.૨૦૫, પાક્ષિ.પૃ.૪૩. ૨. મર. ૬૬૦થી
૧. સંવર તિત્શયર અભિણંદણના પિતા.૧
૧. સમ. ૧૫૭, તીર્થો.૪૬૭, આનિ.૩૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org