________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. વીર તિત્શયર મહાવીરનું બીજું નામ.૧
૧. સ્થા.૪૧૧, આવમ.પૃ.૨૦૪-૨૧૪, ૨૩૭-૩૦૦, તીર્થો.૩૩૫.
૨. વીર તગરા નગર ગયેલા એક શ્રમણાચાર્ય.૧
૧. વ્યવભા. ૩.૩૫૦.
૩. વીર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.
૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬.
૪. વીર એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ સાગરોપમ વર્ષનું છે. તે સયંભૂ (૪)જેવું જ છે.
૧. સમ.૬.
વીરઅ (વીરક) બારવઈનો વણક૨ જે વાસુદેવ(૨) કણ્ડ(૧)નો મોટો ભક્ત હતો.
૧. આવચૂ.૨.પૃ.૧૬.
૧. વીરંગય (વીરાજ્ઞક) મહાવીરે દીક્ષા આપેલા આઠ રાજાઓમાંનો એક.૧
૧. સ્થા.૬૨૧.
૨. વીરંગય રોહીડઅના રાજા મહબ્બલ(૧૧) અને તેમની રાણી પઉમાવઈ(૩)નો પુત્ર. તે બત્રીસ રાજકુંવરીઓને પરણ્યો હતો. તેણે આચાર્ય સિદ્ધત્થ(૭) પાસે દીક્ષા લીધી, પિસ્તાલીસ વર્ષ શ્રામણ્યનું પાલન કરી મરીને બંભલોઅ સ્વર્ગીય ક્ષેત્રમાં દેવ તરીકે તે જન્મ્યો. ત્યાંથી બારવઈમાં બલદેવ(૧)ના પુત્ર તરીકે તેનો જન્મ થયો.૧
૧. નિર.૫.૧.
૩૫૧
૩. વીરંગય વેસાલીના રાજા ચેડગનો સારથિ.૧
૧. આવહ.૬૭૭.
વીરકંત (વી૨કાન્ત) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૬.
૧. વીરકણ્ડ (વીરકૃષ્ણ) ણિરયાવલિયા(૧)નું સાતમું અધ્યયન.` રાજા સેણિઅ(૧)ના વીરકણ્ડ નામના પુત્રના જીવનવૃત્તનું તેમાં નિરૂપણ છે.
૨
૧. નિર.૧.૧
૨. નિરચં.૧.૧.
૨. વીરકણ્ડ જુઓ વીરકમિત્ત ૧
૧. વિપા.૩૪.
વીરકમિત્ત (વીરકૃષ્ણમિત્ર) વીરપુરના રાજા, રાણી સિરીદેવી(૩)ના પતિ અને રાજકુમાર સુજાઅ(૪)ના પિતા.૧
૧. વિપા.૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org