________________
સહયોગ દાતા શ્રી મહુવા તપા જૈન સંઘ, મહુવા મધુમાવતી... મધુમતી.. મહુવા- ઈતિહાસમાં વિભિન્ન નામે આ નગરી આલેખાતી રહી છે.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, તર્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મ.સા.ની વિચરણભૂમિ છે. ઈતિહાસ પ્રસિદ્ધ શ્રાવકરનો ભાવડશા જાવડશા આ નગરનું ઘરેણું હતા. તેમણે આણેલા શ્રી જીવિતસ્વામી મહાવીરસ્વામી) દાદા આ નગરના મુકુટ મણિ છે. શાસનસમ્રાટ, યુગપુરુષ પ. પૂ. શ્રી વિજયનૈમિસૂરીશ્વરજી દાદાની
ભૂમિ તરીકે મહુવા જગપ્રસિદ્ધ છે. તેમનો જન્મ, અંતિમ ચાતુર્માસ તથા કાળધર્મ | આ પુણ્યભૂમિ પર થયા હતા.
શાસ્ત્રવિશારદ પ.પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.સા. તથા શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ.સા. આ જ નગરીના પુત્ર હતા અન્ય અનેક મુમુક્ષુઓ પણ મહુવાના ધર્મિષ્ઠ પરિવારોમાંથી દીક્ષિત થયા છે. કર્મગ્રંથના રચિયતા પ.પૂ.આ.શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મહુવામાં વિ.સં.૧ ૩૦૬ મહા સુદ ૧, ગુરુવારના શુભદિને શ્રી વાગેવતા ભાંડાગારની સ્થાપના થઈ હતી.
કાળની અનેક ચઢતી પઢતી ઝીલ્યા પછી આ નગર હજી શ્રાવકોથી હર્યું ભર્યું છે. વર્તમાન કાળે પણ અનેક પૂજ્યોના આવાગમનથી અમે ધન્ય થતા રહીએ છીએ. વિ.સં. ૨૦૬૪ના ચાતુમ સમાં પ. પૂ. સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની અનુજ્ઞાપૂર્વક તેમના જ શિષ્ય પ.પૂ. શ્રી શ્રમણચંદ્રવિજયજી મ.સા., પૂર્વાશ્રમમાં મહુવાના જ રહેવાસી . સંઘચંદ્રવિજયજી મ.સા. આદિ ઠાણા ૩ તથા પૂ. સાધ્વીજી ભગવંતનો શ્રી સંવન લાભ મળ્યો તથા પૂજ્યશ્રીની પ્રેરણાથી સં. ૨૦૬૪, આસો વદ ૪, શનિવારના રોજ શ્રી સંઘમાં સમૂહ રાત્રિભોજન, વોટરકુલર, તથા સ્વામિવાત્સલ્યમાં ફીઝનાં પાણીના નિષેધના ઐતિહાસિક ઠરાવ થયો. તેની અનુમોદનાથે પ્રસ્તુત ગ્રંથ પ્રકાશનમાં દ્રવ્યસક્યોગનો સંપૂર્ણ લાભ પામી અમે કૃતાર્થ થયા છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org