________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૧
૫. પઉમા સાવથી નગરના શેઠ ૫ઉમ(૮)ની પુત્રી. તેને તેવીસમા તિર્થંકર પાસ(૧)એ દીક્ષા આપી હતી. મૃત્યુ પછી તે સક્ક(૩)ની એક મુખ્ય પત્ની તરીકે પુનર્જન્મ પામી. તે અને પઉમા(૩) એક છે.
૧. શાતા.૧૫૭.
૬. પઉમા ણાગપુરના શેઠ પઉમ(૯)ની પુત્રી. તેને પાસ(૧)એ દીક્ષા આપી હતી. મૃત્યુ પછી તે ભીમ(૩)ની મુખ્ય પત્ની તરીકે પુનર્જન્મ પામી. આ ભીમ દક્ષિણના રક્ષસ દેવોનો ઇન્દ્ર છે. મહાભીમ(૧)ની મુખ્ય પત્નીનું નામ પણ આ જ છે.
૧
૧. શાતા.૧૫૩, ભગ.૪૦૬, સ્થા.૨૭૩.
૭. ૫ઉમા આર્ય વઇર(૨)ના શિષ્ય આચાર્ય પઉમ(૧૨)થી શરૂ થયેલી શ્રમણશાખા. આ અને અજ્જપઉમા એક છે.
૧. કલ્પ.પૃ.૨૬૪.
૧
૮. પઉમા પઉમપ્પભા સમાન ચા૨ ણંદા તળાવોમાંનું એક.
૧. જીવા.૧૫૨, જમ્મૂ.૯૦,૧૦૩.
૯. પઉમા આ અને પઉમાવઈ(૫) એક છે.
૧. સમ.૧૫૭.
પઉમાભ (પદ્માભ) આ અને પઉમપ્પભ એક છે.૧
૧. આનિ.૧૦૮૯, તીર્થો. ૪૬૯.
૧. પઉમાવઈ (પદ્માવતી) સાગેય નગરના રાજા પડિબુદ્ધની પત્ની. એક વાર તેણે નાગપૂજાનો ઉત્સવ યોજ્યો હતો.૧
૧. શાતા.૬૮.
૨. પઉમાવઈ તેયલિપુરના રાજા કણગરહ(૧)ની પત્ની.
૧. શાતા.૯૬, આવચૂ.૧:પૃ.૪૯૯.
૩. પઉમાવઈ પુંડરીગિણી(૧) નગરીના રાજા મહાપઉમ(૭)ની પત્ની.
૧. જ્ઞાતા.૧૪૧, ઉત્તરાશા.પૃ.૩૨૬.
૪. પઉમાવઈ રાજા સેલગ(૩)ની પત્ની અને રાજકુમાર મંડુઅઅની માતા.
૧. શાતા.૫૫.
૫. પઉમાવઈ રાગિહ નગરના રાજા સુમિત્ત(૩)ની પત્ની અને વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના વીસમા તિર્થંકર મુણિસુવ્વય(૧)ની માતા.
૧. સમ.૧૫૭, આનિ.૨૨૯, તીર્થો. ૪૮૩.
૬. પઉમાવઈ કોસંબી નગરીના રાજા સયાણિયના પુત્ર ઉદાયણ(૨)ની પત્ની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org