________________
૨૪૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ભદા(૨૧) વગેરેને ૨, ઇસિદાસ(૨), ધણ(૫), મેહ(૩), કાસવ(૬), વારતગ(ર) વગેરે જેવા શ્રેષ્ઠીપુત્રો અને શ્રેષ્ઠીઓને, અને બીજા અનેકોને દીક્ષા આપી હતી. મહાવીરનાં મહાસયા(૨), સુલતા(૨)* વગેરે જેવાં ઉપાસકઉપાસિકાઓ રાયગિહનાં હતાં. રાયગિતના શ્રેષ્ઠીઓ વિજય(૬), આણંદ(૩) અને સુણંદ(પ)એ તિર્થીયર મહાવીરને ભિક્ષા આપી હતી. આ નગરમાં મહાવીરે ઘર્મ અને તત્ત્વજ્ઞાન વિષય ઉપર ગોયમ(૧)”, મંડિયપુત્ત અને સેણિઅર્થ સાથે ચર્ચાઓ કરી હતી. તેમણે વિયાહપણત્તિના પ્રથમ શતકનો, પાંચમા શતકના નવમાં ઉદ્દેશકનો, તથા દસમા, અગિયારમા, સોળમા, સત્તરમા, અઢારમા અને વિસમાં શતકોનો ઉપદેશ અહીં આપ્યો હતો. ૪૧ વળી, તેમણે પજુસણાકપૂર, આયતિટ્ટાણ, વગેરેનો ઉપદેશ પણ આ નગરમાં આપ્યો હતો. આ નગરમાં ગોસાલે પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા માટે મહાવીરને વિનંતી કરી હતી. ગોસાલે આ નગરમાં જ પોતાનો પ્રથમ પટ્ટિપરિહાર (પ૨શરીરપ્રવેશ) કર્યો હતો અને તે એણેજ્જગ(૧)ના મૃત શરીરમાં પ્રવેશ્યો હતો. મહાવીરે ભવિષ્ય ભાખ્યું હતું કે ગોસાલ રાયગિહમાં બે વખત વેશ્યા તરીકે જન્મ લેશે." રાયગિહ નગરમાં જ મહાવીરના ગણધર સુધમ્મ(૧)એ પોતાના શિષ્ય જંબૂ(૧)ને ણાયાધમ્મકહાના બીજા શ્રતસ્કન્ધનો, સુહવિવારનો “અને અણુત્તરોવવાઈયદસાનો ઉપદેશ આપ્યો હતો. મહાવીરના ગણધર પભાસ(૧)૫૦ અને મેય%(૩) રાયગિહ નગરના હતા. આચાર્યપભવે સેક્સંભવને આ નગરમાં દીક્ષા આપી હતી.પરભદ્રબાહુ(૧)ને જે ચાર શ્રેષ્ઠી શિષ્યો હતા તે આ નગરના હતા.૫૩ સંભૂય(૧), ધમ્મઘોસ(૬) ૫૫, ધમ્મરઇ(૨) અને આસાઢભૂઈપ જેવા શ્રમણો આ નગરમાં આવ્યા હતા. બીજા ણિહવ તીસગુત્તે પોતાનો નવો સિદ્ધાન્ત આ નગરમાં પ્રતિપાદિત કર્યો હતો – પ્રવર્તાવ્યો હતો. ત્રીજા Pિહવ આસાઢ(૧)ને રાજા બલભદુ(૪)એ આ નગરમાં જ પાછો સાચા માર્ગે ચડાવ્યો હતો. ૧૮ આસમિત્ત અને ગંગા નામના બીજા બે ણિહવોને પણ તેમના નવા સિદ્ધાન્તો દોષયુક્ત હોવાનું ભાન આ નગરમાં જ કરાવવામાં આવ્યું હતું. ધષ્ણ(૬)*, ણંદ(૧) ધણ(૧૦)", ધણાવહ(૩)", મમ્મણ, દામણગ જેવા શ્રેષ્ઠીઓ અને અર્જુણઅ૭ માળી રાયગિહના રહેવાસીઓ હતા.
તિર્થીયર મહાવીરે તેમના પૂર્વભવોમાં આ નગરમાં બ્રાહ્મણ થાવર(૨)અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org