________________
૧૮૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આવવાનું છે, તે જાણતા હતા કે તેમનું સ્થળાંતર થઈ ગયું છે પરંતુ તે જાણતા ન હતા કે તેમનું સ્થળાંતર થઈ રહ્યું છે.૧૬
જે રાતે મહાવી૨નો ગર્ભ દેવાણંદાની કૂખમાંથી તિસલાની કૂખમાં લઈ જવામાં આવ્યો તે રાતે દેવાણંદાએ સ્વપ્નમાં જોયું કે પહેલાં પોતે જે વસ્તુઓ સ્વપ્નમાં દેખેલી તે બધી જ વસ્તુઓને તિસલા લઈ ગઈ છે.” તે જ વખતે તિસલાએ પોતે સ્વપ્નમાં તે બધી વસ્તુઓને પ્રવેશ કરતી જોઈ.૧૮
}
એક વાર પોતાની માતાને કષ્ટ ન થાય એ ખાતર કરુણાથી પ્રેરાઈને કૂખમાં હેલનચલન કરવાનું મહાવીરે બંધ કરી દીધું. પરંતુ તેથી તો તિસલાને અત્યન્ત ચિન્તા થઈ. તેણે વિચાર્યું કે શું ગર્ભ અપહૃત થયો હશે કે મરી ગયો હશે કે તેનો પાત થયો હશ ? માતાની ચિંતાનો ખ્યાલ આવતાં જ ગર્ભશિશુએ હલનચલન શરૂ કર્યું. પછી તિસલા અત્યંત સુખ અને આનંદ અનુભવવા લાગી. આ ક્ષણે મહાવીરે માતાપિતા જીવિત હોય ત્યાં સુધી સંસારનો ત્યાગ ન કરવાનો સંકલ્પ કર્યો.૧૯
નવ મહિના અને સાડા સાત દિવસો પૂરા થતાં, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની તેરસના દિવસે જે સમયે ચન્દ્ર હત્યુત્તરા નક્ષત્ર સાથે લગ્ન હતો તે સમયે તિસલાએ સંપૂર્ણ તંદુરસ્ત બાળક મહાવીરને જન્મ આપ્યો.૨૦
મહાવીરના જન્મસમયે ચારે પ્રકારનાં દેવદેવીઓ ત્યાં એકત્ર થયાં. તેમણે અમૃત, પુષ્પો, સુવર્ણ, મોતી વગેરેની વર્ષા કરી, વિવિધ માંગલિક વિધિઓ અને અભિષેક કર્યો.૨૧
રાજકુમારને (મહાવી૨ને) તિસલાની કૂખમાં મૂકવામાં આવ્યા ત્યારથી કુટુંબના સુવર્ણ, રજત, રત્ન આદિના ખજાનામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થવા લાગી એટલે રાજકુમારનું નામ વજ્રમાણ(૧) પાડવામાં આવ્યું.
૨૨
મહાવીર કાસવ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામ હતાં – વક્રમાણ, સમણ અને મહાવીર. માતાપિતાએ તેમને વક્રમાણ નામ આપ્યું હતું. લોકો તેમને સમણ કહેતાં કારણ કે સ્વયંસ્ફુરિત આધ્યાત્મિક આનન્દયુક્ત તપશ્ચર્યામાં તે સદા મગ્ન રહેતા હતા અને કદી પણ રાગ-દ્વેષ કરતા ન હતા. બધા ભયો અને બધી આફતોને તે ખમતા હતા તેમ જ બધી મુશ્કેલીઓને અને બધાં સંકટોને તે ધીરજથી સહેતા હતા, તેથી દેવોએ તેમને મહાવીર કહ્યા. વીર, વીરવ૨૫, મહાભાગ, મહામુણિ, મહાતવસ્તિ, ણાતપુત્ત, વિદેહદિણ, વિદેહજચ્ચ‰, જિણવીર વેસાલિઅo, કુસલ, ણાયમુણિ, વિદેહસુમાલ વગેરે તેમનાં બીજાં કેટલાંક નામો પણ
36
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org