________________
૧૫૮
ર
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. મલય એક અણારિય (અનાર્ય) જાતિ અને તેના વસવાટનો પ્રદેશ. જે જાતિએ પોતાનું સંગઠન પાણિનિના સમયથી સમુદ્રગુપ્તના સમય સુધી જાળવી રાખ્યું હતું તે મલ્લઇ, મલ્લોઇ કે મલ્લિ જાતિ જ કદાચ આ મલય જાતિ હોય. પછી તે પંજાબમાં મુલતાન જિલ્લામાં સ્થિર થઈ. ઉત્તરકાળે દક્ષિણ તરફ સ્થળાંતર કરી ગઈ અને પોતાનું રાજ્ય કંડારી કાઢ્યું જે માલય કે માલવ તરીકે જાણીતું થયું. જુદા જુદા સમયે આ એક જ જાતિએ બે જુદા જુદા પ્રદેશમાં વસવાટ કર્યો હોવાના કારણે મલય અને માલય બે ભિન્ન જાતિઓના લોકો હતા એવો ભ્રમ થયો લાગે છે. મલય પંજાબમાં આવેલા તે નામના પ્રદેશનો નિર્દેશ કરતો જણાય છે અને માલય કે માલવ મધ્ય ભારતમાં આવેલા માલવા માટે છે. એ સંભવ છે કે આ મલય પ્રયાગની પૂર્વે અને બિહારના શાહબાદ જિલ્લાની પશ્ચિમે વસતા પુરાણોલ્લિખિત મંલદ (Maladas) હોય.૩ ૨. ટ્રાઈ.પૃ.૬૦-૬૧, જિઓમ.પૃ.૧૦૮.
૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪.
૩. સ્ટજિઓ.પૃ.૨૮,૩૩, જુઓ ટ્રાઈ.પૃ.૩૯૭.
૩. મલય એક ગામ જયાં મહાવીર ગયા હતા.૧
૧. આનિ.૫૦૯, આવચૂ.૧.પૃ.૩૧૧, વિશેષા.૧૯૬૪.
૧. મલયવઈ (મલયવતી) કંપિલ્લ(૩)ની પુત્રી અને ચક્કવિટ્ટ બંભદત્ત(૧)ની પત્ની.
૧
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯.
૨. મલયવઈ એક કથા જેને ધર્મકથા, લોકોત્તરકથા અને આખ્યામિકા એમ વિવિધરૂપે વર્ણવવામાં આવી છે.
૧. વ્યવભા.૫,૧૭.
૨. નિશીયૂ.૨.પૃ.૪૧૫.
૧
૩. બૃસે.૭૨૨. મલ્લ (માલ્ય) આરણમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષનું હોય છે, તેઓ એકવીસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને એકવીસ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.
૧. સમ.૨૧.
મલ્લઇ (મકિન્) એક કુળ. આ કુળના નવ ગણ રાજ્યોના રાજાઓએ નવ લેચ્છઇ રાજાઓ અને કાસી તથા કોસલ(૧) સાથે મળીને મહાસિલાકંટઅના યુદ્ધમાં કૂજ઼િઅ રાજા સામે ચેડગના પક્ષમાં લડવા માટે એક સંઘની રચના કરી હતી. નિત્શયર મહાવીરના નિર્વાણ પ્રસંગ ઉપર પાવામઝિમામાં આ નવ મલ્લઇ રાજાઓ પણ ઉપસ્થિત હતા.
૧. ભગ. ૩૦૦, નિર.૧.૧, ઔપઅ.પૃ.૫૮, રાજમ.પૃ.૨૮૫, રાજ.૩૭. ૨. કલ્પ. ૧૨૮. ટીકાકારો આ નવ મલ્લકીઓને કાશી દેશના ગણે છે અને લેચ્છઇઓને કોસલ દેશના ગણે છે. આ બ્રાન્ત પરંપરા છે. જુઓ આવચૂ.૨.પૃ.૧૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org