________________
૧ ૨૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬. ભરહ જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં જન્મ લેવાના છે તે ભાવી તિર્થંકર મહાપઉમ(૧૦)નો એક શિષ્ય.૧
૧. સ્થા.૬૨૫. ૭. ભરત બુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં જન્મ લેવાના છે તે ભાવી પ્રથમ ચક્રવટ્ટિ.
૧. સ. ૧૫૯, તીર્થો.૧૧૨૪. ૮. ભરત ભારહવાસના અધિષ્ઠાતા દેવ.
૧. જબૂ.૭૧. ભરહગ (ભરતક) જુઓ ભરહ(૩).'
૧. આવયૂ.૧.પૃ.૫૪૫. ભરહખેર (ભરતક્ષેત્ર) આ અને ભારહવાસ એક છે.'
૧. નિશીયૂ.૧.પૂ.૧૦૫. ભરહવાસ (ભરતવર્ષ) જુઓ ભારહવાસ.'
૧. જીવા.૧૪૧, જબૂ.૧૦,૨૧,૩૫, સૂત્રચૂ.પૃ.૬૫, આવહ.પૃ.૩૪૨, બૃભા. ૬૪૪૮. ભરખેસર (ભરતેશ્વર) આ અને ભરહ(૧) એક છે.
૧. આવ.પૃ.૨૭. ભરુ એક મિલિખુ (અનાર્ય) દેશ અને તેની પ્રજા.'આ અને ગુરુ કદાચ એક છે.
૧. પ્રજ્ઞા.૩૭. ભરુઅચ્છ અથવા ભરુકચ્છ અથવા ભરુચ્છ (ભૃગુકચ્છ) એક નગર જયાં જમીનમાર્ગ અને દરિયાઈ માર્ગે બન્ને રીતે જવાતું હતું. તે નગરમાં કોરંટગ ઉદ્યાન હતું. નગરની ઉત્તરમાં ભૂતકલાગ નામનું તળાવ હતું. આ નગરના રાજા Pહવાહણ ઉપર સાલિવાહણે આક્રમણ કર્યું હતું. કવિ વરભૂતિ આ નગરના હતા. પ્રસિદ્ધ મલ્લ ફલિયમલ્લ આ નગર પાસે આવેલા એક ગામનો હતો. કોંડલમેંઢ દેવની પૂજા કરવા માટે લોકો બહારથી આ નગરમાં ભેગા થતા.“સાધ્વીઓ અને તણિઓ૦ (બૌદ્ધ ભિક્ષુઓ) આ નગરમાં જોવા મળતા હતા. આચાર્ય જિણદેવ(૪)એ બે સચ્ચણિઅને પોતાના ધર્મનો અંગીકાર કરાવ્યો હતો.૧૧ સાધુઓ, પ્રવાસીઓ૩ વગેરે આ નગરથી ઉજેણી તરફ પ્રયાણ કરતા દેખાતા હતા. બીજો એક માર્ગ આ નગરથી દખિણાપહ તરફ પણ જતો હતો. ૧૫ ભરુઅચ્છની એકતા ગુજરાત રાજયમાં આવેલા વર્તમાન ભરૂચ સાથે સ્થાપવામાં આવી છે."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org