________________
૧ ૨ ૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગોત્રનામ ભગ્ગવેસ છે.
૧. જબૂ. ૧૫૫-૫૬, ૧૬૨, ૧૬૫, સૂર્ય.૩૬, ૯૩, દેવ.૯૭, સમ.૩. - ૨. જખૂ. ૧૫૭.
૩. સૂર્ય,૫૦, જબૂ.૧૫૯. ભરધ (ભરત) આ અને ભરહ(૨) એક છે.'
૧. સૂત્રચૂ.પૂ.૧૯. ૧. ભરહ (ભારત) ભરહ૨) ક્ષેત્રના પ્રથમ ચક્રવટ્ટિ. તેમની રાજધાની વિણીયા હતી. તે સુમંગલા(૧) રાણીથી થયેલો તિર્થીયર ઉસભ(૧)નો પ્રથમ પુત્ર અર્થાત્ સૌથી મોટો પુત્ર હતો. ભારત અને ગંભી(૧) બે જોડિયા ભાઈ-બેન હતા.૫ સુંદરી(૧) તેની બીજી બેન હતી જે ઉસભની, સુણંદા(૨)થી જન્મેલી, પુત્રી હતી. સુંદરી અને બાહુબલિ બે જોડિયા ભાઈ-બેન હતા. ભારતને બીજા પોતાની જ માતાથી જન્મેલા (સહોદર) અઠ્ઠાણુ ભાઈઓ હતા. ભરહની ઊંચાઈ પાંચ સો ધનુષ હતી. ૭૭ લાખ પૂર્વ વર્ષો પૂરા કર્યા પછી તે વિણીયાના રાજા થયા હતા. તે સ્વયં અભિષિક્ત રાજા કહેવાતા.૧૧ જયારે ઉસહને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે ભારત ચક્કરયણના સ્વામી બન્યા.૧૩ ભરહે માગહતિર્થી, વરદામતિત્વ, પભાસતિત્વ, વેડૂઢ(૧) પર્વત ઉપરના બધા પ્રદેશો અને ભરત ક્ષેત્રના ઉત્તરના બધા ભાગો પોતાના આધિપત્યમાં કરી લીધા.૧૪ તેણે ઉસભFડ(૨)ની શિલા ઉપર લેખ કોતરાવ્યો કે “હું ભરહપ્રથમ ચક્રવર્તી રાજા છું.'૧૫ ભરહે ણમિ(૩) અને વિણમિ પાસેથી ભેટરૂપે સુભદા(૯)ને મેળવી હતી જે ભારતની મુખ્ય પત્ની બની. તે નવ નિધિ, ચૌદ રત્નો અને બીજી ઘણી અમૂલ્ય ચીજોનો સ્વામી બન્યો. તેને ચોસઠ હજાર રાણીઓ હતી, તેમનામાં મુખ્ય રાણી હતી સુભદા.૧૮ બાહુબલિએ ભરહનું આધિપત્ય સ્વીકાર્યું નહિ એટલે ભરહે બાહુબલિ ઉપર આક્રમણ કર્યું. પાંચ વન્દ્રોમાં બાહુબલિએ ભરહને હરાવ્યો. પછી બાહુબલિએ સ્વેચ્છાએ પોતાનું રાજ્ય ભરતને આપી દીધું. આ રીતે ભરત ભરહ ક્ષેત્રનો ઘોષિત ચક્રવર્તી રાજા બન્યો અને તેણે સાઠ હજાર વર્ષ ચાલેલા યુદ્ધને (વિજયયાત્રા)ને સમાપ્ત કર્યું. તેના ઉસભાસણ(૧) આદિ પાંચ સો પુત્રોએ તેમ જ સાત સો પૌત્રોએ સંસારનો ત્યાગ કરી તિર્થીયર ઉસહની આજ્ઞામાં રહી શ્રમણત્વનું પાલન કર્યું. ૨૨ ભરહે છ લાખ પૂર્વ વર્ષ રાજય કર્યું. તેણે અને કેટલીક બીજી વ્યક્તિઓએ આરિવેદો (આર્યવેદો) રચ્યા. પોતાના સજ્જાખંડમાં ભરહને કેવલજ્ઞાન થતાંની સાથે જ તેણે સંસારનો ત્યાગ કરી દીધો.૨૫ એક લાખ પૂર્વ વર્ષ પછી તે અટ્ટાવય પર્વત ઉપર મોક્ષ પામ્યા. તેમનું કુલ આયુષ્ય ચાર્યાસી લાખ પૂર્વ વર્ષ હતું. જ્યાં સિહનું નિર્વાણ થયું હતું ત્યાં અઠ્ઠાવય પર્વત ઉપર ભરહે ચૈત્ય નિર્માણ કર્યું. ભરત પોતાના પૂર્વભવમાં કણગણાભ હતા. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org