________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. મ૨.૫૨૩.
ભદ્દગુત્ત (ભદ્દગુપ્ત) જે આચાર્યે ઉજ્જૈણીમાં આર્ય વઇ૨(૨)ને દિઢિવાય ભણાવ્યો હતો તે આચાર્ય. પછી વઇર પાસેથી આર્ય રખિય(૧) તે ભણ્યા. પરંતુ વઇરે તેમને નવ પુડ્વો પૂરા અને દસમું પુળ્વ અધૂરું ભણાવ્યું હતું.
૩
૧. કેવળ દસ પૂર્વે જ જે તે સમયે અસ્તિત્વમાં હતાં.
૧૧૪
૨. આવચૂ.૧.પૃ.૩૯૪, આવનિ.૭૭૭, વિશેષા.૨૭૮૮.
૩. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ. ૯૬-૯૭, આવચૂ.૧.પૃ.૪૦૩.
ભદ્દગુત્તિઅ (ભદ્રગુપ્તિક) ઉડુવાડિયગણની ત્રણ શાખાઓમાંની એક.૧
૧. કલ્પ.પૃ.૨૫૯.
૧. ભદ્દજસ (ભદ્રયશસ્) તિત્શયર પાસ(૧)ના આઠ ગણધરમાંના એક.૧ સમવાયાંગમાં તેમનું નામ કેવળ જસ(૨) આવે છે.
૧. સ્થા.૬૧૭.
૨. ભદ્દજસ આચાર્ય સુહત્યિ(૧)ના બાર શિષ્યોમાંના એક.` ઉડુવાડિયગણની પરંપરા તેમનાથી શરૂ થઈ. તે ભારદ્દાય(૪) ગોત્રના હતા.૨
૧. કલ્પ.પૃ.૨૫૮.
૨. એજન.પૃ.૨૫૯.
૧
૧. ભદ્દણંદી (ભદ્રનન્દી) વિવાગસુયના બીજા શ્રુતસ્કન્ધનું બીજું પ્રકરણ.
૧. વિપા.૩૩.
૨. ભદ્દગંદી ઉસભપુર(૨)ના રાજા ધણાવહ(૨) અને તેમની રાણી સરસઈ(૧)નો પુત્ર. તે પાંચ સો રાજકુમારીઓને પરણ્યો હતો, તેમાં સિરીદેવી(૧૧) મુખ્ય હતી. તે પોતાના પૂર્વભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા પુંડરીગિણી નગરનો રહેવાસી હતો. ત્યાં તેણે તિર્થંકર જુગબાહુ(૨)ને ભિક્ષા આપી હતી જેના પરિણામે તે રાજકુમાર ભદ્દણંદીનો જન્મ પામ્યો. તે મહાવિદેહમાં એક ભવ વધુ કરીને મોક્ષ પામશે.૧
૧. વિપા.૩૪.
૩. ભદ્દણંદી વિવાગસૂયના બીજા શ્રુતસ્કન્ધનું આઠમું પ્રકરણ.૧
૧. વિપા.૩૩.
૪. ભદ્દણંદી સુઘોસ(૫) નગરના રાજા અજ્જુણ(૩) અને તેની રાણી તત્તવતીનો પુત્ર. તેના લગ્ન પાંચ સો રાજકુમારીઓ સાથે થયાં હતાં. સિરીદેવી(૧૨) તેની મુખ્ય પત્ની હતી. તે તેના પૂર્વભવમાં મહાઘોસ નગરનો શેઠ ધમ્મઘોસ(૯) હતો. ત્યાં તેણે ધમ્મસીહ(૧) શ્રમણને ભિક્ષા આપી હતી અને તેના પરિણામે તેને રાજકુમાર ભદ્દગંદીનો જન્મ મળ્યો. તેણે તિત્યયર મહાવીર પાસે દીક્ષા લીધી. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org