________________
૯૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
પુત્ર.
૧. જ્ઞાતા.૬૪. ૪. બલભદ્ર રાયગિહમાં મુરિય રાજવંશનો રાજા. તે વીરનિર્વાણ સંવત ૨૧૪માં જીવિત હતો. તે શ્રમણોપાસક હતો અને જેમણે અવતનો સિદ્ધાન્ત સ્થાપ્યો હતો તે આચાર્ય આસાઢ(૧)ના શિષ્યોને તેણે પાઠ ભણાવ્યો હતો.' ૧. આવભા.૧૩૦, આવયૂ.૧.પૃ.૪૨૧, નિશીભા.૫૫૯૯, ઉત્તરાનિ અને ઉત્તરાશા.
પૃ.૧૬૦-૧૬૨, વિશેષા.૨૮૫૭, ૨૮૮૪-૮૮, ઉત્તરાક પૃ.૧૦૬, સ્થાઅ.પૃ.૪૧૨. ૫. બલભદ્ર પાંચ સો ચોરની ટોળીનો સરદાર.' જુઓ કવિલ(૪).
૧. ઉત્તરાશા.પૃ.૨૮૮, ઉત્તરાનિ.પૃ.૨૮૬. ૬. બલભઃ આ અને બલદેવ(૧) એક છે.
૧. મર.૪૯૭. ૭. બલભદ્ર ભરહ(૨) ક્ષેત્રના સાતમા ભાવી વાસુદેવ(૧).
૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૩. બલભાણ (બલભાનુ) ઉજેણીના બલમિત્ત અને ભાણમિત્તની બેન ભાણસિરીનો પુત્ર. આચાર્ય કાલગ(૨)એ તેને દીક્ષા આપી હતી.'
૧. નિશીયૂ.૩.પૃ.૧૩૧, કલ્પધ.પૃ.૧૩૧. ૧. બલમિત્ત બલમિત્ર) ઉજેણી નગરનો રાજા. ભાણુમિત્ત(૨) તેનો નાનો ભાઈ હતો અને ભાણસિરી તેની બેન હતી. કેટલાક તેને કાલગ(૨)ની બેનનો પુત્ર ગણે છે જ્યારે કેટલાક તેને કાલગ(૨)ની બેનનો ભાઈ ગણે છે.'
૧. નિશીયૂ.૩.પૃ.૧૩૧, કલ્પચૂ.પૃ.૮૯, દશાચૂ.પૃ.૫૫, કલ્પ.પૃ.૧૩૧, તીર્થો.૬૨૨. ૨. બલમિત્ત તિર્થંકર મલિ(૧) પાસે દીક્ષા ગ્રહણ કરનાર એક રાજકુમાર.'
૧. જ્ઞાતા.૭૭. બલમે (બલમિત્ર) આ અને બલમિત્ત એક છે.'
૧. દશા.પૃ.૫૫. બલવ ત્રીસ મુહુરમાંનું એક પલંબ(૩) તેનું બીજું નામ સમવાયમાં મળે છે.” ૧. જખૂ. ૧૫ર, સૂર્ય,૪૭.
૨. સમ.૩૦. બલવરિઅ (બલવીર્ય) આ અને બલવરિય એક છે.'
૧. આવનિ. ૩૬૩, વિશેષા.૧૭૫૦, આવમ.પૃ.૨૩૬. બલવરિય તેવીરિયનું બીજું નામ. તે બલભદ(૨)નો પુત્ર હતો.'
૧. વિશેષા.૧૭૫૦, આવનિ. ૩૬૩, આવયૂ.૧,પૃ.૨૧૪, સ્થા.૬૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org