________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
અક્રિયગ્ગામ (અસ્થિકગ્રામ) આ અને અક્રિયગામ એક જ છે.૧
૧. આવચૂ.૧.પૃ.૨૯૪, વિશેષા. ૧૯૧૪.
ક્રિસેણ (અસ્થિસેન) વ(૪) ગોત્રની સાત શાખાઓમાંની એક શાખા.૧
૧. સ્થા. ૫૫૧.
૧
અડંબ (અદમ્બ) તિત્શયર ઉસહ(૧) જ્યાં ગયા હતા તે દેશ. ૧. આવનિ.૩૩૬, વિશેષા. ૧૭૧૬.
અડંબર (અડમ્બર) આ અને આડંબર એક જ છે.
'
૧. આચૂ.૨. પૃ. ૨૨૭.
અડોલિયા (અડોલિકા) ઉજ્જૈણીના રાજા ગદ્દભ(૧)ની બહેન અને જવ(૧)ની દીકરી. તેના અજોડ રૂપલાવણ્યથી આકર્ષાઈને ગદ્દમ તેની સાથે કામચેષ્ટાઓ ક૨તો હતો. ૧
૧. બૃભા. ૧૧૫૫, બૃસે. ૩૫૯-૩૬૦.
૧. અણંગ(અનગ) આણંદપુરના રાજા જિંતારિ(૧) અને તેની રાણી વીસત્થાનો પુત્ર. બાળપણમાં તે નેત્રકંટકથી પીડાતો હતો. તેની પીડા શમાવવા તેની માતા તેને પોતાના ખુલ્લા સાથળો વચ્ચે હળવેકથી દબાવતી. આ ક્રિયામાં તેમનાં જનનાંગો એકબીજાને સ્પર્શતાં અને સંયોગ પામતાં, અશંગને આમાંથી આનંદ મળતો અને છાનો રહેતો. આ વૃત્તિ વધતી ગઈ, તે એટલી હદે વધી ગઈ કે જિતારિના મૃત્યુ પછી તે બન્ને અર્થાત્ દીકરો અને માતા પતિ-પત્ની તરીકે જીવ્યા. આ તીવ્ર કામેચ્છાનું ઉદાહરણ છે.૧
૧. બૃભા.૫૨૧૮-૫૨૨૦, નિશીયૂ. ૩. પૃ. ૨૬૮, ગચ્છાવા,પૃ.૨૬.
૩૯
૨. અણંગ આ અને અણંગપવિટ્ટ એક જ છે.
૧
૧. અનુ. ૩-૪, આવચૂ. ૧.પૃ.૮, વિશેષા. ૫૩૦.
૩. અણંગસેણ (અનસેન) ચંપાનો સોની કે જે કુમા૨ણંદી તરીકે પણ ઓળખાતો હતો. તે રૂપાળી કન્યાઓનો શોખીન હતો. ગમે તેટલો મોટો ધનરાશિ આપવો પડે તો તે આપીને પણ તેમને પરણતો. આમ તેણે પાંચ સો કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા. એક વાર પંચસેલ દ્વીપના યક્ષ વિજ્જુમાલિની બે વિધવાઓ હાસા(૨) અને પહાસાને તેણે જોઈ. તેમના ઉપર મોહિત થયેલો તે પંચસેલ દ્વીપે ગયો જ્યાં તે મૃત્યુ પામ્યો અને પુનર્જન્મમાં તે હાસા અને પહાસાનો પતિ બન્યો.
'
૧. નિશીચૂ.૩. પૃ. ૧૪૦-૪૧,૨૬૯, બૃભા.૫૨૨૫, આવચૂ.૧.પૃ.૩૯૭થી આગળ, બૃક્ષે. ૭૦૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org