________________
૨૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અચંડારિય-ભટ્ટા કહેતા કારણ કે તે અત્યંત અસહિષ્ણુ અને ઉદ્ધત હતી. તે એક પણ કઠોર શબ્દ સહન કરી શકતી નહિ. તેને જિયસતુ(૨૦)ના મંત્રી સુબુદ્ધિ(૭) સાથે પરણાવવામાં આવી. એકવાર સુબુદ્ધિ રાત્રે મોડો આવ્યો. તેણે ઘરનું બારણું ખોલવાનો ઈન્કાર કર્યો. સુબુદ્ધિએ તેને તેની ખરાબ વર્તણૂક માટે ઠપકો આપ્યો. આ તે સહન કરી ન શકી અને શીધ્ર ઘર છોડી જતી રહી. રસ્તામાં કેટલાક ચોરોએ તેને પકડી અને પછી પોતાના સરદારને સોંપી દીધી. સરદારે તેને પોતાની સાથે લગ્ન કરી લેવા કહ્યું. તેણે સરદારની માગણીનો નિષેધ કર્યો. એટલે સરદારે તેને એક વૈદ્યને વેચી દીધી. વૈધે પણ તેને પોતાની સાથે લગ્ન કરવા કહ્યું. તેણે વૈદ્યની માગણી પણ ન સ્વીકારી. પરિણામે તેને ઘણો ત્રાસ સહન કરવો પડ્યો. છેવટે તેના ભાઈએ તેને છોડાવી અને તેના પતિને સોંપી દીધી. ત્યાર પછી તેણે અભિમાન ન કરવાની અને બડાઈ ન હાંકવાની પ્રતિજ્ઞા કરી.૧ ૧. નિશીભા. ૩૧૯૪-૯૬, નિશીયૂ.૩. પૃ.૧૫૦-૫૧, કલ્પચૂ.૯૯, સૂત્રચૂ.પૂ.૧૦૫,
દશાચૂપૃ.૬૨, ગચ્છાવા પૃ.૩૧. અચ્ચસણ(અત્યશન) દરેક પખવાડિયાની બારશ.'
૧. જખૂ.૧૫૨, સૂર્ય ૪૮. અભ્યાસણ (અત્યશન) આ અને અચ્ચસણ એક જ છે.'
૧. સૂર્ય. ૪૮. અગ્નિ (અર્ચિસ) બંભલોઅમાં લોગંતિએ સારસ્સય દેવોનું નિવાસસ્થાન. આ દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમ વર્ષનું છે.
૧. ભગ.૨૪૩,જીવા.૯૯, ૨. સમ. ૮. અશ્ચિમાલિ (અર્ચિર્માલિ) લોગંતિએ આઇચ્ચ દેવોનું નિવાસસ્થાન. આ દેવો આઠ સાગરોપમ વર્ષ જીવે છે. આ સ્થાન બંભલોઅમાં આવેલું છે. જે ૧. ભગ.૨૪૩.
૨. સમ.૮. ૧. અગ્નેિમાલી (અર્ચિર્માલિની) સૂર(૧)ની ચાર પટરાણીઓમાંની ત્રીજી.
૧. સૂર્ય,૯૭, જ્ઞાતા.૧૫૫, ભગ.૪૦., સ્થા.૨૭-૩. ૨. અશ્વેિમાલી ચંદ(૧)ની ચાર પટરાણીઓમાંની ત્રીજી.
૧. જ્ઞાતા.૧૫૬ ,જબૂ.૧૭૦,ભગ.૪૦૬ સૂર્ય. ૧૦૬, સ્થા. ૨૭૩. ૩. અગ્નેિમાલી ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના સાતમા વર્ગનું તેમ જ આઠમા વર્ગનું ત્રીજું અધ્યયન.૧
૧. જ્ઞાતા.૧પપ-પ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org