________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૨૩
૧. સ્થા.૭૫૫, સ્થાઅ.પૃ.૫૧૨. ગ્રંથમાં કંઈક ગૂંચવાડો લાગે છે કેમ કે તેમાં ઉલ્લેખેલાં અધ્યયનો કુલ દસ નહિ પણ અગિયાર છે.
૨. સ્થાય.પૃ.૫૧૨.
દીહપાસ (દીર્ધપાર્શ્વ) એરવય(૧) ક્ષેત્રના એક ભાવી તિર્થંકર.'જુઓ સચ્ચસેણ. ૧. તીર્થો. ૧૧૧૯.
દીહપટ્ટ (દીર્ઘપૃષ્ઠ) રાજા જવ(૧) અને ગદ્દભિલ્લનો મન્ત્રી. તેને ગદભિલ્લે હણ્યો હતો. જુઓ ગદ્દભિલ્લ અને જવ(૧):
૧
૧. બૃભા. ૧૧૫૫, ક્ષે.૩૫૯-૬૧.
૧. દીહબાહુ (દીર્ઘબાહુ) આઠમા તિર્થંકર ચંદપ્પભ(૧)નો પૂર્વભવ.
૧. સમ. ૧૫૭.
૨. દીહબાહુ ભરહ(૨) ક્ષેત્રના ત્રીજા ભાવી વાસુદેવ(૧).`તેને સુંદરબાહુ(૨) પણ કહેવામાં આવે છે.૨
૧. સમ૰૧૫૯.
૩. દીહબાહુ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.
૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬.
દીહભદ્દ (દીર્ઘભદ્ર) સંભૂઇવિજય(૪)ના બાર શિષ્યોમાંનો એક.
૧. કલ્પ.પૃ.૨૫૫.
દીહવેયઢ (દીર્ધદ્વૈતાઢ્ય)· જુઓ વેયઢ(૧).
૨. તીર્થો.૧૧૪૩.
૧. સમ. ૨૫,૫૦.
૧.દીહસેણ (દીર્ઘસેન) અણુત્તરોવવાઇયદસાના બીજા વર્ગનું પહેલું અધ્યયન.
૧. અનુત્ત. ૨.
૨. દીહસેણ રાયગિહના રાજા સેણિઅ(૧) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તેણે મહાવીર પાસે દીક્ષા લીધી. તે સોળ વર્ષના શ્રમણજીવન પછી મરીને અણુત્તર વિમાનમા દેવ તરીકે જન્મ્યા. તે મહાવિદેહ ક્ષેત્રમાં વધુ એક ભવ કરી ત્યાં મોક્ષ પામશે.૧
૧.અનુત્ત.૨.
ર
૩. દીહસેણ વર્તમાન કાલચક્રમાં એરવય(૧) ક્ષેત્રમાં થયેલા આઠમા તિર્થંકર.૧ સમવાય દીહસેણના બદલે જુત્તિસેણનો ઉલ્લેખ કરે છે. ટીકાકાર અભયદેવ અનુસાર જુત્તિસેણના બદલે દીહસેણ અથવા દીર્ઘબાહુ પણ ઉલ્લિખિત છે.
૧. તીર્થો. ૩૨૧.
૨. સમ.૧૫૯.
૩. સમઅ.પૃ.૧૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org