________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૧૩
દામઢિ (દામáિ) સોહમ્મ(૨) દેવોના ઇન્દ્રનો સેનાપતિ. તે આખલાઓના દળને કાબૂમાં રાખે છે. ઈસાણ દેવો, વગેરેના ઇન્દ્રોની સેનાઓના આવા સેનાપતિઓનું પણ આ જ નામ છે.
૧. સ્થા. ૪૦૪, ૫૮૨.
દામિણી (દામિની) સત્તરમા તિર્થંકર કુંથુ(૧)ની મુખ્ય શિષ્યા.' સમવાયાંગ આ સંદર્ભમાં અંજુયાનો ઉલ્લેખ કરે છે.
ર
૧. તીર્થો. ૪૬૦.
૨. સમ. ૧૫૭.
દામિલી (દ્રાવિડી) બંભી(૨) લિપિના અઢાર પ્રકારોમાનો એક પ્રકાર.૧
૧. સમ.૧૮, પ્રજ્ઞા.૩૭.
૧. દારુઅ (દારુક) બારવઈના રાજા વસુદેવ અને તેની રાણી ધારિણી(૪)નો પુત્ર.૧ એક વાર તેને તેના ભાઈઓ સાથે જંગલમાં રાત ગાળવી પડી. તેણે અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી અને સેત્તુંજ પર્વત મોક્ષ પ્રાપ્ત કર્યો.
3
૧. અન્ન. ૭.
૨. ઉત્તરાચૂ.પૃ.૭૫, ઉત્તરાશા.પૃ.૧૧૮, ઉત્તરાક.પૃ.૪૮૪. ૩. અન્ત.૭, સ્થાય.પૃ. ૪૫૭.
૨. દારુઅ અંતગડદસાના ત્રીજા વર્ગનું બારમું અધ્યયન.
૧. અન્ન.૪.
૧
૩. દારુઅ વાસુદેવ(૨) કણ્ડ(૧)નો સારથિ.
૧. શાતા. ૧૨૪.
૪. દારુઅ મરધાઓની લડાઈઓ યોજનારો એક વેપારી. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૩૭૯.
૫. દારુઅ આવતા ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં ભવિષ્યમાં જે તિર્થંકર અણંતવિજય(૧) બનવાના છે તે શ્રમણ. આ દારુઅ તે જ સમવાયમાં ઉલ્લિખિત દારુમડ છે.૧
૧. સ્થા. ૬૯૨, સમ. ૧૫૯.
દારુઇજ્જપવ્વયંગ (દારુકીયપર્વતક) સૂરિયાભ સ્વર્ગીય વાસસ્થાનમાં આવેલા એક પ્રકારના પર્વતો. તેઓ કાષ્ઠના પર્વતો જેવા દેખાય છે.
૧
૧. રાજ.૧૧૨, રાજમ.પૃ.૧૯૫.
૧
દારુગ (દારુક) જુઓ દારુઅ.
૧. ઉત્તરાચૂ.પૃ.૭૫, ઉત્તરાશા.પૃ.૧૧૮.
દારુમડ ભરહ(૨) ક્ષેત્રેના ભાવી ચોવીસમા તિર્થંકર અણંતવિજય(૧)નો પૂર્વભવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org