________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૧૧ દસાસુયફખંધ મહદંશે ગદ્યમાં રચાયો છે. તેનાં કેવળ બે અધ્યયનો-પાંચમું અને નવમું થોડી ગાથાઓ ધરાવે છે. તે દસ અધ્યયનોમાં નીચેના વિષયોનું નિરૂપણ કરે છે: (૧) વીસ અસમાહિઢાણ – શ્રમણાચારથી વિપરીત માર્ગનું અનુસરણ કરનાર શ્રમણના ચિત્તને ક્ષુબ્ધ યા અસ્વસ્થ કરનાર કારણો, (૨) એકવીસ સબલદોસ – શ્રમણના આત્મબળને શિથિલ કરી તોડનાર કારણો યા દોષો, (૩) તેત્રીસ આસાયણા – આચાર્ય ગુરુ વગેરેનો અવિનય, (૪) આઠ ગણીસંપદા – ગણી મા આચાર્યની ગુણસંપત્તિ, (૫) દસ ચિત્તસમાહિઢાણ – ચિત્તની સ્થિરતા, એકાગ્રતા, સ્વસ્થતા થવામાં કારણભૂત બાબતો, (૬) અગિયાર ઉવાસગપડિમા – શ્રાવકની સાધનાની ક્રમિક ભૂમિકાઓ દ્વારા આધ્યાત્મિક વિકાસ, (૭) બાર ભિખુપડિમા – શ્રમણની સંયમતપસાધનાના ક્રમિક આધ્યાત્મિક વિકાસની ભૂમિકાઓ, () પોસણાકપ્પશ્રમણે વર્ષાવાસ દરમ્યાન પાળવાના આચારના નિયમો, (૯) ત્રીસ મોહણિજ્જઢાણ –મોહનીય કર્મનો બંધ થવાનાં કારણો અને (૧૦) આયતિઢાણ –જન્મપરંપરા ચાલુ રહેવાનાં કારણો. દસાસુયફબંધ ઉપર એક નિર્યુક્તિ (ગાથાબદ્ધ પ્રાકૃત ટીકા) અને એક ચૂર્ણિ (પ્રાકૃત ગદ્ય ટીકા) રચાયેલ છે. ૧. નન્દિ.૪૪, પાક્ષિપૃ.૪૪.
નન્દિમ. પૃ. ૨૦૬ . ૨. સ્થા.૭૫૫.
૫. આવનિ.૮૪, વિશેષા.૧૦૭૯, સમઅ. ૩, તીર્થો. ૮૧૭.
પૃ. ૯૬. ૪. સ્થા.૭૫૫, સ્થાઅ.પૃ.૫૧૧, ૬. દશાચૂ.પૂ.૯૨, કલ્પ.પૂ.૧૧. દહણ (દહન) પાડલિપુરના બ્રાહ્મણ હુયાસણ(૧)નો પુત્ર. તેણે તેના માતાપિતા અને મોટાભાઈ સાથે સંસારનો ત્યાગ કર્યો. ૧
૧. આવયૂ.૨.૫.૧૯૫. દહવઈ (દ્રહવતી) જુઓ દહાવઈ.
૧. સ્થા. ૧૯૭. ૧. દહાવઈ (દ્રાવતી) સીલવંત પર્વતના દક્ષિણ ભાગમાં આવેલું સરોવર. મહાવિદેહ ક્ષેત્રના બે પ્રદેશો આવત અને કચ્છગાવઈમાંથી આવત્તની પૂર્વે અને કચગાવઈની પશ્ચિમે આ સરોવર છે. તે સરોવરના દક્ષિણ ભાગમાંથી દહાવઈ(૨) નદી નીકળે છે.
૧.જબૂ.૯૫. ૨. દહાવઈ દહાવઈ (૧) નામના સરોવરમાંથી નીકળતી, આવા પ્રદેશથી કોચ્છાવઈ પ્રદેશને અલગ કરતી અને દક્ષિણમાં આવેલી સીયા(૧) નદીને મળતી નદી. તે મંદર(૩) પર્વતની ઉત્તરપૂર્વમાં વહે છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org