________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
ણાગપવ્યય (નાગપર્વત) આ અને ણાગ(૬) એક છે.
૧. સ્થા. ૬૩૭.
ણાગપુર (નાગપુર) તિત્શયર પાસ(૧)એ આ નગરની મુલાકાત લીધી હતી. આ નગરની સમીપ સહસંબવણ(૯) નામનું ઉદ્યાન હતું.! આ નગર અને હત્થિણાપુર એક
છે.
૧. જ્ઞાતા.૧૫૩,
ણાગભૂય (નાગભૂત) ઉદ્દેહગણ(૨)ની એક શાખા.
૧. કલ્પ.પૃ.૨૫૯.
ણાગમહ (નાગમહ) સર્પોના માનમાં ઉજવાતો ઉત્સવ.
૧. શાતા.૨૧,૩૬,૬૮, આચા.૨.૧૨, જ્ઞાતાઅ.પૃ.૫૬,૧૩૨, રાજમ.પૃ.૨૮૪, આચાચૂ.૧.પૃ.૧૫૭.
ણાગમિત્ત (નાગમિત્ર) આચાર્ય મહાગિરિના આઠ મુખ્ય શિષ્યોમાંનો એક.
૧
૧. કલ્પ.૨૫૭.
ણાગવસુ (નાગવસુ) ણાગદત્ત(૨)ના પિતા. તે પઇઢાણ નગરના શેઠ હતા. ૧. આવચૂ.૨.પૃ.૧૮૮, આનિ.૧૨૮૦, આવહ.પૃ.૬૯૮.
૩૫૭
ણાગવિત્ત (નાગવિત્ત) વિયાહપણત્તિમાં ઉલ્લિખિત ભૂયાણંદ(૧)ના ચાર લોગપાલોમાંનો એક. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – સુણંદા(૪), સુભદ્દા(૪), સુજાયા(૩) અને સુમણા(૪). ઠાણમાં આપેલાં લોગપાલોનાં નામોમાં ણાગવિત્તનું નામ નથી પણ તેના બદલે કાલવાલ(૨)નો ઉલ્લેખ છે.
૧. ભગ.૪૦૬.
૨. સ્થા.૨૫૬, ભગ.૧૬૯.
૧. ણાગસિરી (નાગશ્રી) પઇઢાણ નગરના શેઠ ણાગવસુની પત્ની અને ણાગદત્ત(૨)ની માતા.
૧
૧. આવચૂ.૨.પૃ.૧૮૮, આનિ ૧૨૮૦.
૨. ણાગસિરી ચંપા નગરીના બ્રાહ્મણ સોમ(૭)ની પત્ની. એક વાર તેણે શ્રમણ ધમ્મરુઇ(૪)ને ભિક્ષામાં કડવા તુંબડાનું બનાવેલું શાક આપ્યું. શ્રમણે તે શાક ફેંકી દીધું નહિ કેમ કે તે ફેંકી દીધેલા શાકને હજારો કીડીઓ ખાય તો તે બધી મરી જાય. તેથી તે પોતે જ તે શાકને ખાઈ ગયા અને મૃત્યુ પામ્યા. અનેક જન્મ અને મરણ પછી ણાગસિરી રાજા ધ્રુવયની પુત્રી દોવઈ તરીકે જન્મી.
૧. જ્ઞાતા. ૧૦૬-૧૧૬.
ણાગસુહુમ (નાગસૂક્ષ્મ) એક લૌકિક વિદ્યાનો ગ્રન્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org