________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
દસવેયાલિય, ઉત્તરઝયણ, દસા, કપ્પ(૨) આદિ જેવા આગમ ગ્રન્થો સમાવિષ્ટ છે.૩ અંગબાહિર ગ્રન્થોના વળી બે ભેદોનો ઉલ્લેખ છે— આવસય અને આવસ્સયવઇરિત્ત.૪ અંગબાહિર ગ્રન્થો તિત્યયરના મૌલિક ઉપદેશોને આધારે સ્થવિરોએ રચ્યા છે.પ
૧. ઉત્તરા.૨૮.૨૧,૨૩, પ્રજ્ઞા.૩૭, આવચૂ.૧ પૃ.૮ અનુ.૩,અનુહે.પૃ.૬. ૨. આવચૂ. ૧. પૃ.૮, અનુ. ૩-૪, નન્દિહ. પૃ. ૬૯.
૩. આચૂ.૧. પૃ.૮, અનુહે. પૃ.૬ ૪. સ્થા.૭૧,નન્દિ.૪૪, વિશેષા. ૫૫૩, વિશેષાકો.પૃ.૨૦૧,
નન્દિહ. પૃ.૭૦, નન્દિચૂ.પૃ.૫૭,પાક્ષિ. પૃ.૪૩,૪૪, આવનિ(દીપિકા),૨. પૃ. ૧૮૫-૧૮૬.
૫. વિશેષા. ૫૫૩, નન્દિયૂ. પૃ. ૫૭, વિશેષાકો.પૃ.૨૦૧,નન્દિય.પૃ.૨૦૩, નન્દિહ. પૃ. ૬૯.
અંગમંદિર (અર્ફંગમન્દિર) ચંપા નગરીની બહાર આવેલું એક ચૈત્ય. ત્યાં ગોસાલે મલ્લરામનું શરીર છોડીને મલ્લમંડિયના શરીરમાં પ્રવેશ કર્યો હતો. આ તેનો ત્રીજો પઉટ્ટપરિહાર (પરશરીરપ્રવેશ) હતો.૧
૧. ભગ. ૫૫૦.
૯
અંગય (અગક) આ અને અંગિરસ એક જ છે.
૧. આચૂ. ૨, પૃ. ૧૯૩
૧
અંગરિસિ (અફ઼ગર્ષિ) કોસિય(૪)ના બે શિષ્યોમાંનો એક. કર્મના ઉપશમના કારણે તેને બોધિની પ્રાપ્તિ થઈ હતી.ર
૧. આવિન.૧૨૮૮,આવચૂ.૨. પૃ. ૧૯૩,આવહ.પૃ.૭૦૪, આવચ્. ૨. પૃ. ૭૯.
અંગિરસ ભારદ્દાય (અડ્ગર્ષિ ભારદ્વાજ) અરિટ્ઠઙેમિના તીર્થમાંના એક ઋષિ જે પત્તેયબુદ્ધ મનાયા છે.
૧. ઋષિ. ૪. ઋષિ (સંગ્રહણી)
Jain Education International
૨. આચૂ. ૧. પૃ. ૪૬૦, વિશેષાકો. પૃ. ૭૮૨, આવહ. પૃ. ૩૪૭.
અંગલોય (અફ઼ગલોક) સિંધુ(૧) નદીની પશ્ચિમે આવેલો એક અણારિય(અનાર્ય) દેશ. ચક્કવટિ ભરહે(૧) તે જીત્યો હતો. તે ગ્રીકોનો અગલસ્સોઈ (Agalassoi) પ્રદેશ હોઈ શકે. પરંતુ તેઓ ઝેલમ અને ચેનાબ વચ્ચેના પ્રદેશમાં રહેતા હતા.ર ૧. જમ્મૂ ૨૫, જમ્બુશા. પૃ.૨૨૦, આવયૂ. ૧. પૃ.૧૯૧, ૨. સ્ટજિઓ. પૃ.૨૫. અંગવસ (અડ્ગવંશ) અંગ(૨)ની પછી તેના નામે ચાલેલો વંશ. આ વંશના ૭૭ રાજાઓએ સંસારનો ત્યાગ કર્યો હતો.૧
૧. સમ. ૭૭, સમઅ. પૃ. ૮૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org