________________
૩૩૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પત્ની હતી. જેણે ખંદઅ અને તેના પાંચસો શિષ્યોને ઘાણીએ ઘાલી પીલી નાખ્યા તે પાલગ(૧) તેનો પુરોહિત હતો. પછી દેવ તરીકે જન્મેલા ખંદએ ડંડગિની રાજધાનીને અને તેની આસપાસના પ્રદેશને બાળી ભસ્મ કરી નાખ્યો. પછી ત્યાં જંગલ થયું જે ડંડગારણ નામે પ્રસિદ્ધ થયું.1
૧. જીતભા.૫૨૮, ઉત્તરાશા.પૃ.૧૧૪-૧૫, ઉત્તરાચૂ.પૃ.૭૩, વ્યવભા.૧૦.૫૮૯, નિશીયૂ. પૃ.૧૨૭.
ડંબર જુઓ અડંબર.૧
૧. આવચૂ.૨.પૃ.૨૨૭.
૧
ડહણ (દહન) પાડલિપુત્તના બ્રાહ્મણનો પુત્ર. જલણસિહા તેની માતા હતી. ડહણ સંસાર ત્યાગી શ્રમણ બન્યો અને મરીને દેવ થયો. તે હુયાસણ(૧) નામે પણ જાણીતો છે.ર
૧. આનિ.૧૨૯૪.
૨. આવહ.પૃ.૭૦૭.
ડોંબ એક અણારિય (અનાર્ય) હલકી કોમ. તે જક્ષ્મ ઘંટિયને પૂજે છે.' તે ઉત્તર ભારતમાં પ્રાચીન કાળમાં વસતા લોકોનું પ્રતિનિધિત્વ કરતી મનાય છે.
૨
૧. વ્યવભા.૩.૯૨, નિશીયૂ.૨.પૃ.૨૪૩, બૃસે.૪૦૩-૪૦૪. ૨. લાઇ.પૃ.૩૬૦. ડોબિલ એક અણારિય (અનાર્ય) દેશ અને તેના દેશવાસીઓ.
૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪, સૂત્રશી.પૃ.૧૨૩.
૧
ડોબ એક અણારિય (અનાર્ય) જાતિ અને તેનો દેશ. આ અને ડોંબ એક છે.
૧. પ્રશ્ન.૪, પ્રજ્ઞા.૩૦.
ડોબિલ આ અને ડોંબિલ એક છે.
૧. પ્રશ્ન. ૪.
૧
ટૂંક સાવથીનો કુંભાર. એક હજાર શ્રમણીઓ સાથે પિયદંસણા તેના ઘરમાં રહી હતી.૧
૧. આચૂ.૧.પૃ.૪૧૮, વિશેષા.૨૮૦૭, આવભા.૧૨૬, નિશીભા.૫૫૯૭, ઉત્તરાશા. પૃ.૧૫૬.
ઢંઢ કણ્ડ(૧)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તિર્થંકર અરિક્રૃણેમિનો શિષ્ય બન્યો. અન્તરાય કર્મના ઉદયના કારણે તે ભિક્ષા મેળવી શક્યો નહિ.૧
૧. ઉત્તરાયૂ.પૃ.૭૬, ઉત્તરાશા.પૃ.૧૧૯, આવ.પૃ.૨૭, આચાચૂ.પૃ.૭૫, ૭૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org