________________
૩૩૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જોણિઅ (યોનિક) આ અને જણા એક છે.'
૧. ઔપ.૩૩, આવ.ર.પૃ.૫૫૪. જોણિપાહુડ (યોનિપ્રાભૃત) ચેતન પદાર્થોના સર્જન અંગે નિરૂપણ કરતો ગ્રન્થ. તેના આધારે સિદ્ધસેણે અશ્વોનું સર્જન કર્યું હતું જ્યારે બીજાઓએ ભેંસોનું સર્જન કર્યું હતું.' વર્તમાનમાં તેનું અસ્તિત્વ નથી, તે નાશ પામ્યો છે.
૧. નિશીયૂ.ર.પૃ.૨૮૧, વ્યવભા.૫.૮૯, વ્યવમ.૩.પૃ.૫૮. જોણિસંગહ (યોનિસગ્રહ) એક આગમિક ગ્રન્થ.૧
૧.સૂત્ર,પૃ.૨૭૦. જોહ સંભવતઃ આ અને જણા એક છે.'
૧. ભગ. ૩૮૦. જોતિરસ (જ્યોતિરસ) રણપ્રભાના પ્રથમ કાંડનો નવમો ભાગ.
૧. સ્થા.૭૭૮. જોતિસિય (જ્યોતિષ્ક) આ અને જોઇસ(૧) એક છે.'
૧. આવચૂ.૧.૨૫૩, સૂર્ય.૯૮. જોહિકિલ્લ (યુધિષ્ઠિર, જુઓ જુહિકિલ્લ."
૧. અન્ત.૯.
ઝાણવિભત્તિ (ધ્યાર્નાવિભક્તિ) અંગબાહિર ઉક્કાલિય આગમગ્રન્થ જે નાશ પામી ગયો છે.
૧. નદિ.૪૪, પાક્ષિપૃ.૪૩.
ટંકણ અણારિય (અનાય) જાતિ તેમજ તેમના વસવાટનો પ્રદેશ. આ જાતિ ઉત્તરાયણમાં વસતી હતી અને દખિણાવતના લોકોને સુવર્ણ અને હાથીદાંત વેચતી હતી. ઉપર તરફની ગંગા નદીના પૂર્વ કિનારાને લગોલગ આવેલા પ્રદેશમાં વસતા તન્ત્રણ લોકો સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે. તેમનો પ્રદેશ રામગંગા નદીથી સરયૂના ઉપરના ભાગ સુધી વિસ્તરેલો હતો. તેઓ મધ્ય એશિયામાં કાચ્ચર ક્ષેત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org