________________
૩૨૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અગિયારમા તિર્થંકર એજંસ(૧)ના તે સમકાલીન હતા. ૧. સમ.૧૫૯
૨. તીર્થો.૩૨૪. જુદ્ધવરિય (યુદ્ધવીર્ય) નવમા તિર્થંકર પુષ્કૃદંતનો સમકાલીન રાજા.'
૧. તીર્થો. ૪૭૨. જુધિફિલ (યુધિષ્ઠિર, જુઓ જુહિલ્લિ .'
૧. આવયૂ.૧.પૃ.૪૯૨. જુહિફિલ (યુધિષ્ઠિર) હત્થિણાપુરના પાંડુરાયનો સૌથી મોટો પુત્ર.૧
૧. જ્ઞાતા.૧૧૭, અન્ત.૯, આવચૂ.૧.પૃ.૪૯૨, પ્રશ્નઅ.પૃ.૮૭, આવહ.પૃ.૩૬૫. જૂયા, જ્યગ, જૂવ અથવા જૂવા (યૂપક) પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રનો મહાપાયાલકલસ. વેલેબ(૨) તેનો અધિષ્ઠાતા દેવ છે.
૧. સમ.પ૨, ૯૫, સ્થા.૩૦૫, ૭૨૦, જીવા.૧૫૬. ૧. જેઢા (જ્યેષ્ઠા) ચેડગ રાજાની પુત્રી. તેને મહાવીરના મોટા ભાઈ નંદિવદ્ધણ(૧) સાથે પરણાવવામાં આવી હતી.
૧. આવચૂ.૨,પૃ.૧૬૪. ૨. જેટ્ટા એક નક્ષત્ર. તેનો અધિષ્ઠાતા દેવ ઈદ(૪) છે.
૧. સ્થા. ૯૦, જબૂ.૧૫૭, ૧૭૧. જેહિલ આચાર્ય ભાગ (૭)નો શિષ્ય.
૧. કલ્પ (થરાવલી). ૭, પૃ.૨૯૫. જોઇ (યોગિનું) પરિવ્રાજકોનો એક વર્ગ.'
૧. ઔપ. ૩૮. જોઇજસા (જ્યોતિર્યશા) ચંપાનગરના ગોવળની પત્ની, કોસિએ(૪)ના શિષ્ય રુદ્રા દ્વારા તેનું ખૂન થયું હતું.'
૧. આવનિ.૧૨૮૮, આવયૂ.૨,પૃ.૧૯૩, આવહ. પૃ.૭૦૪. ૧. જોઇસ (જ્યોતિષ) દેવોના ચાર વર્ગોમાંનો એક વર્ગ. આ વર્ગના દેવોના પાંચ ભેદ છે – (૧) સૂર(૧), (૨) ચંદ(૧), (૩) ગહ, (૪) ણબત્ત(૧) અને (૫) તારા(૩). પૃથ્વીની સપાટીથી ૭૯૦ યોજના અંતરે તેમનું શ્રેત્ર શરૂ થાય છે જ્યાં કેટલાક તારાઓના સ્વર્ગીય વાસસ્થાનો છે. તે પછી સૂરિયો, ચંદો, ફખતો અને ગણોનાં સ્વર્ગીય વાસસ્થાનો એક પછી એક આવેલાં છે. સૂરિયો અને ચંદો તેમના ઈન્દ્રો છે. તારાઓની સંખ્યા સૌથી વધુ છે અને સૂરિયો તથા ચંદોની સંખ્યા સૌથી ઓછી છે. તેવી જ રીતે તેઓ ઝડપ અને ગતિની બાબતમાં એકબીજાથી ભિન્ન છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org