________________
૨૯૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પ્રજ્ઞા. ૩૭. ચીણ (ચીન) એક અણારિય (અનાર્ય) દેશ. તે રેશમ માટે પ્રસિદ્ધ હતો.
૧. પ્રશ્ન.૪, સૂત્રશી પૃ.૧૨૩.
૨. ભગ.૩૮0, નિશીયૂ. ૨.પૃ.૩૯૯, અનુચૂ.પૃ.૧૫. ચીરિગ (ચીરિક) રસ્તા ઉપર પડેલાં ચીંથરાં વીણીને પહેરનારા પરિવ્રાજકોનો વર્ગ."
૧. અનુ. ૨૦, અનુહે. પૃ. ૨૫. ચુંચુણ (ચુચુન) એક અણારિય (અનાર્ય) કોમ."
૧. પ્રજ્ઞા. ૩૭. ચુંચય (ચુચુક) એક અણારિય (અનાર્ય) જાતિ, દેશ અને તે દેશવાસી. તે ચંચય તરીકે પણ જાણીતા છે. ચૂંચયની એકતા હ્યુએન સાંગના ચેન્યુ (Cenchu) સાથે સ્થાપવામાં આવી છે જે ગાઝીપુર પાસે આવેલ છે. ૧. પ્રશ્ન.૪, સૂત્રશી.પૃ. ૧૨૩.
૨.લાઈ.પૃ.૩૬૦. ૧. ચલણી (ચુલની) કંપિલ્લપુરના રાજા દુવયની પત્ની. તે દોવઈની માતા હતી.'
૧. જ્ઞાતા. ૧૧૬. ૨. ચલણી કંપિલ્લપુરના રાજા બંભ(૧)ની પત્ની અને ચક્કવટિ બંભદત્ત (૧)ની માતા.૧
૧. ઉત્તરાયૂ.પૃ.૨૧૪, ઉત્તરા.૧૩.૧, ઉત્તરાશા પૃ.૭૬-૭૭, સમ.૧૫૮, આવનિ.૩૯૮. ૧. ચલણીપિય (ચુલનીપિતૃ) ઉવાગદતાનું ત્રીજું અધ્યયન.'
૧. ઉપા.૨, સ્થા. ૭૫૫. ૨. ચલણીપિય વાણારસીનો ગૃહસ્થ. મહાવીરના મુખ્ય દસ ઉપાસકોમાંનો એક. એકવાર જ્યારે તે પૌષધવ્રતનું પાલન કરી રહ્યા હતા ત્યારે તેમની શ્રદ્ધાની દઢતાની પરીક્ષા કરવા તેમની તરફ એક દેવ હાથમાં તલવાર લઈ ધસી આપ્યો. તે દેવે તેના દેખતાં તેના પુત્રોને મારી નાખ્યા. પરંતુ ચલણીપિય પોતાના વ્રતમાંથી ચલિત ન થયા અને પોતાની શ્રદ્ધા છોડી નહિ. પછી દેવ તેમની માતાને મારી નાખવા તૈયાર થયો. ત્યારે ચલણીડિયથી આ સહન ન થયું. તે એકદમ દેવને પકડવા ઊભા થઈ ગયા. પરંતુ દેવ તો ત્યાં હતા નહિ. આ દોષ માટે તેમણે પ્રાયશ્ચિત કર્યું. મૃત્યુ પછી તે સોહમ્મ દેવલોકમાં દેવ થયા.૧
૧. ઉપા.૨૭-૨૯. ચુલ્લકપ્રસુઅ અથવા ચુલ્લકપ્પસુય (ક્ષુલ્લકલ્પશ્રુત) અંગબાહિર ઉક્કાલિઆ આગમગ્રન્થ. વર્તમાનમાં તે અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org