________________
૨૭૮
ચંદુપ્પભ (ચન્દ્રપ્રભ) જુઓ ચંદપ્પહ.
૧. સમ.૩, આવ.પૃ.૪, સમ.૯૭,
૧. ચંદુપ્પભા (ચન્દ્રપ્રભા) ણાયાધમ્મકહાના (બીજા શ્રુતસ્કન્ધના) આઠમા વર્ગનું પ્રથમ અધ્યયન.
૧. શાતા.૧૫૬.
૨. ચંદપ્પભા મહુરા(૧)ના ચંદપ્પભ(૩) અને ચંદસિરી(૧)ની પુત્રી. તેને તિત્થયર પાસ(૧)એ દીક્ષા આપી હતી. મૃત્યુ પછી તેનો જન્મ ચંદ(૧)ની મુખ્ય પત્ની તરીકે થયો હતો.૧
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. શાતા. ૧૫૬.
ใ
૩. ચંદપ્પભા ચંદ(૧)ની ચાર મુખ્ય પત્નીઓમાંની એક. આ અને ચંદપ્પભા(૨) એક છે.
૧. જ્ઞાતા.૧૫૬, ભગ.૪૦૬, જીવા.૨૦૨, સૂર્ય.૯૭, ૧૦૬, જમ્મૂ.૧૭૦, સ્થા.૨૭૩. ૪. ચંદપ્પભા સંસારત્યાગના પ્રસંગે મહાવીર દ્વારા ઉપયોગમાં લેવાયેલી પાલખી. દસમા તિર્થંકર સીયલ માટે ઉપયોગમાં લેવાયેલી પાલખીનું પણ આ જ નામ છે.
૧. કલ્પ.૧૧૩, સમ.૧૫૭, આવભા.
પૃ.૧૪૮, કલ્પ.પૃ.૯૫. ૯૨, આવચૂ.૧.પૃ.૨૫૮, વિશેષા. ૨. સમ.૧૫૭. ૧૯૯૧, આચા.૨.૧૭૯, કલ્યવિ.
૫. ચંદુપ્પભા જ્યાં ઉસહ(૧) મોક્ષ પામ્યા હતા તે અઢાવય પર્વત ઉપર ચક્કવિટ્ટ ભરહ(૧) દ્વારા સ્થાપવામાં આવેલી ચાર જિનપ્રતિમાઓમાંની એક.૧
૧. આવચૂ.૧.પૃ.૨૨૪.
૩
૫
૧. ચંદપ્પહ (ચન્દ્રપ્રભ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં થયેલા આઠમા તિર્થંકર. તે સસિ(૧) નામે પણ જાણીતા છે. તે ચંદપુરના રાજા મહાસેણ(૪) અને તેમની રાણી લક્ષ્મણા(૩)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ એક સો પચાસ ધનુષ હતી. તેમનો વર્ણ ચન્દ્ર જેવો ધવલ હતો. તેમણે એક હજાર પુરુષો સાથે સંસારનો ત્યાગ કર્યો હતો. તે પ્રસંગે તેમણે અપરાઇયા(૧૨) પાખીનો ઉપયોગ કર્યો હતો.” તેમણે પ્રથમ ભિક્ષા પઉમસંડમાં સોમદત્ત(૩) પાસેથી ગ્રહણ કરી હતી. તેમનું પવિત્ર વૃક્ષ નાગવૃક્ષ હતું. તેમનો પ્રથમ શિષ્ય દિણ(૨) હતો અને તેમની પ્રથમ શિષ્યા સુમણા(૩) હતી.૧૦ તેમની આજ્ઞામાં શ્રમણોના ત્રાણુ ગણો હતા, ત્રાણુ ગણધરો હતા, બે લાખ પચાસ હજાર શ્રમણો હતા અને ત્રણ લાખ એંશી હજાર શ્રમણીઓ હતી.૧૧ તે દસ લાખ પૂર્વ વર્ષની ઉંમરે સમ્મેય પર્વત ઉ૫૨ મોક્ષ પામ્યા.૧૨ તે પોતાના પૂર્વભવમાં દીહબાહુ(૧) હતા.૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org