________________
૨૧૮
કુરુમંદ (કુરુચન્દ્ર) જુઓ કુરુચંદ.
૧. આવચૂ.૧.પૃ.૧૬૯.
કુલકર જુઓ કુલગર.૧
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સ્થા.૫૯૨, ૬૯૩.
કુલક્ખ (કુલાક્ષ) એક અણારિય(અનાર્ય) દેશ.૧
૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રશ્ન.૪.
કુલગર (કુલકર) કાયદાઓ આપનાર અને કાયદો-વ્યવસ્થાના સંસ્થાપક. પ્રત્યેક ઓસપ્પિણી અને ઉસ્સપ્પિણી કાલચક્રના સુસમઘૂસમા અ૨માં (કાલખંડમાં) ગંગા અને સિંધુ(૧) નદીઓ વચ્ચે આવેલા, ભરહ(૨) ક્ષેત્રના દક્ષિણાર્ધના મધ્યભાગમાં, જુદી જુદી પરંપરાઓ મુજબ સાત', દસ કે પંદ૨ કુલગરો જન્મ લે છે. તેઓ શાંતિ અને વ્યવસ્થા સ્થપાય અને જળવાય એ ખાતર કાયદો શરૂ કરે છે. ઓસપ્પિણી કાલચક્રના સાત કુલગરોની બાબતમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ બે કુલગરો ‘હક્કાર’ રૂપ (અણગમારૂપ) શિક્ષા કરે છે, પછીના બે કુલગરો ‘મક્કાર’ રૂપ (ચેતવણીરૂપ) શિક્ષા કરે છે અને છેલ્લા ત્રણ ‘ધિક્કાર’ રૂપ (ઠપકારૂપ) શિક્ષા કરે છે. આમ જેમ જેમ ગુહ્નાની દુષ્ટતાની માત્રા વધતી જાય છે તેમ તેમ શિક્ષાની કઠોરતા પણ વધતી જાય છે.” પંદ૨ કુલગરોની માન્યતા ધરાવતી પરંપરામાં પ્રથમ તિત્શયર ઉસહ(૧)ને પંદરમા કુલગર તરીકે સ્વીકાર્યા છે જે ઉપર જણાવેલી શિક્ષાઓ ઉપરાંત શારીરિક શિક્ષાઓ પણ દાખલ કરે છે. ભરહ(૨) ક્ષેત્રની જેમ જ એરવય(૧) ક્ષેત્રમાં પણ છે. ઉસ્સપિણી કાલચક્રમાં પરિસ્થિતિઓનો ક્રમ વિપરીત હોય છે. વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં સાતનો વર્ગ બનાવતા નીચેના કુલગરો જન્મ્યા હતા (૧) વિમલવાહણ(૬), (૨) ચક્કુમ, (૩) જસમ, (૪) અભિચંદ(૧), (૫) પસેણઇ(૪), (૬) મરુદેવ(૨) અને (૭) ણાભી. વર્તમાન ઓસપ્પિણીના દસના વર્ગના કુલગરોનાં નામ મળતાં નથી પરંતુ બીજાં કાલચક્રોના દસના વર્ગના કુલગરોનાં નામ મળે છે.
*
૭
વર્તમાન ઓસપ્પિણીના ભરહ(૨)ના, પંદરના વર્ગના કુલગરોનાં નામો નીચે પ્રમાણે છે – (૧) સુમઇ(૧), (૨) પડિમ્સઇ(૨), (૩) સીમંકર(૩), (૪) સીમંધર(૩), (૫) ખેમંકર(૪), (૬) ખેમંધર(૧), (૭) થી (૧૦) આ ચાર ઉપરના સાતના વર્ગના પ્રથમ ચાર, (૧૧) ચંદાભ(૨), (૧૨) થી (૧૪) આ ત્રણ ઉપરના સાતના વર્ગના છેલ્લા ત્રણ, અને (૧૫) તિત્ફયર ઉસહ(૧).૯
Jain Education International
—
અતીત ઓસપ્પિણીમાં ભરહ(૨)માં નીચેના દસ કુલગરો થયા ગયા હતા
૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org