________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. શાતા.૧૧૭.
કુઇયણ (કુવિકર્ણ) ઘણી ગાયોનો માલિક એક ગૃહસ્થ. રંગના આધારે તેણે ગાયોના જુદા જુદા વર્ગો પાડ્યા હતા.
૧
૧. વિશેષા.૬૩૫, આવચૂ.૧.પૃ.૪૪.
૨૦૬
કુંકણ (કોણ) જુઓ કોંકણ
૧. અનુ.૧૩૧.
કુંકણઅ (કૌકણક) આ શબ્દની જોડણી કુંકુણઅ પણ થાય છે અને તેનો અર્થ છે કોંકણ(૧)નો માણસ. અહીં તે એક વૃદ્ધ માણસનો પુત્ર હતો. તેણે પિતા સાથે સંસારનો ત્યાગ કર્યો. તે નાનો બાળક હોવાથી શરૂઆતમાં તેને સુખસગવડનાં બધાં સાધનો પૂરાં પાડવામાં આવતાં. એકવાર તેણે પિતાને કહ્યું કે તે સ્ત્રી વિના નથી રહી શકતો. તેથી પિતાને દુઃખ થયું. પરિણામે કુંકણઅને સંઘમાંથી બહિષ્કૃત કરી દીધો.
૧. દશહ,પૃ.૮૯,
કુંકણગદારઅ (કૌકણકદા૨ક) એક વિધુર જેણે બીજી સ્ત્રીને પરણવા માટે પોતાના પુત્રને મારી નાખ્યો. જુઓ કોંકણ(૨).
૧
૧. આનિ.૧૩૪, બૃભા.૧૭૨, વિશેષા.૧૪૨૦, આચાચૂ.પૃ.૧૬૨, વિશેષાકો.પૃ.૪૧૧. કંકુણઅ (કોકણક) જુઓ કુંકણઅ.૧
૧. દશહ.પૃ.૮૯.
કુંચવર (ક્રૌચવર) એક વલયાકાર દ્વીપ.' તે અને કોંચવર એક છે.
૧. સ્થાય.પૃ.૧૬૭.
કુંચિઅ (કુચિક) એક વેપારી. તેના પુત્રે ચોરી કરી હતી પરંતુ તેની સાથે રહેતા નિર્દોષ સાધુને ચોરીની શિક્ષા થઈ હતી.
'
૧. ભક્ત.૧૩૩.
કુંચિત (કુચિત) એક તાવસ(૪) જેણે મરેલી માછલી ખાધી અને પછી જે બિમાર પડ્યો. જ્યારે તેણે વૈદ્યને સાચી વાત જણાવી ત્યારે વૈધે તેનો રોગ મટાડ્યો. ૧. નિશીભા.૬૩૯૯, નિશીયૂ.૪.પૃ.૩૦૬ .
કુંજર (કુ૪૨) વિયાહપણત્તિના સત્તરમા શતકનો પ્રથમ ઉદ્દેશક.૧
૧. ભગ.૫૯૦.
૧
કુંજરબલ (કુરબલ) તત્ફયર ઉસહ(૧)ના એક સો પુત્રોમાંનો એક.
૧. કલ્પ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org