________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૯૧ કામગમ સંતગ સ્વર્ગ(કલ્પ)ના ઇન્દ્રના કામગમ નામના વિમાનનો વ્યવસ્થાપકદેવ.'
૧. જબૂ.૧૧૮, સ્થા.૬૪૪, આવરૃ.૧.પૃ.૧૪૫. કામસૂઝયા (કામધ્વજા) વાણિયગામની ગણિકા.' વધુ વિગતો માટે જુઓ ઉઝિયઅ(ર).
૧. વિપા.૮, સ્થાઅ.પૃ.૫૦૭. કામફાસ (કામસ્પર્શ) અઠ્યાસી ગહમાંનો એક. તેનો ઉલ્લેખ બે જુદા ગ્રહો કાસ અને ફાસ તરીકે પણ થયો છે.
૧. સૂર્ય. ૧૦૭, જબૂશા.પૃ.૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬.
૨. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. ૧. કામદેવ ઉવાસગદાસાનું બીજું અધ્યયન.'
૧. ઉપા.૨, સ્થા.૭૫૫. ૨. કામદેવ મહાવીરના મુખ્ય દસ ઉપાસકોમાંનો બીજો. તે ચંપા નગરીનો વેપારી હતો. તેની પત્નીનું નામ ભદ્દા(૩૬) હતું. તેની પાસે અઢાર કરોડ ગીનીઓ હતી. એક દેવ ધર્મશ્રદ્ધામાં તેની દૃઢતાની પરીક્ષા કરવા આવ્યો અને ભયંકર પરિણામોની તેને ધમકી આપી. અસહ્ય ત્રાસ તેના શરીરને આપવામાં આવ્યો છતાં તે પોતાની ધર્મશ્રદ્ધામાંથી ચલિત ન થયો. મહાવીર તેમના શ્રમણો અને શ્રમણીઓને કામદેવની કથાને યાદ રાખવા જણાવતા. પોતે ગૃહસ્થ હોવા છતાં તેણે વિપ્નો અને યાતનાઓનો કેવો મક્કમતાથી સામનો કર્યો ! બાર અંગ(૩)ના સ્વાધ્યાયને અનુલક્ષી મહાવીરે તેમને સઘળા પ્રલોભનો સામે દઢપણે ટકી રહેવા, તે પ્રલોભનોને જરા પણ વશ ન થવા સલાહ આપી હતી. ૧. ઉપા.૧૮.
૨. ઉપા.૧૯-૨૩. ૩. ઉપા. ૨૫-૨૬, વિશેષાકો પૃ.૭૮૨, આવચૂ. ૧.પૃ.૪૫૨-૫૪ ૩. કામદેવ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.
૧. કલ્પ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬ . કામમહાવણ (કામમહાવન) મહાવીર જ્યાં આવ્યા હતા તે વાણારસીનું એક ચૈત્ય.' અહીં જ ગોસાલે પોતાનો ચોથો પઉટ્ટપરિહાર (પરકાયપ્રવેશ) કર્યો હતો. ૧. અન્ત.૧૫, જ્ઞાતા.૧૫૧.
૨. ભગ.૫૫૦. કામિટ્ટિ (કામદ્ધિ) સુહસ્થિ(૧) આચાર્યનો શિષ્ય. વેસવાડિયગણ તેમનાથી શરૂ થયો. તે કોડાલસ ગોત્રના હતા.'
૧. કલ્પ(થરાવલી). ૭, કલ્પવિ.પૃ.૨૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org