________________
૧૮૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. શાતા.૧૨૫, સ્થાઅ.પૃ.૫૨૪,કલ્પ.પૂ.૩૫, કલ્પશા.પૃ.૩૩. ૨. કવિલ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૩. કવિલ સાખ્ય તરીકે પ્રસિદ્ધ એક પાંખડીદર્શનના સ્થાપક. તે એક રાજકુમાર હતા જે સંસારનો ત્યાગ કરી ભરહ(૧)ના પુત્ર મરીઇના શિષ્ય બન્યા હતા. તેમનો શિષ્ય આસુરી હતો. તેમણે આસુરીને સતિંતનો ઉપદેશ આપ્યો. આ સતિંત ૨૪ તત્ત્વોનું નિરૂપણ કરે છે. ૧. આવચૂ.૧.પૃ. ૨૨૯-૨૨૯, નિશીયૂ.૩.પૂ.૧૯૫, વિશેષા.૧૭પ૩, આચાર્.
પૃ.૧૯૩, દશચૂ.પૃ. ૧૭, આવનિ.૪૩૮, ભગઅ.પૂ. ૫૦, સૂરાશી.પૃ.૯,
કલ્પ.પૂ.૩૭, પ્રશ્નઅ.પૃ.૩૪, નદિહ.પૃ.૭, ઉત્તરાશા.પૃ.૧૪.કલ્પશા.પૃ.૩૮. ૪. કવિલ કોસંબીના કાસવ(૪) અને જસા(૧)નો પુત્ર. કાસવ રાજા જિયg(૨૫)નો રાજપુરોહિત હતો. જ્યારે કાસવ મરણ પામ્યો ત્યારે તેની જગ્યાએ બીજા કોઈ પુરુષની નિમણૂક કરવામાં આવી. પછી કાસવના મિત્ર ઈદદત્ત(૪) પાસે ભણવા માટે જસાએ કવિલને સાવત્થી મોકલ્યો. સમૃદ્ધ વેપારી શાલિભદ(૨)ના ઘરે તેના રહેવા અને ખાવાપીવાની વ્યવસ્થા કરવામાં આવી. તેની સેવા માટે નિમવામાં આવેલી યુવાન દાસીના પ્રેમમાં તે પડ્યો. એકવાર તે યુવતીએ તેને કહ્યું કે તે પોતે પોતાની કોમ વડે ઉજવાતા ઉત્સવમાં ભાગ નહિ લઈ શકે કારણ કે જરૂરી સામગ્રી ખરીદવા તેની પાસે પૈસા નથી. તેથી તેણે કવિલને પણ શેઠ પાસે જવા કહ્યું, પણ સવારમાં સૌપ્રથમ આવી પોતાને નમસ્કાર કરનારને બે ગીની આપે છે. એટલે કવિલ રાત્રિના સમયે પણ શેઠના ઘરે જવા નીકળી પડ્યો પરંતુ ચોકીદારોએ ચોર સમજી તેને પકડી રાજા આગળ રજૂ કર્યો. કવિલે રાજાને સાચી હકીકત જણાવી. રાજા તે સાંભળી તેના ઉપર એટલા બધા પ્રસન્ન થયા કે તેમણે તેને જે માંગે તે આપવાનું વચન આપ્યું. શું માગવું તેનો જેમ જેમ વિચાર કરતો ગયો તેમ તેમ તે માગવાની ધનરાશિ વધારતો જ ગયો. આ વસ્તુએ તેના મનમાં પરિવર્તન આણ્યું. પરિણામે તેણે સંસાર ત્યજી દીધો, તપ આદર્યું અને છેવટે તે કેવલજ્ઞાન પામ્યો. એક વાર કેટલાક લૂંટારાઓએ તેને પકડ્યો અને પોતાના સરદાર બલભદ(પ) સમક્ષ તેને ખડો કરી દીધો. બલભદે તેને નાચવાની આજ્ઞા કરી. એટલે તેણે વાંધો ઉઠાવતાં જણાવ્યું કે કોઈ તાલ તો દેતું નથી. એટલે બધા તાલીઓ પાડી તાલ દેવા લાગ્યા. પછી તેણે કેટલીક ગાથાઓ ગાઈ. તે ગાથાઓએ તેમના ઉપર એટલી બધી અસર કરી કે બધા સંસાર છોડી સાધુ થઈ ગયા.' આ ગાથાઓનું ઉત્તરસૂઝયણનું આઠમું અધ્યયન બન્યું છે.
૧. ઉત્તરાયૂ.પૃ.૧૬૮-૧૭૦,ઉત્તરાક પૃ.૧૬૮,નન્દિહ પૃ.૨૬. ૨. ઉત્તરાયૂ.પૃ.૭, ૧૬૮–૧૭૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org