________________
(૧ર)
સામગ્રી પ્રસ્તુત ગ્રન્થમાં વિશેષનામોના કોશના રૂપમાં એકઠી કરી મૂળ સ્રોતોના નિર્દેશ સાથે વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવી છે. કોશના રૂપમાં હોવાથી જેના વિશે માહિતી જોઈતી હોય તેના વિશેની માહિતી મૂળ સ્રોતોના નિર્દેશ સાથે સરળતાથી તત્કાલ મળી જાય છે.
મૂળ અંગ્રેજી ગ્રન્થનો આ ગુજરાતી અનુવાદ ગુજરાતીભાષી વિદ્યાર્થીઓ અને સંશોધકોને અધ્યયન-સંશોધનનું એક સાધન પૂરું પાડવાના આશયથી કરવામાં આવ્યો છે. સામાન્ય વાચકોને પણ તેમાં રસ પડશે. સંશોધકોને તો તે વિશેષતઃ ઉપયોગી નીવડશે એવી આશા છે.
નગીન જી. શાહ
૨૩, વાલ્વેશ્વર સોસાયટી આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org