________________
૭૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
અવઇણગ (અવકીર્ણક) આ અને અકિષ્ણપુત્ત એક જ છે.૧
૧. આવહ. પૃ.૭૧૮.
અવંઝ (અવન્ધ્ય) જુઓ અવંઝપ્પવાય.
૧. નચૂિ.પૃ.૭૬.
અવંઝપ્પવાય (અવન્ધ્યપ્રવાદ) શુભ અને અશુભ કર્મોનાં ફળોનું નિરૂપણ કરતું અગિયારમું પુળ્વ.
૧. સમ.૧૪,૧૪૭, નન્દિ.૫૭, નન્દ્રિચૂ.પૃ.૭૬.
૧. અવંતિ ભરહ(૨) ક્ષેત્રનું એક જનપદ. તેનું મુખ્યનગર ઉજ્જૈણી હતું. પોય અને સંપઇ૪ રાજાઓએ ત્યાં રાજ્ય કર્યું હતું. સાધુઓને વિહાર કરવા માટે જે દેશોની ભલામણ કરવામાં આવી છે તેમાંનો એક દેશ.૫ અવંતિવદ્ધણ અને પાલગ(૨) પણ તેના રાજાઓ હતા. મલ્લ અટ્ટણ આ દેશનો હતો. તુંબવણ વસાહત યા વસતિ આ દેશમાં હતી. મધ્યપ્રદેશના હાલના માલવા, નિમર અને આજુબાજુના ભાગો સાથે આ દેશની એકતા સ્થાપવામાં આવી છે. ઉજ્જૈણી અને માહિષ્મતિ એ અનુક્રમે તેના ઉત્તર અને દક્ષિણ ભાગોની રાજધાનીઓ હતી.૧૦ ૧. મનિ.પૃ.૨૦૯, આવહ.પૃ.૨૮૯. ૬. ઉત્તરાક.પૃ.૭૩, આવચૂ.૨.પૃ.૧૮૯-૯૦. ૨.નિશી.૧૯, નિશીયૂ.૧.પૃ.૧૩, ૭. તીર્થો.૬૨૦-૨૧, આવચૂ.૨. પૃ.૧૮૯. આવચૂ.૧.પૃ.૩૧, ઉત્તરાશા.પૃ.૪૯. ૮. આવચૂ.૨.પૃ.૧૫૨,ઉત્તરાક.પૃ.૧૨૧. ૩. બૃસે.૧૧૪૫, ઉત્તરાક.પૃ.૧૮૮. ૪. બૃભા.૩૨૮૩, બૃસે.પૃ.૯૧૯, નિશીયૂ. ૪. પૃ.૧૨૯-૧૩૦. ૫. આચાશી. પૃ.૨૫૫.
૯. આવર્ષ. ૨૮૯.
૧૦. Bhandarkar:Charmichael Lectures, 1918, p.54.
૨. અવંતિ ઉજ્જેણીનું બીજું નામ.' ચંડરુદ્દ આચાર્ય અહીં આવ્યા હતા. તેની ઉત્તરે જિજ્જાણ ઉદ્યાન આવેલું હતું.૩
૩. નિશીયૂ. ૧. પૃ.૧૦૨.
૧. બૃભા.૬૧૦૨,નિશીયૂ.૧.પૃ.૧૦૨ ૨. બૃભા.૬૧૦૨-૩, ઉત્તરાક.પૃ.૧૦.
અવંતિવદ્ધણ (અવન્તિવર્ધ્વન) ઉજ્જૈણીના રાજા પાલઅ(૨)નો પુત્ર.` વધુ વિગત માટે જુઓ અજિયસેણ(૨).
૧. આનિ.૧૨૮૨, આવચૂ.૨.પૃ.૧૮૯-૧૯૦, ઉત્તરાક.પૃ.૭૩, આવહ.પૃ.૬૯૯. અવંતિસુકુમાલ (અવન્તિસુકુમાર) ઉજેણીની ભદ્દા(૩૫) સાર્થવાહીનો પુત્ર. તેને બત્રીસ પત્નીઓ હતી. તે સંસાર ત્યાગી સુહત્યિ(૧)નો શિષ્ય બન્યો, તરત જ તેણે (પાણી સહિત) બધી જ જાતના આહારનો ત્યાગ કર્યો અને ચિન્તન તથા ધ્યાન કરવાનું શરૂ કર્યું. તેમના સાથળનું માંસ શિયાળવી ખાઈ ગઈ છતાં તે ધ્યાનમાં સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org