________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અરુણવરાવભાસવર જુઓ અરુણવરાવભાસ(૨).
૧. જીવા.૧૮૫. અરુણવરોદ અરુણવર(૧) દીપને ચારે તરફથી ઘેરીને આવેલો સમુદ્ર. અરુણવર(૩) અને અરુણમહાવર તેના અધિષ્ઠાતા દેવો છે. આ સમુદ્રની ચારે બાજુ અરુણવરાવભાસ(૧) દીપ આવેલો છે. અરુણવરોદ અરુણવર(૨) નામે પણ જાણીતો છે. ૧. જીવા.૧૮૫, સૂર્ય.૧૦૧.
૨. જીવા.૧૬૬. અરુણવરોભાસ (અરુણવરાવભાસ) આ અને અરુણહરાવભાસ એક જ છે.
૧. સૂર્ય.૧૦૧. અરુણવિમાણ (અરુણવિમાન) સોહમ્મ(૧) કલ્પ(દેવલોક)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.
૧. ઉપા.૧૭. અરુણસિક્ર (અરુણશિષ્ટ) સોહમ્મ(૧) કલ્પમાં(દેવલોકમાં) આવેલું સ્વર્ગીય વાસસ્થાન.'
૧. ઉપા.૩૪. ૧. અરુણાભ સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમ વર્ષ છે. આ સ્થાન બરાબર અચ્ચિ સમાન છે.'
૧. સમ.૮.
૨. અરુણાભ સોહમ્મ(૧) કલ્પમાં(દેવલોકમાં) આવેલું વાસસ્થાન.
૧. ઉપા.૨૬, ભગ.૩૦૪,૪૩૫. અરુણુત્તરવહિંસગ(અરુણોત્તરાવતંસક) અરુણાભ(૧) જેવું સ્વર્ગીય વાસસ્થાન. આ સ્થાન બરાબર અગ્ઝિ સમાન છે.'
૧. સમ.૮. ૧. અરુણોદ નંદિસ્સર(૩)સમુદ્રની ચારે બાજુ આવેલો વલયાકાર દ્વીપ. આ દ્વીપ પોતે ચારે બાજુથી અરુણોદ(૨) સમુદ્રથી ઘેરાયેલો છે. આ દ્વીપ અને અરુણ(૪) એક જ છે.
૧. સૂર્ય.૧૦૧. ૨. અરુણોદ અરુણ(૪)ની બધી બાજુ ઘેરી વળેલો સમુદ્ર. આ સમુદ્ર પોતે બધી બાજુથી અરુણવર(૧) દ્વીપથી ઘેરાયેલો છે. સુભદ્ર(૫) અને સુમણભદ(૪) દેવો તેના અધિષ્ઠાતા દેવો છે.
૧. જીવા. ૧૮૫, સૂર્ય.૧૦૧. અરુણોદ (અરુણોદક) આ અને અરુણોદ(૨) એક જ છે.'
૧. જીવા. ૧૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org