________________
૭૪
૩. અરુણ ગંધાવઇ પર્વતનો અધિષ્ઠાતા દેવ.૧
૧. સ્થા. ૮૭, ૩૦૨.
૪. અરુણ નંદીસરોદ સમુદ્રની ચારે બાજુ આવેલો વલયાકાર દ્વીપ જે ખુદ અરુણોદ(૨) સમુદ્ર વડે ચારેબાજુથી ઘેરાયેલો છે. અસોગ(૩) અને વીતસોગ(૧) તેના અધિષ્ઠાતા દેવો છે.' અરુણને અરુણોદ(૧) પણ કહેવામાં આવે છે. ૨. સૂર્ય. ૧૦૧.
૧. જીવા.૧૮૫.
૫. અરુણ મહાસાલ(૨)ના પુત્ર અને તિત્શયર પાસ(૧)ના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે.
૧. ઋષિ.૩૩, ઋષિ(સંગ્રહણી).
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
અરુણકંત (અરુણકાન્ત) સોહમ્મ(૧) કલ્પમાં(દેવલોકમાં) આવેલું સ્વર્ગીય વાસસ્થાન.
૧. ઉપા. ૩૧.
અરુણકીલ સોહમ્મ(૧) કલ્પમાં(દેવલોકમાં) આવેલું સ્વર્ગીય વાસસ્થાન.૧
૧. ઉપા. ૫૬.
અરુણગવ સોહમ્મ(૧) કલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.
૧. ઉપા. ૫૫.
અરુણઝઅ(અરુણધ્વજ) સોહમ્મ(૧) કલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.
૧. ઉપા.૩૮.
૧. અરુણપ્પભ (અરુણપ્રભ) લવણ સમુદ્રમાં આવેલો પર્વત. તે અણુવેલંધર દેવોના અરુણપ્પભ રાજાનું વાસસ્થાન છે. તેમની રાજધાનીનું નામ પણ અરુણપ્પભ છે. જુઓ અણુવેલંધરણાગરાય.
૧. જીવા.૧૬૦, સ્થા.૩૦૫.
૨. અરુણપ્પભ સોહમ્મ(૧) કલ્પમાં(દેવલોકમાં) આવેલું સ્વર્ગીય વાસસ્થાન
૧. ઉ૫ા.૨૯.
અરુણપ્પભા (અરુણપ્રભા) પોતાના સંસારત્યાગના પ્રસંગે નવમા તિર્થંકર સુવિહિ(૧)એ ઉપયોગમાં લીધેલી પાલખી.
૧. સમ.૧૫૭.
અરુણભઅ(અરુણભૂત) સોહમ્મ(૧) કલ્પમાં(દેવલોકમાં) આવેલું સ્વર્ગીય
વાસસ્થાન.૧
૧. ઉ૫ા.૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org